________________
૩પ
એકલે જનકરાજા રાવણને મારી શકશે નહિ એમ ધારી જનકને મારવા ગયો નહિ. દશરથ અને જનક બન્ને મિત્રે ફરતા ફરતા કૌતુકમંગળ નગરમાં કૈકયીના સ્વયંવરની વાત સાંભળી ત્યાં આવ્યા અને તે બને ઉચા આસને બેઠા. કેકેયી સ્વયંવર મંડપમાં આવી બધા રાજાને જોયા પછી દશરથના કંઠમાં વરમાળા પહેરાવી. હરિવહન વગેરે રાજાએ કેકેયીને ખૂંચવી લેવા દશરથ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા દશરથે કૈકેયીને કહ્યું કે “જો, સારથી થાય તે હું બધા શત્રુઓને હણી નાખું. કૈકેયી ચોસઠ કળામાં પ્રવીણ હોવાથી સારથી બની તેથી દશરથે બધા શત્રુઓને પરાજીત કરી દઈ કેયીને પરણ્યા. અને તેને વરદાન માગવા કહ્યું તેણએ કહયું “જરૂર પડે માગીશ” પછી દશરથ તેને લઈને રાજગૃહી નગરે ગયા અને જનક પિતાની મિથિલા નગરીએ ગયે.
દશરથ રાજા મગધપતિને જીતીને રાજગૃહ નગરમાંજ રહયે. રાવણની શંકાથી અધ્યાથી બધું અંતપુર તેડાવી લીધું. વખત જતાં કૌશલ્યાએ ચાર સ્વપ્ન સૂચિત બળદેવ પુત્રને જન્મ આપે. દશરથે પુત્ર જન્મત્સવ ઉજવી તેનું પમ નામ પાડ્યું પણ લેકમાં તે રામ નામથી પ્રખ્યાત છે. ત્યાર પછી સુમિત્રાએ સાત સ્વપ્ન સૂચિત વાસુદેવ પુત્રને જન્મ આયે. દશરથે પ્રથમ કરતાં અધિક જન્મોત્સવ ઉજવી
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org