SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદના જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી; અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવભયતણાં, પાતક સબ દહીયે. ૐ હ્રીં વર્ણ જોડી કરી, જપીએ પારસનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીયે અવિચળ ઠામ. તવન (રાગ : પ્રભજી શું બાંધી પ્રીતડી... આધારિત). શ્રી ચિંતામણિ પાસજી, દાદાવાત સુણો એકમારીરે, માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભક્તિ ન છોડું તોરી રે..૧ માહરી ખિજમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે, ' હવે દેવાની શી ઢીલ છે? શું કહેવું તે કહીએ થાને રે..૨ તે નિરુણ સવિપૃથ્વી કરી, ધનવરસી વરસીદાને રે, માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાને રે..૩ હું તો કેડ ના છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામી રે, મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી રે..૪ મત કહેશ્યો તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે, મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યો રે.૫ કાલસ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસ રે, | મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે..૬ અમે ભક્ત મુક્તિને ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે, વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે..૭ બાળક તે જિમતિમ બોલતો, કરે લાડ તાતને આગેરે, - તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સઘળું રાગ રે..૮ મારે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે, વાચક જસ કહે સાહિબા, એ રીતે તુમ ગુણ ગાવું રે..૯ થોય વારાણસી મંડણ, સોહીએ પા જિણંદ, તેહને તમે પૂજો, નર-નારીના વૃંદ ! એ ગૂઠયો આપે, ધણ-કણ કંચન ક્રોડ, તે શિવપદ પામે, કર્મતણા ભય છોડ. Jain Eau ornational - W atery pry
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy