SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આજે જયાં સમવસરણ મંદિર છે ત્યાં એ જમાનામાં એ અવાવરું જમીન પર વેરાન જંગલ હતું. માત્ર એક સ્તૂપ અને એક કૂવો હતા. નૂતન સમવસરણની પાછળ આ પ્રાચીન સ્તૂપનું નિર્માણ પ્રભુના મોટાભાઈ નંદીવર્ધને ક્યું હતું. ૮ ફૂટ ઊંચો અને ૪ ફૂટ પહોળો સૂપ એ સમવસરણનું મૂળ સ્થાન સૂચવે છે. સ્તૂપની - આગળ પ્રભુનાં પગલાં તથા તેની પાછળ વિ.સં. ૧૩૮૭માં શ્રી જિનપ્રભસૂરિ રચિત પાવાપુરી કલ્પ - કંડારેલ છે. તેના ગોખલામાં પગલાં હતાં. પ્રભુવીરની દેશનાભૂમિ પર પ્રભુના સ્મારક તરીકે આ સૂપ રચવામાં આવ્યો હતો. ૨, પ૩૩વર્ષ પ્રાચીન આ સ્તૂપ અને પાસેનો કૂવો પણ ચમત્કારી હતો. | કહેવાય છે કે ખુલ્લાં ખેતરો વચ્ચે આવેલી આ ધરતી પર ગોવાળિયાનાં બાળકો રમવા આવતાં. તેઓ સ્તૂપના ગોખલામાં રહેલાં પગલાં ઉઠાવીને કૂવામાં નાખી દેતાં. કૂવાનાં પાણીમાં જોરથી ધબાકો થતો. એ સાંભળી છોકરાંઓ રાજી થતાં. એવી આશ્ચર્યજનક ઘટના બનતી કે બીજા દિવસે એ ચમત્કારી પગલાં ફરી વાર ગોખલામાં આવી જતાં. છોકરાંઓ ફરી એ પગલાં કૂવામાં નાખતાં. આવું રોજ થતું. શ્રી પાવાપુરીજી તીર્થના સંચાલકોને આની જાણ થઈ. સ્તૂપમાં પગલાં હતાં, તેની આશાતના ટાળવાના ઉદ્દેશપૂર્વક; શ્રી પાવાપુરીજીના વ્યવસ્થાપક શ્રી ગોવિંદચંદજી સંચેતીએ સંવત ૧૬૪૫માં ગંગાઋષિના હસ્ત, જલમંદિરની ઉત્તરમાં નાની દેરી બંધાવી તેમાં આ પગલાંની સ્થાપના કરાવી. આજે આ સ્થાન ‘પુરાના સમવસરણ” તરીકે ઓળખાય છે. | વિવિધ તીર્થકલ્પ અનુસાર પ્રભુવીરના નિર્વાણ દિવસે આ સ્થાને દેવતાઓ પણ નિર્વાણ ઉત્સવ કરતા. ઈ.સ. પપ૬ પૂર્વે બનેલા ૨,૫૦૦ વર્ષ જૂના આ કૂવાનું પાણી ભરીને દીવા પ્રકટાવી શકાતા હતા. લગભગ ૧, ૭૫૦ વર્ષ સુધી નિર્વાણ દિવસે આ દીવા પ્રગટાવી શકાયા, પરંતુ છેલ્લાં ૩૧૫ વર્ષથી આ ઘટના બંધ છે. नागा अद्यापि यस्यां प्रतिकृति निलया दर्शयन्ति प्रभावं, नि तैले नीर पूर्णे ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥ ( [ સપાપાપુરી (સંક્ષિપ્ત) ~: ] પ્રાચીન કુવો શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બન્યા તે પૂર્વે તેઓશ્રી પાવાપુરીજી પધાર્યા. તૂપનાં દર્શન કરવા પગલાં માંડ્યાં ત્યારે પ્રાચીન સૂપ સુધી જવા માટે કેડી નહોતી. મહાન તીર્થભૂમિને અનુરૂપ પરિવેશનો સદંતર અભાવ હતો. તેમની દીર્ઘદર્શી વિચારણા, માર્ગદર્શન હેઠળ આ ભૂમિનો સમુદ્ધાર થયો અને સમવસરણ મંદિરની પ્રતિષ્ઠા થઈ. | વિવિધતીર્થ-કલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે – આ નગરીમાં પુજ્યપાલ રાજા ભગવાન મહાવીરસ્વામીને વંદના કરવા આવ્યો હતો. પોતાને આવેલાં આઠ સ્વપ્નોનું ફળ પ્રભુને પૂછ્યું અને પ્રભુએ તેનો અર્થ સમજાવ્યો હતો. આ સાંભળતાં જ રાજાએ પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરી. (અપાપાપુરી બૃહત્કલ્પ) ૨૦૧] . Jain Education International For Private Personal use only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy