________________
૮૦
એક વિદ્યાધરીએ અવેલેકિની વિવાથી જેઈને સીતાને કહયું કે “તમારા દિયર લમણ સવારે ઉઠશે અને રામ સહિત અહિં આવી તમને આનંદ પમાડશે. આનાં વચનામૃતથી સીતા હર્ષ પામી તેમની રાહ જોવા લાગ્યા. રાવણ, લક્ષમણુના મરણથી ક્ષણવાર હર્ષ પામ્યા અને ક્ષણ પછી ભાઈને પુત્રને સંભારી રૂદન કરવા લાગે.
તે વખતે કઈ વિદ્યાધર ભામંડળને કહેવા લાગ્યું કે મને રામના દર્શન કરાવો. હું લક્ષમણના જીવવાને ઉપાય બતાવીશ. આ સાંભળી ભામંડળ તેને રામની પાસે લઈ ગયે. તેણે મને પ્રણામ કરી કહયું કે હું સંગીતપુરના રાજા શશીમંડળની સુપ્રભા રાણીથી જન્મ પામેલ, પ્રતિચંદ્ર નામે વિદ્યાધર છું. મારી રાણી પ્રિયંકરા બહુ રોગથી પીડાતી હતી. અન્યદા ગર્ભ રહેતાં તે ગર્ભના પ્રભાવથી રોગરહિત બની. તેણુએ પુત્રીને જન્મ આપે. તેનું વિશલ્યા નામ પાડ્યું. તેના સ્નાન જળથી સિંચન કરતાં લેકેને વ્યાધિને નાશ પામ્યા. તે વખતે સત્યભૂતિનામે ચારણમુનિ પધારતાં તેમણે મને કહયું કે “તમારી દીકરી વિશલ્યાના પૂર્વજન્મના તપથી વ્યાધિઓ નાશ પામ્યા છે હવે પછી પણ તેને સ્નાન જળથી ગમે તેવા ઉપદ્રવ નાશ પામશે. તેમજ તેના પતિ લમણ વાસુદેવ થશે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org