SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ = નંદીવર્ધત તૂપમાં પ્રતિષ્ઠિત પ્રભુવીરનાં ચરણ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરિજીની દેરી પ્રભુવીરતા જીવન સાથે સંકળાયેલી શ્રી સમવસરણ મંદિરતી અદ્દભુત અને જાણવા જેવી સાત મહાન ઘટતાઓ ૧. તીર્થકરો ભગવંતો કેવળજ્ઞાન થયા બાદ પહેલી દેશના દ્વારા ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રભુની પ્રથમ દેશનાની ભૂમિ શ્રી અપાપાપુરી બની અને ધર્મતીર્થની સ્થાપના અહીં થઈ. ૨. પ્રભુવીરના પ્રથમ શિષ્ય બનવાનું અપ્રતિમ સદ્ભાગ્ય પામનારા શ્રી ગૌતમસ્વામીજીની અને - જે વ્યાખ્યાનપીઠને શ્રી સુધર્માસ્વામીની પાટ કહીએ છીએ તેમની પણ આ દીક્ષાભૂમિ છે. ૩. કલ્પસૂત્રનો ગણધરવાદ, શ્રી પાવાપુરીજીના મહસેનવનમાં ઘટના સ્વરૂપે સાકાર થયો હતો. પ્રભુ મહાવીરે ૧૧ મહાબ્રાહ્મણોનાં મનના સંશયોને તર્કબદ્ધ રીતે દૂર કર્યા તે વિષેનો વાર્તાલાપ, શ્રી મહસેનવનમાં દેવતાઓએ રચેલા સમવસરણમાં થયો હતો. એ જ સ્થાને શ્રી સમવસરણ મંદિરનું નિર્માણ થયું છે. ૪. તીર્થકર ભગવંતના શ્રીમુખે “ ૩ખેડુ વા, વિપામડુ વા, યુવેઠ્ઠ વી '' આ ગંભીર ત્રિપદીનું શ્રવણ કરીને શ્રી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે. ધર્મનાં દરેક રહસ્યો અને તમામ ઉપદેશોને સમાવતાં શ્રી આચારાંગ, શ્રી સૂત્રકૃતાંગ, શ્રી સ્થાનાંગ, શ્રી સમવાયાંગ, શ્રી ભગવતી સૂત્ર, | શ્રી જ્ઞાતાધર્મકથાંગ, શ્રી ઉપાસકદશાંગ, શ્રી અંત:કુદશાંગ, શ્રી અનુત્તરૌપપાતિક, શ્રી પ્રશ્નવ્યાકરણ, શ્રી વિપાક સૂત્ર અને દૃષ્ટિવાદે એવા બાર મહિમાવંત દ્વાદશાંગીની રચના આ ઐતિહાસિક ભૂમિ પર થઈ. ૫. ભગવાને શ્રમણધર્મની માફક ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી. આ રીતે સાધુ, સાધ્વી, શ્રાવક, આ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની-તીર્થની સ્થાપના તથા ૧૧ ગણધરોને ગણધરપદ વૈશાખ સુદ ૧૧ના રોજ - પ્રદાન કરવામાં આવ્યું. આમ, જૈન શાસનમાં મૈત્રી, કરુણા અને પ્રેમનો દિવ્ય સંદેશ અહીંથી ફેલાયો. ૬. પ્રભુવીરના ઘોર અભિગ્રહને પૂર્ણ કરાવવાનો લાભ શ્રી ચંદનાકુમારીને મળ્યો તેવાં ચંદનાજી પ્રભુના પરિવારમાં ૩૬000 સાધ્વીજીમાં સર્વપ્રથમ શ્રમણી બન્યાં. પ્રભુના હાથે દીક્ષિત થનારા અને (૨૦૨) પ્રવર્તિની પદે બિરાજિત થનારાં આર્યા શ્રી ચંદના ગાળાજી ની આ દીક્ષાભૂમિ છે.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy