________________
આજે કેન્વેન્ટ સ્કૂલમાં ભણતાં ખાળકાના ચિત્તમાંથી આ સંસ્કરો લુપ્ત થતાં જાય છે, તેએ પશ્ચિમી પદ્ધતિનુ અનુકરણ કરી પશ્ચિમની સભ્યતામાં ઢળી રહ્યાં છે. તે સ્થિતિમાં ફિલ્મ સૃષ્ટિના નિર્માતા રામાનન્દ્ર સાગર લખે છે કે રામાયણના પ્રેરક-પ્રસંગાને પસંદ કરીને ફિલ્મ દ્વારા રજુ કરવા પાછળના આશય એટલા જ છે કે જેથી લાકે તે જોઇને તે આદŕને, તે સંસ્કૃતિને જીવનમાં અપનાવી શકે.
તમે રામાયણ સાથે આજના લેાકેાની જીવનની રામાયણને સ્હેજ સરખાવી જુએ તે જણાશે કે લેાકેાનુ જીવન કેવું કઢંગુ ખનતું જાય છે. રામાયણના જે અદશે પદ, પ્રતિષ્ઠા અને પૈસાને ઠાકરે માર્યાં ત્યારે તે માટે જ લેાકા ઘર-ઘરમાં લડે ઝગડે છે. કયાં કાઈ સુમેળ ક્યાય છે? રામાયણની કહાણી આજે જાણે એક નેવેલ કથા જેવી બની ગઈ છે.
હું આશા રાખું છું' કે આ સરળ અને સચિત્ર રામાયણ વાંચી-બાળકેાને વ'ચાવી કે તેને સભળાવી તેમાંથી શીલ-સદાચાર ભાતૃપ્રેમ, મર્યાદા અને ત્યાગના આદર્શ એ બધા માટે આપણે આગ્રહી ખનીશું. તા પ્રયત્ન સફળ થયે ગણીશ.
વીર સ’. ૨૫૧૫
કારતક સુદ ૧
સુરત–૨.
Jain Education International
આ. ચિદાનંદસૂરિના ધર્માં લાભ માહનલાલજી જૈન ઉપાશ્રય ગોપીપુરા સુરત–૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org