SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની શોર્ય-સાહસ -ધર્મ અને નીતિ થાઓ તીર્થાધિરાજ શત્રુંજયની સખાતે --શ્રી ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ નથી નામ રહંતા ઠાકરાં, નાણા નવ રહંત; કીતિ કેરા કોટડાં, પાડ્યાં નહીં પડત. અર્થાંત-સુખ, સમૃદ્ધિ કે સ`પત્તિ કાયમ રહેતા પણ માનવીનું નામ જ અમર રહે છે. માનવીના ત્યાગ, ભાગ અને બલીદાનથી ઉભી થયેલી પ્રીતિ રૂપી ઇમારત કદી પણ્ નાશ પામતી નથી . પાલીતાણાના બ્રહ્મભટ્ટોની શહાતે હતના ઉજજવળ ઇતિહાસ જૈન સમાજની તવારીખમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેàા છે. જેની પ્રતીતિ નીચેના એક પ્રસંગ ઉપરથી થાય છેઃ પાલીતાણા ગામના ચારામાં તમામ બ્રહ્મભટ્ટો એકડા થયેલા છે, તમામની મુખમુદ્રા ચિંતામગ્ન દેખાય છે. આજે આખાએ પાલીતાણા ગામમાં તીવ્ર સન્નાટો છવાઇ ગયેલ હાઈ, તેની અસર બ્રહ્મભટ્ટોના ચહેરા ઉપર પણ દૃષ્ટિ ગેાચર થતી હતી. અમદાવાદના સુલતાન મહુમદશાહે પાવાગઢ અને જૂનાગઢ એ બે અજિત મનાતા કિલ્લાએ જીતી લઈ બેગડા બિરદ ધરાવ્યું હતું. અને જિતાયેલા મુલકામાં આવેલાં હિં...દુ-જૈન દેવાલયો તાડતા તેાડતા તે પાલીતાણા તરફ વટાળિયાની માફક આવી રહ્યો હતા, તેવા સમાચાર પાલીતાણા ગામમાં વાયુવેગે પ્રસરી જવાથી, આજ સવારથી નાસભાગ થઈ રહી હતી. તે પાલીતાણામાં આવી નેાના પવિત્ર તી`રાજ શત્રુ જયનાં દેવાલયાની ભાંગફેાડ કરવાની તીવ્ર આકાંક્ષા ધરાવતા હાવાની વાત પણ સાથે સાથે પ્રસરી જવાથી, પાલીતાણા ગામનું જૈન મહાજન એકઠુ થયુ'. પવિત્ર તીને બચાવવા ઘણી ચર્ચાઓ કરી, પણ કંઈ નિર્ણય થઇ શકયા નહિ. કાઇએ ધનની લાલચ આપવાના ઉપાય સૂચવ્યેા, પરંતુ તે પણ નિષ્ફળ નીવડવાના પૂરા સંભવ હતા. જૂનાગઢ પડ વાથી સૌરાષ્ટ્રના બીજા નાના-મેટા રાજવીએ વગર લડયે તાબે થઇ ગયા હતા, અથવા રાજધાની છેડી દૂરના ભાગેામાં જઈ સંતાઈ બેઠા હતા. જે સામા થયા હતા, તેમના સુલતાનને હાથે નાશ થયા હતા. એટલે તેની સામે હિંસક સામનો થઇ શકે તેમ ન હતું. પરંતુ મહાજનના પ્રમુખ અને પાલીતાણા ગામના નગરશેઠ મેાતીચંદ્ર રોડને કોઈપણ ભાગે તીથરાજ શત્રુંજયને બચાવવાની તીવ્ર ઇચ્છા હતી. બીજો કાઈ ઉપાય ન સૂઝવાથી તે મૂઝાવા લાગ્યા. પરંતુ Jain Education International એવામાં એક ઉપાય તેમને સૂઝી આવ્યેા. જો પાલીતાણાના બ્રહ્મભટ્ટો આ પવિત્ર તીથ ને રક્ષવાની જવાબદારી ઉપાડી લે તેા તી રાજ શત્રુજય બચી જવાની પૂરી સંભાવના હતી. એટલે તે વાત તેમણે મહાજન સમક્ષ રજી કરી. મહાજને સર્વાનુમતે તે વાત કબૂલ કરી. અને સૌના મનને ખાતરી થઈ, કે આજે આ તીને કાઇ પણ ખચાવે તેમ હાય તો તે પાલીતાણાના બ્રહ્મભટ્ટો જ! (૨) બ્રહ્મભટ્ટ કામ પેાતે શ્રી, એકવચની અને વફાદાર હાઈ સત્યને ખાતર પોતાના જાનને પણ જોખમમાં મૂકે તેવી છે. તે કામના અહિં`સક સામના આગળ ભલભલા બાદશાહે પણ નમતું આપતા. તે કેમના આ સદ્ગુણેાથી અન્ય તમામ કામે તેને પવિત્ર અને પૂજનીય માનતી હતી. બ્રહ્મભટ્ટો પેાતાની આ આબરૂ જાળવવા માટે પેાતાના જીવનની કુર બાની કરવામાં પણ કદી પાછી પાની ભરતા નહિ. પાલીતાણા ગામનું મહાજન બ્રહ્મભટ્ટોની પાસે આવ્યું. અને પવિત્ર તી'નું રક્ષણ કરવાની તેમને વિનતિ કરી. શરણાગતનું રક્ષણ કરવું અને અન્યાયને પ્રતિકાર કરવા એ તા બ્રહ્મભટ્ટોના વારસાગત સદ્ગુણ હતા. પરંતુ મહમદ બેગડા આ બાબતમાં ખૂબ કડક અને અનાડી હતા. એટલે બ્રહ્મભટ્ટાના આગેવાન કાળીદાસ કાભઇ આપાએ નગરશેડને કહ્યું :---- “શેઠ ! જયાં રા’ગંગાજળિયાનું બિરૂદ ધરાવનાર રા માંડલિક જેવાનું ના ચાલ્યું ત્યાં અમારા જેવાનુ શુ ચાલે ?’’ તે “રાવજી ? તમે તે દેવીપુત્ર છે. તમારી જમાનમાં મા શારદા સદૈવ હાજરા હજૂર વસેલાં છે. એટલે મુસલમાન બાદશાહે પણ તમારી કામને હિંદુ રા4મહારાજાઓની માફક માન આપી રહ્યા છે. માટે ગમે તેમ કરીને પણ અમારા પવિત્ર તીના કોઇ પણ હિસાબે અચાવ કરી આપે એવી અમારી પ્રાર્થના છે. અમારા જૈન સમાજ આ બદલ સૃષ્ટિની હયાતિ સુધી આપને આશિંગણ રહેશે. માટે અમારી લાજ તમારા હાથમાં છે.” નગરશે મેાતીચંદ્ર મેલ્યા. “શેઠજી ! એ બધી હકીકત ખરી છે. મુસ્લિમ સત્તાપ્રીશા પણ અમારી કામને માન આપે છે, પરંતુ અહીં તે સુલતાનની નરી ધર્માંધતાના પ્રશ્ન જણાય છે. અને એવી ધર્માંધતામાં તા તે સારાસારને વિવેક પણ ભૂલી જાય છે. એટલે અમારૂં માન સચવાય નહીં તેા ? ” રાવજીએ જવાબ આપ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy