SearchBrowseAboutContactDonate
Page Preview
Page 940
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ભુના પરમ ભક્ત ઃ એકતાર ગુરુભક્તિ, સુર્દઢ આત્મસાધના અને અહેતુક વત્સલતાના જીવંત પ્રતીક શ્રી રાકેશભાઈ ઝવેરી સત્પુરુષોની સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન કાળમાં વિભિન્ન પુરુષો દ્વારા થતું રહ્યું છે. આ કાળમાં એનું વહન કરી રહેલા આપ્ત પુરુષોમાંના એક છે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી કે જેમને ગુરુદેવ અથવા સાહેબ અથવા બાપાના નામે સંબોધવામાં આવે છે. તા. ૨૬-૯-૧૯૬૬ના શુભ દિને મુંબઈમાં જન્મેલા, માતા રેખાબહેન તથા પિતા દિલીપભાઈ ઝવેરીના આ પનોતા પુત્ર ચાર વર્ષની બાળવયથી ભક્તિ, ધ્યાન, સામાયિક આદિ ધર્મારાધનમાં મસ્ત રહેતા હતા. આઠ વર્ષની વયે તેમને શ્રીમદ્ભુના ચિત્રપટનું દર્શન થતાંની સાથે પૂર્વની આરાધનાનું અનુસંધાન થયું અને તેમની અધ્યાત્મસાધના ઉત્તરોત્તર વેગીલી બની. શૈક્ષણિક અભ્યાસમાં સુવર્ણચંદ્રક સહિત એમ.એ. થઈ પૂજ્યશ્રી દ્વારા શ્રીમદ્ભુના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિસ્તૃત અને ગહન વિવેચનાત્મક શોધપ્રબંધ રચાયો, જે માટે તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી ઇ.સ. ૧૯૯૮માં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. પોતાની અસાધારણ તેજસ્વિતાથી પૂજ્યશ્રીએ ઈ.સ. ૧૯૮૫ થી ૧૯૯૧ દરમ્યાન જૈન શ્વેતાંબર તેમજ દિગંબર શાસ્ત્રોનો, ષગ્દર્શનનો તથા ન્યાય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા વગેરે ગૂઢ વિષયોનો પ્રખર અભ્યાસ સંપન્ન કર્યો છે. વર્ષો પર્યંત મૌન-આરાધના, ગહન ધ્યાનસાધના અને અન્ય અનેક બાહ્યાંતર સાધનાના પરિપાકરૂપે તેઓશ્રીએ આત્મસાધનાનાં ઉચ્ચ સોપાન સર કર્યાં છે. પૂજ્યશ્રીની અસાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy