SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ' પૂ.પં. સૌભાગ્યવિજયજીએ સમગ્ર ભારતમાં ચારે દિશાનાં તીર્થોની યાત્રા કરી હતી. સં. ૧૭૫૦માં તેમણે ‘તીર્થમાળા’ રચી. તે વખતે તેઓ શિખરજી પહાડ ઉપર રઘુનાથપુરથી ચઢ્યા હતા અને ત્યાંના રાજાએ પણ તેમને સાથે રહીને ભક્તિપૂર્વક યાત્રા કરાવી હતી. - અઢારમા સૈકામાં પૂ.પં. વિજયસાગરમુનિ સંઘ સાથે યાત્રી કરવા આવેલા. તે વખતે પણ પાલગંજના રાજાએ સાથે ને સાથે રહીને તેમને યાત્રા કરાવી હતી અને ભાવથી ભગવંતોની ચરણપાદુકાઓની ભક્તિ કરી હતી. વિક્રમની ૧૩મી સદીમાં રચાયેલા “શ્રી પ્રવચન સારોદ્ધારવૃત્તિમાં શ્રી સિદ્ધસેનસૂરિજીએ તીર્થસ્થાનોની ગણના આ ક્રમે કરી છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, નંદીશ્વર, મંદર, કુલાચલાષ્ટપદ, સમેતશિખરજી, શત્રુંજય, ઉજ્જયંત આદિ... એટલે કે ભૂમંડલ પર આવેલ આ તીર્થોમાં અગ્રિમ સ્થાન સમેતશિખરજીને આપેલ છે. સત્તરમી સદીમાં કવિ ૫. જયવિજયજીએ સમેતશિખરજી તીર્થમાળામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘સમેતાચલ શત્રુંજય તોલા, સીમંધર જીણવર એમ બોલાઇ, એહ વચત કવિ ડોલઇ...' | કવિ ઋષભદાસે પણ સત્તરમા સૈકામાં ગાયું છે કે, ‘સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિન પાય...” ‘વડું’ વિશેષણ લગાડીને તેની અગ્રગણ્યતા પ્રદર્શિત કરી છે. | શ્રી જીવવિજયજીએ ૧૮માં સૈકામાં સકલતીર્થની રચના કરી. તેમાં તે ભક્તકવિએ ગાયું કે ‘સમેતશિખર વંદુ જિત વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ...? કેટકેટલા ભાવોથી ગુરુભગવંતોએ તેનાં ગુણગાન કર્યા છે! પૂ. હંસસોમે વિ.સં. ૧૫૬૫માં અને ૧૬૬૪માં પૂ. વિજયસાગરજીએ પણ આ તીર્થ સ્તવ્યું છે. સં. ૧૬૬૪માં જ આ.પૂ. જયવિજયજી પૂ. હીરસૂરીશ્વરજી સાથે અકબરને પ્રતિબોધ કરવા દિલ્હી ગયા હતા ત્યારે ગાયું કે ‘સમેતાચલ દીઠો નયણે રે, સ્તવ્યો બહુ અમત વયણે રે.” | સં. ૧૭૪૬માં પં. શીલવિજયજીએ કહ્યું, ‘પારસનાથની ઓલગ કરિ, પ્રભની આણ સદા સિર ધરિ..” ની રક્ષા માટે થોડી ઠીક પૂર્વી ઘટના સન ૧૯૯૪માં તીર્થરક્ષાની શ્રી સંઘમાં હાકલ પડી ત્યારે પ.પૂ. શ્રી યુગભૂષણવિજયજી મ. સા.ની આજ્ઞા લઈ અમદાવાદમાં રહેતાં પ૬ વર્ષનાં સુશ્રાવિકા શ્રીમતી દર્શનાબહેન નયનભાઈ શાહે અઠ્ઠમના પારણે અઠ્ઠમ શરૂ કર્યા હતાં. ૪૨મા અઠ્ઠમે કોર્ટના આદેશ મુજબ બિહાર સરકારને આ પહાડ સોંપવાનો આવ્યો ત્યારે દર્શનાબહેને તીર્થને બચાવવા વધુ દૃઢ સંકલ્પ કરી અઠ્ઠમના પારણે આયંબિલ કરીને ૧૧ વર્ષ સુધી આ તપસ્યાનું મહાભિનિષ્ક્રમણ અનેકવિનો વચ્ચે ચાલુ રાખ્યું હતું. ૩૬ ૨a Education Interfસ છે ક્ષત્રિયાણી જેવી આ સુવિકાઝી તીર્થક્ષા કાજેની ભક્તિ ! www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy