SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રુિહદ ગુજરાતની અસ્મિતા STOCKISTS & DEALERS આજે જ્યારે સંગીતકારોને માટે સંગીત શીખવાની પૂરી તક છે તેમજ સંગીતકાર ફરી પાછું માન મેળવવા માંડ્યો છે, આજે જ્યારે યુનિવર્સિટીના શિધામમાં સંગીતને સ્થાન મળવા માંડ્યું છે. ત્યારે કમભાગ્યની વાત એટલી જ છે કે આજે ગુજરાતમાં શ્રેષ્ઠ ગણી શકાય તેવા સંગીતકારો આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ છે. જે ગુજરાત પ્રાચીનકાળમાં સૌરાષ્ટિકા, બિલાવલ, અહિર ભૈરવ, ગુર્જરી ટેડી તથા ખંભાવતી જેવી રાગરાગિણીઓની હિંદના શિષ્ટ સંગીતને ભેટ ધરી છે અને કેટલાક સંગીતાચાર્યો પણ આપ્યા છે તે પ્રદેશમાં સંગીતકારોનો આટલો દુષ્કાળ તે ખરેખર વિધાતાની બલિહારી કે પુર્વકાળનો પરિપાક છે. સરકાર કે યુનિવર્સિટી તરફથી ચાલતી અગર ખાનગી સંગીત સંસ્થાઓએ જ શિષ્ટ સંગીતને જિવાડવું હશે તે સંસ્કૃત અને હિન્દીમાં ભળતા સંગીત ઉપરના ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરી સંગીત ઉપરનું સાહિત્ય સમૃદ્ધ બનાવવું પડશે. તેમ જ સંગીતશિક્ષાને પદ્ધતિસરને અભ્યાસક્રમ ગોઠવી સિક્ષણની આગવી પરંપરા મુજબ સંગીત શીખવવાનું હાથ ધરવું પડશે. અત્યારે કોલેજમાં અને શાળાઓમાં જે રીતનું ઉપરછલકિયું શિક્ષણ અપાય છે તેથી વખતે તેમાંથી સંગીતવેત્તાઓ નીકળશે કે સંગીતના વિદ્યાથી નીકળશે, પણ સંગીતના કલાકારો પેદા કરવા હશે તો પ્રાચીન સમયમાં જે રીતે ઘનિટજ્ઞાન મળતું તે રીતે શિક્ષણ આપ્યા વિના છૂટકે જ નથી | ગુજરાત પાસે શિષ્ટ સંગીતની બાબતમાં ભલે સળંગ અને ભવ્ય ભૂતકાળ ન હોય, પણ સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બીજુ, આતિયરામ અને ઓમકારનાથજી જેવા મહાન જ્યોતિર્ધર તો જરૂર જોવામાં આવે છે, જેની કલાનાં તેજવી કિરણ સદીઆનાં અંધારા વચ્ચે આજ સુધી ગુજરાતની ધરતીને પ્રકાશમય અને દૈદીપ્યમાન બનાવે છે. આ જ્યોતને અજવાળે ગુજરાત તે સંગીત-કલાના જ્ઞાન અને શિક્ષણને વધુ ઉજજવળ અને તેજસ્વી બનાવી શકે. (માહિતી ખાતાના સૌજન્યથી ) UNITED OVERSEAS TRADING CORPORATION 32, KIKA STREET, GULALWADI, BOMBAY-4 Phone 263107 Grams GERLIGHTCO INDIANOIL C. CANTT & CO. I. O. C. PETROL & DISEAL OILS MANOR, WADA, PADGA, H, O, 105, Moday Street, BOMBAY | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy