________________
જોઈએ. કારણ કે લંકામાં પ્રવેશ કરે અને નીકળવું બહુ મુશ્કેલ છે. તે દૂત લંકામાં જઈ વિભીષણને સીતા પાછી સેપવા કહે. કારણ કે તેજ તેના ભાઈ રાવણને સમજાવી શકે તેમ છે. અને જે રાવણ નહિ માને તે ન્યાયી વિભીષણ તમારી પાસે આવશે. રામે તેઓની વાત સ્વીકારી સુગ્રીવ સામું જોયું. સુગ્રીવે તરત હનુમાનને તેડા. હનુમાને આવી રામને પ્રણામ કર્યા.
સુગ્રીવે રામને કહ્યું કે “આ પવનંજયને પુત્ર હનુમાન વિપત્તિમાં અમારે પરમ બંધુ છે. તેને જ આપ સીતાની શોધ માટે મેકલો” હનુમાને કહ્યું કે “મારા કરતાં પણ ચઢીયાતા વિદ્યાધરે ઘણુ છે. પરંતુ સનેહને લીધે સુગ્રીવ મને કહે છે. હવે આપ કહેતો લંકાને ઉપાડી અહિ લાવું ? અગર રાવણને તેના ભાઈઓ સાથે બાંધીને લાવું ?
રામે કહયું કે તારામાં તે વાત સંભવે છે. પરંતુ હમણું તો તું લંકામાં જઈ સીતાની શોધ કરી આવી અને મારી મુદ્રિકા તેને આપી તેને ચૂડામણ એંધાણ માટે લાવજે, અને સીતાને આશ્વાસન આપજે. કે ચેડા દિવસમાં લમણને હાથે રાવણને નાશ થશે. હનુમાને રામને કહ્યું કે” હું લંકામાંથી પાછે આવું ત્યાં સુધી આપ અહિંજ રહેશે. એમ કહી વિમાનમાં બેસી હનુમાન લંકા તરફ ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org