________________
રાવણને સીતા હર્ષ પામ્યાનું જણાવતાં રાવણે મંદરીને તેની પાસે મોકલી. ફરી પણ સીતાને સમજાવતાં સીતાએ તિરસ્કાર પૂર્વક તેને કાઢી મૂકી. એના ગયા પછી હનુમાને પ્રગટ થઈ સીતાને પિતાની ઓળખાણ આપી રામલક્ષ્મણના સમાચાર આપ્યા. અને કહ્યું કે રામે તેમની મુદ્રિકા આપી મને મોકલ્યા છે. અને તમારો મૂડામણી લાવવા કહ્યું છે. હનુમાનના આગ્રહથી સીતાએ એકવીશ દિવસે પારણું કરી પિતાને ચૂડામણ એંધાણી તરીકે આપે. અને જલ્દી ચાલ્યા જવા કહયું.
હનુમાને કહયું “તમે ભય પામશે નહિ. તમે કહે તો રાવણને જીતીને તમને મારી ખાંધ પર બેસાડી રામ પાસે લઈ જાઉં. સીતાએ કહયું તમારામાં તે વાત સંભવે છે. પરંતુ મને પરપુરૂષને સ્પર્શ એગ્ય નથી. માટે તમે જલદી રામલક્ષ્મણ પાસે જાઓ તેઓ જે એગ્ય હશે તે કરશે. હનુમાને કહ્યું હું ત્યાં જતાં પહેલાં મારું પરાક્રમ રાવણ તથા રાક્ષને બતાવતો જઈશ. બહુ સારૂ કહી પિતાને ચૂડામણી તેને આપી વિદાય કર્યો.
હનુમાને દેવરમણ ઉદ્યાન ભાંગી નાખ્યું તેથી રાક્ષસ તેને મારવા આવ્યા તેઓને પણ હનુમાને મારી નાખ્યા. રાવણને ખબર પડતાં પુત્ર અક્ષકુમારને સૈન્ય આપી હનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org