SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-ર ફુલાભાઈની કુશાગ્ર બુદ્ધિ અને અસાધારણ આવડતથી પેઢીને પણ અકલ્પ્ય ફાયદો કરતી રહી. તે વખતે પહેલું વિશ્વયુદ્ધ થયું, અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને બ્રિટનની મિલોને રૂ મળવાનું બંધ થયું ત્યારે ઇન્ડિયામાંથી રૂ મેળવવાની વ્યવસ્થા થઈ. એ અનુસંધાને દુલાભાઈને ઇંગ્લેન્ડની મિલોના શેર ચારથી પાંચ ગણા ખરીદી લીધા અને એ શેરોના ભાવ એક રૂપિયે પચ્ચીસ રૂપિયા થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ દેશ ખાતર ફાળો એકત્ર કરવાની હાંકલ કરી ત્યારે ઉંમર શેઠે દુર્લભજીભાઈને હસ્તે કોરો ચેક ગાંધીજીને અર્પણ કર્યો હતો. એમનું એ સમ્માન હતું. પોતાને મળતાં માનદ્ વેતનમાંથી દુલાભાઈ પાસે એકાદ લાખ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ હતી. એમાંથી એમણે શેરબજારની મેમ્બરશિપ લીધી. શેરબજારમાં મેમ્બરશીપ કાર્ડ ખરીદવા વખતે શેઠ શ્રી ઉમર સોબાની, પ્રેમચંદ રાયચંદ, અમીચંદભાઈના પિતાશ્રી બાબુ પન્નાલાલ, ચૂનીલાલ મોતીલાલ તથા ફીરોજભાઈ વગેરે ભેગા મળીને દોશીને બદલે અટક શેઠ કરી ત્યારથી ડી. કે. શેઠ તરીકે પ્રખ્યાત થયા. આમ, જન્મતાંની સાથે પિતાનો આધાર ગુમાવનારો બાળક પચ્ચીસેક વરસની ઉંમરે ત્રીસેક લાખ રૂપિયાની સંપતીનો માલિક બને છે અને એ પણ ૪ મુંબઈ જેવી મહાનગરીમાં અને વિશ્વવિખ્યાત વેપારીઓ ( વચ્ચે – એને પ્રારબ્ધ અને પુરુષાર્થનો મણિકાંચનયોગ જ કહેવાય. દુલાભાઈએ એ યોગને દીપાવ્યો દાન૪ દક્ષિણાનો પ્રવાહ ચાલુ રાખીને. વિરાટ વ્યાપારી જગત તે સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી દિલેરી દુલાએ ચોગરમદ માનવતાની સુવાસ પ્રગટાવી. તે સમયે તેઓ પોતાની આવકમાંથી વીસ ટકા દાન કરતા. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સહાય ચલાવવામાં મદદ કરતા. પોતાના વતન જામનગરના ખેડૂતોને તેમની જમીન પાછી અપાવવામાં મદદ કરતા. સુરેન્દ્રનગરના અનાથાશ્રમને હંમેશાં મદદરૂપ બનતા. એવી જ રીતે ધાર્મિક પ્રવૃતિઓમાં પણ દાનનો પ્રવાહ અખંડ વહાવતા. તે સમયે વેસ્ટર્ન રેલ્વેનું છેલ્લું સ્ટેશન કોલાબા હતું. મુંબઈ દિનદહાડે વિસ્તરતું જતું હતું. આસપાસનાં Jain Education International ગામોનો વિસ્તાર મુંબઈમાં સમાવા માંડ્યો હતો. એને જોડતાં એક મોટા સ્ટેશનની જરૂર હતી. મુંબઈ સરકારનું આજે જે વેસ્ટ્રર્ન રેલ્વેનું બોમ્બે સેન્ટ્રલ રેલ્વેનું મહાન સ્ટેશન ઊભું છે તે જમીન શેઠ દુર્લભજી કરશનજી અને કચ્છના શેઠ શાંતિલાલ આશકરણદાસ પાસેથી ખરીદી હતી. આવી તો અનેક પ્રોપર્ટીના દુલાભાઈ માલિક હતા. શેરબજાર જેવો જ રસ દુલાભાઈ ફિલ્મ લાઈનમાં લેવા માંડ્યા. એક જમાનામાં મુંબઈનું હોલિવૂડ કહેવાયું તે દાદર-પરેલનો વિસ્તાર જુદા જુદા ફિલ્મી સ્ટુડિઓથી ધમધમતો હતો. જામનગરના મહારાજાના નામ પરથી ‘રણજિત મુવિટોન', પ્રે રૂપતારા, હોમી વાડિયાનો વાડિયા બ્રધર્સ મુવિટોન, વ્હી શાંતારામે પૂનાનો પ્રભાત સ્ટુડિયો છોડી દીધો. મુંબઈમાં સ્ટુડિયો સ્થાપવા માંગતા હતા. તેને વાડિયા તે મુવિટોન (પરેલ)માં અપાવી દીધું. વિ. શાંતારામે તેનું નામ રાજકમલ કલામંદિર રાખ્યું. અનેક એકમો કોઈની ને કોઈની ભાગીદારીમાં ઊભાં કર્યા હતા. સાથોસાથ ધાર્મિક કાર્યો પણ થતાં રહેતાં. તે વખતે હરકિશન હોસ્પિટલમાં એક વિંગ બંધાવી આપી હતી. એવી જ રીને વેપારધંધામાં પણ સતત રસ લેતા. પોતાના મામા વલમજી ખેતશી સાથે મસ્જિદ બંદર ઉપર વડગાદીમાં ‘મોહનલાલ વલમજીની પેઢી' સ્થાપી અને પરદેશ વસ્તુઓનો જથ્થાબંધ વેપાર શરૂ કર્યો, જેમાં ખાંડ, તેજાના, ગ્રામોફોન, પેટ્રોમેક્સ, ફાનસ, ઘડિયાળ જેવી ચારસો આઇટમો આયાત થતી. એક અઠવાડિયામાં ત્રણથી ચાર સ્ટીમરો પરદેશથી આવતી. એક સ્ટીમરની માલની કિંમત અંદાજે આઠ થી દસ લાખ રહેતી. એ ઉપરથી ખ્યાલ આવે કે કેટલો મોટો કારોબાર ચાલતો હશે! એવી જ રીતે એમ. દુર્લભજીની પેઢીએ કાપડનો ધંધો પણ પૂરજોશમાં વિકસાવેલ. મામા વલમજી ખેતશીને ઈમ્પોર્ટના ધંધામાં રસ ન હોઈ, પોતે સ્વતંત્રપણે ક્રુડ, ઓઇલ, કેરોસીન, ૯૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy