SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ત્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમાં શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન્ન થતાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મ : તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હ્રદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરતા. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બનોલ ગામમાં વિ.સં. ૧૯૪૧માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતી. જોનારને લાગતું કે બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતા-પિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. શિક્ષણ અને સંસ્કાર : તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતું અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતી. મહાપુરુષને માટે Jain Education Intemational ૮૩ સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક ધાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમર્દષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાંધ્યા હતા! પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાનસંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતાં, પણ બાળક ઘાસીલાલ તો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. મહાપુરુષો વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ. કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યકાળથી જ થાય છે. ઘાસીલાલજી જસવંતગઢમાં એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ તરપાલમાં આવ્યા, ત્યાં આગળ ઘાસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમનાં વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડ્યો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નીરખી ઘાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક ઘાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મ-રહિત થવાનો એકમાત્ર ઉપાય છે.’ ઘાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો : “સંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.” ઘાસીલાલની દૃઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પાસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ.સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે ઘાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy