________________
-
રત્નશ્રવ એ આ સાંભળી તે ખાળ નું સુખ નવ મણિયનાં હાર માં પ્રતિબિંબ થતાં જોઈ તેનુ' દશમુખ નામ પાડયુ અને કહ્યુ કે મારા પિતાને કાઈ મુનિએ કહ્યું હતું કે જે તમારા પૂર્વજના હાર પહેરશે તે પ્રતિવાસુદેવ અને અર્ધચક્રી થશે. ત્યારપછી કેકસીએ સૂર્ય અને ચંદ્રના સ્વપ્નથી સૂચિત એપુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યું. મેટા પુત્રનું નામ કુંભકર્ણ પુત્રીનું નામ સુર્પણખા અને નાના પુત્રનું વિભીષણુ નામ પાડયુ, ત્રણે ભાઈએ સાળ ધનુષ્યન ઉચી કાયાવાળા નિર્ભયપણે સુખે રહેવા
લાગ્યા.
રાવણુના દિ ણવિજ્ય
એક વખત દશમુખે વિમાનમાં બેસીને આવતા વૈશ્રમણ રાજાને જોઈ માતાને પુછતાં તેની માતાએ કહ્યું કે તે મારી મેોટીબહેન કૌશીકાના પુત્ર છે તેને ઇન્દ્ર લંકાનગરીનું રાજ્ય આપ્યુ છે તારા દાદા માળીરાજાને મારી ઇન્દ્રો આપણું લંકાનુ રાજ્ય પડાવી લીધું છે. પૂર્વ ભીમેન્દ્ર આપણા પૂર્વજોને રાક્ષસદ્વીપ પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. હવે તે ક્યારે પાછી મળશે તેની ચિંતાથી હું દુખળી બની છું. વિભિષણે માતાને કહ્યું કે માતાજી' આપ ચિંતા કરશે નહિ તમે હજુ તમારા પુત્રાનું પરાક્રમ જાણતા નથી મેટાભાઈ દશમુખ આગળ ઈન્દ્રને ટૌકામણુ તુચ્છ છે ! દશમુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org