SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ ગુજરાતના આરિતા પટેલ ગેરધનભાઇ છગનભાઇ હાલ સડસઠ વર્ષની જૈફ વયે પહોંચેલા શ્રી ગોરધનભાઈને જન્મ રાજપીપળામાં થયો હતો. તે વખતની રાજ્યની લેકસભામાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જવાબદાર રાજ્યતંત્રની ચળવળમાં આપે આગેવાની ભર્યો ભાગ ભજવ્યો હતો. એટલું જ ન'હું વિલીનકરણના મહાન પ્રસંગે પણ આપે દેશની અમૂલ્ય સેવા કરી હતી. ઝગડીઆ તાલુકા કેંગ્રેસ સમિતિના પ્રમુખતરીકે વર્ષોથી આપ સેવા આપી રહ્યાં છે. રાજનૈતિક આંદોલનોની સાથે સાથે આપે સામાજિક ઉત્થાનની લગભગ બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કામ કર્યું છે. જેવી કે આરેગ્ય મંડળ, શિક્ષણ મંડળ વગેરે. આજના સહકારી પ્રવૃત્તિના યુગમાં આપે સહકારી ક્ષેત્રે પણ હિંમતભેર ઝંપલાવ્યું છે. ખેડૂતોને કપાસનું રૂપાંતર કરી કપાસીઓનું વેચાણ કામ કરી ખેડૂત ની સાચી સહાય કરી છે. તેઓની સેવાની સરકારે પણ કદર કરી છે. તઓ છેલ્લા પંદર વર્ષથી “ઓનરરી મેજીસ્ટ્રેટ” રૂપે કાન કરે છે. પટેલ નટવરલાલ તળજાભાઇ શ્રી નટવરલાલભાઈને જન્મ વડોદરા રાજ"ના સમસાવ ગામે આર્ય સંસ્કૃતિના પરમ સમર્થક એવા તળજાભાઈને ત્યાં થયો હતે. સૂપા તથા હરદ્વારના સુપ્રસિદ્ધ આર્યશિકાગના કેન્દ્રોમાં ગુરૂચરણેમાં વિદ્યાભ્યાસ કરી આપે “વેદ લંકરની સર્વોચ્ચ ઉપાધિ લીધી. અભ્યાસકાળ બાદ ૫ સરદાર પટેલની પ્રેરણાથી આઝાદીના જંગમાં ઝંપલાવ્યું. આવું સમાજના પ્રખર પુરકર્તા હોવાથી આપે હરિજનો દ્વાર, વિધવા વિવ , બાલવિવાહ પ્રતિબંધ વગેરે કામોમાં ઊંડો રસ લઈ સમાજના કુરિવાજો નાબુદ કર્યા. ગુજરાતની સુપ્રસિદ્ધ આર્ય કન્યા વિદ્યાલયમાં વિવિધ રૂપે આપે સેવા આપી છે. વડોદરાની આર્ય કુમાર મહાસભાના આપ એક અંતરંગ સભ્ય હતા. કોંગ્રેસના ભેખધારીઓ આપની ગણના થાય છે. ઈટાળ.ને સમસ્ત ગુજરાત તથા ભારતના નકશામાં આપે નામ અપાવી પાટીદાર કોમના અનિષ્ટને ડામવામાં સફળતા મેળવી છે. પ્રગનિશીલ ખેતીના આપ સમર્થક છે. ગુજરાત સરકારે આપને “સેકન્ડ કલાસ માનદ્દ ન્યાયાધીશ” નીમી આપની સેવાની કદર કરી છે. શ્રી લલુભાઈ મકનજી - દક્ષિણ ગુજરાતના પ્રથમ પંક્તિનાં સેવકેમાં તેમનું નામ સદૈવ ગૌરવભેર લેવામાં આવે છે. આમ ૧૯૪૨ની દક્તિના વિસમાં લોકસભાના પ્રથમ અધ્યક્ષ રવ. દાદાસાહેબના પરિ ચયમાં આવ્યા તથા પૂ રવિશંકર મહારાજના આદેશને રવીકારી દેશના રાજદ્વારી કેદીઓની સહાય માટે જેલમાં જ રહી સફળતાપૂર્વક કામ કર્યું. તેઓની પ્રમાણિકતા તથા નિષ્ઠા જોઈ અગ્રે પણ મુગ્ધ થયા હતા. પોતે બી.એ. એલ. એલ. બી. હાઈ તથા હાઈકોર્ટની એડકેટની સાદ હોવા છતાં વકીલાતના ધંધામાં જવા કરતા દેશસેવાના કાર્યમાં જ રસ લીધે. તે તેમની દેશભક્તિને પૂરાવો છે. સ્વાતંત્ર્ય કાળ દરમિયાન અનેકવાર કારાવાસ ભોગવ્યા. તે દરમિયાન આપની શક્તિઓથી શ્રી સુચેતા કૃપલાની તથા રાજેન્દ્રપ્રસાદ બાબુ જેવા રાષ્ટ્રીય નેતાઓ પણ પ્રભાવિત થયા. તેઓની રાજનૈતિક કાર કદી અત્યંત તેજસ્વી તથા સફળ રહી છે. ૧૯૪૬માં ધારાસભામાં તથા 'પર અને પ૭ની ચૂંટણીમાં પણ ધારાસભામાં જંગી બહુમતિએ ચૂંટાયા હતા. ધારાસભાના દરવાજેથીએ રાજકીય નેતા ની સાથે ગાંધી સાહિત્યના લેખક છે. ગાંધીજીના પાવનપ્રમ ગો-પુસ્તકને રાજ્ય સરકારે પ્રથમ નામ આપ્યું હતું. વ્યક્તિગત જીવનમાં સુદામા જેવી ગરીબાઈને તે એ હસતે મોઢે સહી લીધી હતી, તે વાત હજુ પણ ઘણાં ઓછા જાણે છે. ધનદેલતને મેહ તેમને ક્યારેય થયો નથી એ તેમની વૈષ્ણવતાની પ્રતીતિ સૌને કરાવે છે. ઉચ્ચ આદર્શો સાથે જાહેર જીવનને દીપાવનાર લલુભાઈ જેવા સપૂતોથી ગુજરાતનું મે ઉજળું છે. રાજ્યકક્ષાની અનેક ઉચ્ચ કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા એમાં તેમણે આગળ પડતું કામ કર્યું છે. ગરીબ વિદ્યાથીઓ માટે એક હલકુંડ પણ તેઓ ચલાવે છે. સતત બીજીવાર પણ આપની પસંદગી વલસાડ જીલ્લા કલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરી પ્રજાએ આપની સેવાને અહર્નિશ બિરદ વી છે. સામાન્ય રીતે પ્રૌઢવયે કહેવાતા હોવા છતાં પણ આપ આજે પણ જુવા ના જુસ્સા ની સમાજનું કાર્ય કરી રહ્યાં છે જે આદર્શ અને અનુકરણીય છે. શ્રી સાંકળચંદ પટેલ મહેસાણા જીલ્લાની સહકારી પ્રવૃત્તિના એ પ્રણેતા છે, એટલું જ નહિ, પણ સહકારી પ્રવૃત્તિના ક્ષેત્રે એમણે જે સિદ્ધિઓને નવો વિક્રમ નોંધાવ્યો છે તેથી ભારતભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. એમના માર્ગદર્શન નીચે બંધાયેલા પુલે, મકાનો અને રસ્તાઓ એમના પ્રચંડ પુરુષાર્થ અને વ્યવસ્થાશક્તિનાં ઉજજવળ પ્રતીક બની રહ્યાં છે. સામાજિક સેવાના કઈ પણ ક્ષેત્રમાં જરૂર જણાતાં એમણે જે ઉત્સાહથી માર્ગદર્શન, સાથ અને સહકાર આપ્યાં છે તે ન ભુ વાય તેવાં છે. આવા એક અદના રચનાત્મક કાર્યકરની પરિપૂર્તિ ઊજવી તેમનું ગૌરવ કરવાને જે નિર્ણય જિલ્લાના કાર્યકરોએ લાધે છે તે પ્રશંસનીય છે. [ આ સ્તુત્ય નિર્ણયથી જિલ્લાની કદરદાન પ્રજાએ પે તાના ગૌરવમાં પણ વધારો કર્યો છે.] આ જિલાને સમૃદ્ધ બનાવવામાં સહકારી પ્રવૃત્તિ અને સામાજિક સેવા દ્વારા એમણે જે અનન્ય પ્રવાસ કર્યો છે તે ઉત્તર ગુજરાતની પ્રજા કદીયે વિસરી શકશે નહિ. [ આ બદલ એમનું નામ ઉત્તર ગુજરાતના વિકાસના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે.] - વડાદરા રાજ્ય સભાના પ્રજામંડળમાં જોડાઈને એમણે સેવાભાવી જીવનની શરૂઆત કરી. ૧૯૪૨ની હિંદ છોડની ચળવળમાં એમણે નીડરતાથી ભાગ લીધો છે. સ્વરાજ્યપ્રાપ્તિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy