________________
ઈન્દુમુખી ભવભ્રમણ કરી તમારા બન્નેની માતા મંદોદરી થઈ છે. આ સાંભળી કુંભકર્ણ ઈન્દ્રજિત મેધવાહન અને મંદોદરી વગેરેએ ભૈરાગ્ય પામી દીક્ષા લીધી-રામે તે બધાને વંદન કર્યું ત્યાંથી લક્ષ્મણ અને સુગ્રીવને લઈ લંકામાં પ્રવેશ કર્યો. અને અને સીતાને મળ્યા. સીતા બહુ હર્ષ પામી. લક્ષમણ ભામંડળ, સુગ્રીવ, હનુમાન, અંગદ વિભીષણ વગેરે સર્વેએ સીતાને પ્રણામ કર્યા. સીતાએ સૌને આશીષ આપી.
પછી રામ સીતાની સાથે ભુવનાલંકાર હાથી પર બેસી રાવણના મંદિરમાં આવ્યા. શાન્તિનાથ પ્રભુના મંદિરમાં જઈ પ્રભુની દ્રવ્યભાવથી પૂજા કરી. સર્વેએ સાથે મળી ભોજન કર્યું. પછી વિભીષણે હાથ જોડી રામને કહ્યું કે” આપ આ રાક્ષસ - દ્વીપના સ્વામી બને. હું આપને સેવક થઈને રહીશ. રામે કહ્યું કે પૂર્વે મેં તમને લંકાનું રાજ્ય આપવા કહેલ છે. તે આજેજ તમારે રાજયાભિષેક કરીશ. એમ કહી વિભીષણને રાજ્યાભિષેક કરી રાવણના ઘરે આવ્યા પૂર્વે પરણવાને કબુલ કરેલ કન્યાઓને રામ લક્ષ્મ વિધિપૂર્વક પરણ્યા. સુગ્રીવ વગેરેથી સેવાતા રામ લક્ષમણ છ વર્ષ લંકામાં રહ્યા તે સમયે વિધ્યસ્થળી ઉપર ઈન્દ્રજિતને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા.
ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા. ત્યાં પૃષ્ટક્ષિત નામે તીર્થ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org