SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૩૫ સાહસિક ઉધોગપતિઓઃ ઉદારશ્ચરિવ દાનવીશેઃ સમદર્શી સમાજસેવકો વીસમી સદીમાં આ ભૂમિમાં ઘણાં પરિવર્તનો આવ્યાં-તેમાં વિવિધ ક્ષેત્રનાં ખાસ કરીને ઉદ્યોગપતિઓએ પોતાની આગવી સૂઝ કાર્યદક્ષતા, દીર્ધદૃષ્ટિ અને આયોજનશક્તિ વડે એક ઇતિહાસ રચ્યો. ઉદારતા, દયાભાવના અને પરગજુવૃત્તિ માટે જાણીતા બન્યા હોય તેવા કેટલાક પરિચયો અત્રે પ્રસ્તુત છે. જેઓના આચારવિચારમાં સમન્વય જોવા મળ્યો, સ્વભાવની સરળતા અને નિઃસ્વાર્થ ભાવના નજરે પડી, જેમની વિનમ્ર સજ્જનતાનો પ્રસંગે પ્રસંગે જાતઅનુભવ થતાં સંકલ્પ અને પુરુષાર્થ કરી મેળવેલી ધનસંપત્તિ, ધર્મમાર્ગમાં વાપરી સુકયની કમાણી કરી લેનારા એવા પણ ઘણાં છે. એ સૌના પરિચયો રજૂ થાય છે. –સંપાદક શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયા, રાયપુર ધંધાકીય ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત જલતી રાખતા રાયપુર-છત્તીસગઢના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર જીવન આગે કદમીના ઉજજવળ ઇતિહાસનું દર્શન કરાવે છે. સામાજિક જીવનની સંઘર્ષ ભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક પ્રગટાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. રાયપુરના પ્રસિદ્ધ ગુજરાતી વ્યાપારી અને અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનપર્યન્ત સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી કિશોરભાઈનો જન્મ રાયપુર છત્તીસગઢમાં શ્રી મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ પરિવારના એક સુખી અને સંસ્કારી કુટુંબમાં તા. ૨૩ સપ્ટેમ્બર વર્ષ ૧૯૪૩ના થયેલ છે. કિશોરભાઈએ પ્રાથમિક શિક્ષા રાયપુરમાં ‘રાજકુમાર કોલેજના નામની પબ્લિક સ્કૂલમાં કરી. રાજકુમાર કોલેજમાં એ સમયે ફક્ત રાજા-રજવાડાંના કુમારોને જ પ્રવેશ મળતો. રાજકુટુંબના ન હોય તેવા થોડા જ વિદ્યાર્થીઓમાં શ્રી કિશોરભાઈ પણ હતા, જે આ સ્કૂલમાં દાખલ થયા. પ્રારંભિક શિક્ષા પૂર્ણ કરતાં ૧૯૬૦માં મેટ્રિક પાસ થયા. રાયપુરમાં જ દુર્ગા મહાવિદ્યાલયથી B.com. અને M.Com.ની ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની શિક્ષા પૂરી કરી. કાનૂની શિક્ષા માટે Lawનું એક વર્ષ પૂર્ણ કરેલ. તેઓ મહાવિદ્યાલય કાળમાં શિક્ષણની સાથે સાથે ત્યાંનાં સાંસ્કૃતિક આયોજન અને ઉત્સવોમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા. ક્રિીડાના ક્ષેત્રે વિશેષકર ફૂટબોલ, હોકી, બેડમિન્ટન અને ટેનિસની હરીફાઈઓમાં તેઓ પોતાના હરીફોને પ્રદર્શનથી અચંભિત કરતા ચાલ્યા છે. તેઓ વર્ષ ૧૯૬૫માં મહાવિદ્યાલય છાત્રસંઘના પ્રમુખ બન્યા. યૌવનકાળમાં મહાવિદ્યાલયના અધ્યક્ષપદે રહેતા અનેકવિધ ગતિવિધિઓ દ્વારા છાત્રાસંઘનું સફળ નેતૃત્વ કરતાં અનેક સાંસ્કૃતિક આયોજનો અને ઉત્સવો કરેલ હતા. એમના કાર્યકાળમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી વિનોબા ભાવે તથા શ્રી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવોને કોલેજનાં આયોજનોમાં બોલાવવામાં આવ્યા હતા. મહાવિદ્યાલયના પ્રમુખપદે છાત્રસંઘના કુશળ અને સફળ સંચાલન માટે તેઓને મહાવિદ્યાલય તરફથી ગોલ્ડ મેડલ આપી સમ્માનિત કરેલ હતા. ૧૯૬૫માં કિશોરભાઈનાં લગ્ન કૅજોરગઢ (ઓરિસ્સા)માં રહેતા કાનજીભાઈ ચાવડાની સુપુત્રી દમયંતીબહેન સાથે થયાં. કચ્છ ગુજરાતની ધરતી પરથી પેઢી પહેલાં રાયપુર આવેલા તેમના પિતાશ્રીએ રાયપુર મધ્યે ૧૯૩૦માં ઑટોમોબાઇલનો વ્યવસાય સ્થાપિત કર્યો હતો, જે વારસામાં કિશોરભાઈએ દીપાવી રાખ્યો છે અને તેને ધમધોકાર વિકસાવતા ગયા છે. યૌવનકાળના અનોખા ઉત્સાહભર્યા ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વ્યાપાર ક્ષેત્રે સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત Jain Education Intemational n Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy