SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 'રાજગહીં તીર્થમાં આવેલા જોવાલાયક સ્થળો ખાસ નોંધ (રાજગિરિની પંચપહાડી યાત્રા અહીં પૂર્ણ થાય છે, પરંતુ રાજગિરિમાં એવાં ઘણાં ઐતિહાસિક સ્થળો છે; જેનો ‘ભાવયાત્રા'માં સમાવેશ કરી શકાય નહીં, જોકે યાત્રા કરવા જઈએ અને સમયની અનુકૂળતા હોય તો આ સ્થળોની મુલાકાત લઈ શકાય. આ સ્થળોમાં ખાસ કરીને પાંચમા પહાડમાં આવેલી રોહિણેય ચોરની ગુફા અને પહાડની તળેટીમાં આવેલું વીરાયતન, જાપાનીઝ મંદિર | જોવાલાયક છે. પહેલા પહાડમાં સમવસરણ મંદિર (દિ.), ત્રીજા પહાડના રસ્તે શ્રેણિક રાજાની જેલ અને ગિદ્ધકૂટ પહાડમાં આવેલો વિશ્વશાંતિ સૂપ તથા ચોથા પહાડમાં તળેટીમાં આવેલાં મણિયાર મઠ, સોનગરા અને જરાસંધનો અખાડો જોવાલાયક છે. રોહિણિયા ચોરની કથા | વૈભારગિરિની આ ગુફામાં લોહખુર નામનો ભયાનક ચોર રહેતો હતો. અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું, “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળતો નહીં.” રોહિણિયાને જ્યારે ધાડ પાડવા માટે જવું હોય ત્યારે પ્રભુના સમવસરણ પાસે થઇને જવું પડતું હોવાથી કાનમાં આંગળી ખોસીને જ પસાર થતો. એક વાર બાવળની શૂળ વાગતાં તેને કાઢવા જતાં ભગવાન મહાવીરનું ‘દેવયોનિ'નું વર્ણન તેને સંભળાયું. ‘જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.” હવે આ બાજુ રોહિણિયાનો ત્રાસ વધતાં રાજા શ્રેણિકે મંત્રી અભયકુમારને તેને પકડવાનું કામ સોપ્યું. મંત્રીએ યુક્તિ રચી. રોહિણિયાને દારૂ પાઈને બેભાન કરી સુવડાવ્યો અને દેવલોકનું વાતાવરણ ઊભું કર્યું. વળી, રોહિણિયા ચોરની ગુફા તેને કહેવામાં આવ્યું કે તે દેવલોકમાં છે અને જો એનાં પાપપુણ્યનો હિસાબ આપી દે તો તેને સ્વર્ગ મળે. આ સમયે રોહિણિયાને પ્રભુ વીરની વાણી યાદ આવી અને રચાયેલો પ્રપંચ પામી ગયો. તેથી તેણે કહ્યું કે પોતે જીવનમાં સદાય સત્કર્મો જ કર્યા છે. આમ કહી તે છૂટી ગયો. શકનો લાભ મેળવી છૂટી ગયેલા રોહિણિયાને છેવટે પસ્તાવો થતાં તેણે ચોરીની કબૂલાત કરી અને પ્રભુ પાસે દીક્ષા લઈ ત્યાગમય જીવન ગાળ્યું. પાંચમા પહાડથી ૬૫ પગથિયાં નીચે ઊતરીએ એટલે સપ્તપર્ણી ગુફા તરીકે ઓળખાતી રોહિણિયા ચોરની ગુફા છે, જેનો અંત શોધી શકાયો નથી. કહેવાય છે કે અજાતશત્રુ દ્વારા ઈ.સ. પૂર્વે ૪૮૩માં આ ગુફા બનાવવામાં આવી હતી; જ્યાં ભગવાન બુદ્ધે સંગીત સભા કરી હતી. અહીં શ્રદ્ધાળુઓને આ ગુફાની ગુફામાંથી દયમાન રાજગૃહી શિલાઓમાં ચાંદીના વરખ લગાડતા જોવામાં આવે છે. ૧પ૭ - રાજ રે www.jurary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy