SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૧૫ એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉદ્યોગપતિઓની તેજસ્વી તવારીખ – નટવર પી. આહલપરા જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠુંજી; જાતે ઝૂઝવું, આગે વધવું, જાત વડે ઉદ્ધરjજી. ઉપરોક્ત દુહો મનુષ્યની આત્મનિર્ભરતાને પ્રગટ કરે છે. આત્મનિર્ભરતાથી શું ન થઈ શકે? તેની સાબિતી છે-આપણા ઉદ્યોગકારો. એકવીસમી સદીના સૂર્યોદયે તેજસ્વી તવારીખમાં ભલે થોડા પણ સફળ પાણીદાર ઉદ્યોગપતિઓને પરિચયકારને અનેકવાર મળવાનું બન્યું છે. ઉદ્યોગ-પતિઓની સુદીર્ધ હારમાળા તેજસ્વી તોરણ સમાન બની રહેશે. એમાં સંદેહ નથી. ઉદ્યોગકાર શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયા, શ્રી કિરણચંદ મગનલાલ ગુલગુલિયા, શ્રી રસિકભાઈ મથુરદાસ મહેતા, શ્રી રૂડાભાઈ ભવાનભાઈ પટેલ, સ્વ. શ્રી પ્રતાપભાઈ ગિરધરભાઈ પંચાસરા વગેરે માત્ર ઉદ્યોગકારો જ નહીં પણ અનેક ગુણોના માલિક, ખરા અર્થમાં સમાજના સેવક, કારીગરોનાં માવતર, યુવાનોના પ્રેરણાદાતા, કલા-સંસ્કૃતિના ચાહક, દીનદુ:ખિયાના બેલી છે. ગુણોથી ભરેલા આ વ્યક્તિત્વો માટે જેટલાં રૂપકો, જેટલી ઉપમાઓ યોજીએ તેટલા ઓછા છે. આ ઉદ્યોગકારો નરવા, ગરવા અને જીવનકલાના સાધકો ય છે. યુવાપેઢીને આ બધાં ચરિત્રો ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે એવી શ્રદ્ધા છે. કહેવાયું છે કે કોઈ સાહસિક માણસને સાંકડા વર્તુળમાં ધૂમ્યા કરવાનું ક્યારેય ગમતું નથી એની શક્તિઉત્સાહ–આવેશને દરેક દિશા બંધિયાર લાગે છે, એ પોતાની ઉર્જાને, ઉત્સાહને ક્ષિતિજની પાર ફેલાઈ જવા પ્રયાસ કરે છે અને તેમાંથી જ પછી સાહસ અને શૌર્ય પ્રગટે છે. અગત્યના સાહસે સમુદ્રની વિશાળતાના દર્શન થયાં. ભગીરથના અપ્રતિમ સાહસે ગંગાના દર્શન થયાં એ બધી પૌરાણિક કથાઓ છે પણ પોરબંદરના નાનજી કાળીદાસે આફ્રિકાના ગાઢ જંગલો ખૂંદીને જે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી, ધીરૂભાઈ અંબાણીએ સખત અને સતત પરિશ્રમથી દેશ અને દુનિયાના વિશાળ પ્રાંગણમાં પોતાનું જ અલગ સામ્રાજ્ય ખડું કરી શક્યા તેની ઇતિહાસે નોંધ લીધી. આજે વિશ્વની સંસ્કૃતિની, વિકાસની, પ્રગતિની, સમૃદ્ધિની ધરી “અર્થ’ છે. આર્થિક સમૃદ્ધિ દેશની પારાશીશી ગણાય છે, ત્યારે વેપાર-વણજ અને યંત્રોદ્યોગના વર્ચસ્વ જીવતી પ્રજાનો જ જયવારો છે. જાણીતા વાર્તાલેખક, નિબંધકાર, ઉદ્ઘોષક એવા શ્રી નટવરભાઈ પુરુષોત્તમભાઈ આહલપરા પોતાની વ્યસ્તતા વચ્ચેય ઉદ્યોગકારોને અનેકવાર કલાકો સુધી મળ્યા. એમના જીવનની અંતરંગ વાતોને જાણી, માણી અને પછી આ લેખમાળામાં ઉતારી છે. પરિચયકારશ્રી આહલપરા સાંસ્કૃતિક આયોજનોમાં હંમેશા આગળ રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ એક સ્વસ્થ સંવેદનશીલ અધ્યાપકના જેવું લાગે છે, તેઓ શબ્દલોકમાં આસાનીથી વિહરી શકે છે. લઘુકથા, ટૂંકીવાર્તાઓ, કાવ્યો અને નિબંધ જેવાં સ્વરૂપોનું સર્જન કરવાનો આનંદ તેઓ માણી શકે છે. ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy