SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની વાણી સાંભળી ચક્રવર્તી ભરતે સર્વપ્રથમ આ તીર્થની વંદના કરીને ભવ્ય જિનાલયોનું નિર્માણ કરાવ્યું. આ ઘટનાનાં લાખો વર્ષ બાદ શ્રી અજિતનાથ ભગવાને ‘સિદ્ધવર’ ટૂક પર નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ ૧,૮૦,૮૪,૦00મુનિઓએ આ ભૂમિ પર સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. - જંબુદ્વીપના દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં સ્થિત આ ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪,૪૮૮ ફૂટની ઊંચાઈએ આવેલો છે એટલે કે સાત કોશ ઊંચો અને પાંચ કોશ પહોળો છે. આ પહાડ અનેક જાતિનાં વૃક્ષો, વલયો, તૃણો, હરિત વનસ્પતિઓ અને ૩૫0 ઔષધિઓના આચ્છાદનથી લીલોછમ દેખાય છે, માટે જ તો આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતે રાજા ગણવામાં આવે છે. વિ.સં. ૧૬૪૮ તા. ૧૨-૪-૧૫૮૨ના રોજ આચાર્ય વિજયહીરસૂરિજીને સમ્રાટ અકબરે શ્રી સમેતશિખરજી તથા સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેસરિયાજી, આબુજી અને રાજગૃહીની પાંચ પહાડી એક વિશેષ ફરમાન સાથે ભેટ આપ્યાં હતાં. ત્યાર બાદ વિ.સં. ૧૮૦૮માં જગતશેઠ મહતાબરાયને રાજા અહમદશાહે મધુવન સહિત ૩૦૧ વીઘા જમીન ભેટ આપી. આગળ જતાં વિ.સં. ૧૮૧૨માં આ ‘પારસનાથ પહાડ’ કરમુક્ત જાહેર થયો હતો. અંતે ૯ માર્ચ, ૧૯૧૮ના રોજ અમદાવાદના સુપ્રસિદ્ધ ધર્મવીર આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈએ આખો પહાડ પાલગંજના રાજા પાસેથી બે લાખ બેતાલીસ હજારમાં | વેચાતો લઈ તીર્થરક્ષક આણંદજી કલ્યાણજી પેઢીને અર્પણ કર્યો હતો. - નિર્વાણકલ્યાણકની ભૂમિના વાયુમંડળમાં ભગવાનની અંતિમ સાધનાના મનોવર્ગણાના પુદ્ગલોના વિસ્ફોટો વેરાયેલા છે તેમનાં તેજવર્તુળો પથરાયેલાં છે અને તેમની પવિત્ર વાણીના ભાષાવર્ગણાના પુદ્ગલો આવર્ત લઈ રહ્યા છે. તેમના સુગંધમય ઉચ્છવાસોથી તે વાયુમંડળ આજે પણ મઘમઘે છે. અહીં બધું છે, પણ આપણામાં તેની પ્રાપ્તિ અને ગ્રહણ માટે શ્રદ્ધા તથા યોગ્યતા હોય તો તેનો અનુભવ આજે અબજો વરસો વીતી ગયા પછી પણ આપણને અને સાધકોને થાય છે. ચૌદમા સૈકામાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજીએ તેમના ‘વંદારવૃત્તિ' નામના ગ્રંથંમાં નોંધ્યું છે કે આ શિખરજી પર દેવાલયો અને જિનમૂર્તિઓ છે જેની પ્રતિષ્ઠા સં. ૧૩૪પમાં થઈ હતી. નવમી શતાબ્દીમાં વનવાસી ગચ્છના આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, જે ભગવાનના ૩૨મી પાટ પર સુશોભિત હતા તેમણે સાત વાર આ તીર્થભૂમિની જાત્રા કરી અને ૨૦ તીર્થકરના નિર્વાણ સ્તૂપોની સ્થાપના કરાવી. - વિ.સં. ૧૫૨૬માં આગ્રાના શેઠ કુમારપાળ સોનપાલ લોઢાએ અહીં યાત્રા કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૫૬૫માં પૂ.પં. હંસસોમમુનિ અત્રે સંઘ લઈને યાત્રા કરવા આવ્યા હતા. સં. ૧૭૫૦માં રચાયેલ તીર્થમાળા’ નામના ગ્રંથમાં જણાવેલ છે કે તે સમયે સમેતશિખરની તળેટી "મધુવન નહીં, પણ પાલગંજ હતી. ચઢવાનો માર્ગવિષમ હતો. વાઘ-સિહ અને હાથીઓનાં ઝુંડ નજરે પડતાં હતાં, વાંસનાં મોટાં જંગલો | હતાં, કેળનાં વન હતાં, સૂપોની વચ્ચે પાણીથી ભરેલો ત્રિકોણ કુંડ હતો અને હાથીઓ ત્યાં પાણી પીવા માટે આવતા હતા. સં. ૧૬૫૯માં ભટ્ટારક જ્ઞાનકીર્તિજીએ યશોધરચરિત’ ગ્રંથ રચ્યો. ગ્રંથમાં તેઓ જણાવે છે કે ચંપાપુરીની બાજુમાં આવેલ અકબરપુરના મહારાજા માનસિંહજીના મંત્રી શ્રી નાનુએ સમેતશિખરજી પર | મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. પાલગંજના રાજા પારસનાથના ભક્ત હતા. પાલગંજમાં આવેલી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ રાજાના સમય જેટલી પ્રાચીન છે. = સં. ૧૬૬૪પૂ. પં. જયવિજયજી શ્રી સંઘ સાથે શિખરજીની યાત્રાએ આવ્યા ત્યારે રાજા પણ સાથે યાત્રા કરવા જોડાઈ ગયા અને સાથે રહીને કાળજી લઈને શ્રી સંઘને સુંદર યાત્રા કરાવી. ૩૬ ૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy