________________
૪૨
પુત્ર છે. તેણે વિજયસેન મુનિ પાસે દીક્ષા લઈ મોટું તપ કર્યું. એક વખત કનકપ્રભ વિદ્યાધરને સમેત શીખરને યાત્રા કરવા જતાં પ્રભાસમુનિએ જોઈ નિયાણું કર્યું કે “આ તપના ફળથી હું આ વિદ્યાધર જે સમૃધ્ધિવાન થાઉં” ત્યાંથી મૃત્યુ પામી ત્રીજા દેવલેકે ગયે. ત્યાંથી ચચવીને હે વિભીષણ? તે તારે ભાઈ રાવણ થયેલ છે. યાજ્ઞવલ્ય બ્રાહ્મણને જીવ ભવ ભમીને તું વિભીષણ થયે છું.
શ્રીભૂતિને જીવ સ્વર્ગમાંથી ચ્યવને પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખત તેણે પુંડરીક વિજ્યમાંથી ચક્રવતિની અનંગસુંદરી નામે કન્યાનું હરણ કર્યું ચક્રવર્તિએ તેની પછવાડે વિદ્યાધરને મોકલ્યા તેમની સાથે યુદ્ધ થતા પુનર્વસુના વિમાનમાંથી અનંગસુંદરી નીચે પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણ કરી પુનર્વસુએ દીક્ષા લીધી ત્યાંથી કાળકરી દેવામાં ગમે ત્યાંથી ચ્યવીને તે લક્ષમણ થયેલ છે. અનંગસુંદરી વનમાં રહી તપ કરવા લાગી છેવટે અનશન કર્યું. ત્યાં કોઈ અજગર તેને ગળી ગયે. સમાધિથી મૃત્યુ પામી તે દેવલેકમાં દેવી થઈ ત્યાંથી ચ્યવને લક્ષમણની વિશલ્યા નામે પત્નિી થઈ છે.
ગુણધર નામે ગુણવતીને ભાઈ ઘણું ભવ ભમી કુલમંડિત નામે રાજપુરા થયેલ છે. આ પ્રમાણે સંસારમાં અરસપરસ ઘણા વિચિત્ર પ્રસંગે બને છે. સીતા ઉમર લાયક થતાં તેના વરને માટે જનકરાજા ચિંતા કરવા લાગ્યા. તે સમયે અર્ધરદેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org