SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પેટ્રોલનો ભારત પેટ્રોલિયમની કાં. ના નામે વહીવટ શરૂ કર્યો. તેમ જ રાજા-મહારાજાઓ સાથે અને જૈનઓસવાલ મારવાડી-ભાટિયા જ્ઞાતિના પ્રતિષ્ઠિત વેપારી સાથે હીરા-ઝવેરાત અને ચાંદીનાં વાસણોનો વેપાર શરૂ કર્યો. વલમજી મામાને ઇમ્પોર્ટેડ ધંધો શરૂ કરવાનું મન થયું ત્યારે પોતાને ઇમ્પોર્ટનો ધંધો કરવાની વાત કરી-મામા સાથે નવો પેટ્રોલ, કેરોસીન-ટ્રુડ વગેરેનો ધંધો ભાગીદારીમાં જોડિયાવાલા ટ્રેડિંગકહ્યું. નામથી શરૂ કર્યો. આમ, એક વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રના વ્યવસાયમાં ટોચે પહોંચે એ જ આશ્ચર્ય પમાડે એવી બાબત છે. દુર્લભજી શેઠનું મન-મગજ અને કાર્યકુશળતા કેવાં હશે એ પ્રશ્ન છે ! ના પરંતુ, શેઠ ઉંમર સોબાની સાથે મહાત્મા ગાંધીજીને ચેક આપવા ગયા તે વાતે મુંબઈના ગવર્નર સાથેના સંબંધમાં તિરાડ પડેલી. બ્રિટિશ ગવર્નરને એમની આ રીતરસમ પસંદ નહોતી. પરિણામે દુલાભાઈનું મન મુંબઈ પરથીઊઠી ગયું. દેશમાં જામનગર જઈને ઠરીઠામ થવાનો સંકલ્પ કર્યો. જામનગરનિવાસ દરમિયાન પણ દુલાભાઈનો વેપાર-ઉદ્યોગ પરત્વેનો ધમધમાટ ચાલુ રહ્યો. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગ, મિનરલ્સ, ખનીજ વગેરે અને જામનગરમાં બેડી બંદરનો વિકાસ મુખ્ય છે. ઇ.સ. ૧૯૪૩-૪૪માં વિશ્વયુદ્ધને લીધે યુરોપ, અમેરિકા ખુવાર થઈ ગયુ હતું અને બેઠા થવા પ્રયત્નો કરતું હતું, ત્યારે દુલાભાઈની સૂઝ અને આવડતથી પ્લાસ્ટિકફાઇબરની વસ્તુઓના ઉત્પાદનાં કોલોબ્રેશનમાં શરૂ કરવાની દરખાસ્તો તે રાષ્ટ્રોની હતી. જામનગર જિલ્લાની આસપાસની બોક્સાઈટની ખાણોમાંથી જામનગર મિનરલ્સ સિન્ડિકેટ ડેવલોપમેન્ટના નામે ચાંદી અને અન્ય ખનીજો બનાવવાનો ધમધમાટ પણ ચાલુ કર્યો. જામનગર શહેરમાં જામનગરમાં બુલિયન દ્વારા ચાંદીનો સટ્ટો (ખેલો) શરૂ કર્યો. પરિણામે તે વખતના ગવર્નર જનરલ વોવેલના સૂચનથી દુર્લભજીભાઈને ‘રાજરત્ન’ કે ‘નગરરત્ન’નો ખિતાબ આપવાનું ઠરાવાયું. વિજયાદસમીના દિવસે સમગ્ર જામદરબાર વચ્ચે દુર્લભજી કે. શેઠને સમ્માનવામાં Jain Education International ધન્યધરા આવ્યા. બહુ ઓછી વ્યક્તિને મળે એવું સમ્માન પામવાના અને એ પણ નાની ઉંમરે તેઓ સદ્ભાગી થયા. બેડી બંદરે રાજકીય ઠાઠમાઠથી એમનું સ્વાગત થયેલું. રાત્રે જામસાહેબના પેલેસ પર ડિનર ગોઠવાયેલું. રાજા પણ પ્રજાના ઉત્કર્ષથી ખૂબ ખુશ થયેલા. પોતાના રાજ્યમાં આવાં નવરત્નો પાકે છે એનું ગૌરવ લેતા હતા. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હોય છે. દુર્લભજી શેઠ લાંબુ જીવ્યા હોત તો કાઠિયાવાડગુજરાતની સિકલ બદલી નાખવામાં એમણે શું શું ઉદ્યોગો ન કર્યા હોત તેની કલ્પના થઈ શકે છે, પરંતુ તે ૪૫ વર્ષની વયે મેનેન્ઝાઇટિસની બિમારીમાં એકાએક એમનું અવસાન થયું. પોતે એક કુશળ વેપારી ઉદ્યોગપતિ ધનવાન વ્યક્તિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. અવસાનના ખબર મળતાં જ દેશ-વિદેશમાંથી ૭૫-૧૦૦ ટેલિગ્રામ જામનગર આવી ગયા હતા. ભારતના મુખ્ય મુખ્ય શહેરોની બજારો બંધ રહી હતી. તે અંતિમ યાત્રામાં ૧૫૦૦-૨૦૦૦ વ્યક્તિઓ હાજર હતી. બેસણા-ઉઠમણા વખતે ૩૦૦૦-૩૫૦૦ માણસો આવ્યા હતા. એમનાં કાર્યક્ષેત્રો- જેવાં કે શેરબજાર, ફિલ્મ સ્ટુડિઓ, સુગરમાર્કેટ, કાપડબજાર, એક્ષપર્ટ-ઇમ્પોર્ટ વગેરેને કારમો આઘાત લાગ્યો હતો. દેશનાં દરેક છાપાંઓએ પાનાં ભરીને આ વિરલ વ્યક્તિને શોકાંજલિઓ આપી હતી. આમ, નાની ઉંમરે સાગર જેવું વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને શ્રી દુર્લભજી કરસનજી શેઠ વિરલ જીવન જીવી ગયા. અનેકોને જે પ્રેરણા આપી ગયા. તેમાંથી નિરંતર એક ગેબી અવાજ સંભળાયા કરે છે કે પુરુષાર્થ અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નથી નથી થઈ શકતી. એક કર્મઠ વ્યક્તિમત્તા કેટલી મહાન હોઈ શકે એનો એક આદર્શ નમૂનો તે દુર્લભજી શેઠ. એમનું નામસ્મરણ માત્ર, જીવનમાં વિદ્યુતસંચાર કરે એવું હતું. એવા પ્રાતઃસ્મરણીય કર્મવીરને કોટિ કોટિ પ્રણામ ! શેઠ પરિવારે ઊભી કરેલી એ પગદંડી ઉપર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy