SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કલાપી ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવાં પશુઓ માટે રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કીડિયારું પૂરવું, મૂંગા પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે સમભાવશીલ બનીને જ રહ્યાં છે. પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. માની સેવા, પૂજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબૂતરને ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીનું પરબ બંધાવી આપ્યું હોય. શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને કુટપાથ અને ઝૂંપડીઓમાં સૂતેલાં ગરીબોને જ્યાં સુધી ધાબળા ન પહોંચાડાય ત્યાં સુધી સંતોકબાને નીંદર આવે નહીં. આથી જ આવાં વાત્સલ્ય, હૂંફ અને પ્રેમના પર્યાય સમાં સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસસ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં વિવિધ જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ આર્ય કન્યા ગુરુકુળ અને ગુરુકુળ મહિલા કોલેજની છાત્રાઓ શોકમગ્ન બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ સ્મશાનયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. આ શોકઅવસરે પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખી સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પેલ. પોરબંદર સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજ્ય સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે સ્વજનો અને ગુરુકુળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણભાદરવો વહ્યો એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા ધન્ય ધરા કલાપરંપરાતું કીર્તિમંદિર : અનેક ઇલકાબોથી વિભૂષિત ડો. સવિતાદીદી મહેતા જેના અંગેઅંગમાં ભારતીય સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, જેમની આંખોમાં, પગના પદરવમાં નર્તનનો નાદ છે, જેમના હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી રહે છે, જેમનાં બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો રહે છે, એવાં સવિતાબહેન નાનજીભાઈ કાલીદાસ મહેતાને જોતાંની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દૃષ્ટિએ જ જણાયા વગર રહે નહીં. મુખ ઉપર રમતું મધુર સ્મિત, શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવમીઠો સંબંધ! સવિતાબહેનને દીદીના હુલામણે નામે સૌ કોઈ ઓળખે જ, મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરુષાર્થથી કેટલી ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીનાં જીવનકાર્યો પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં પારંગત ઘણાં કલારત્નો જોવા મળે છે, છતાં એક નહીં અનેક વિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ધરાવતાં કલારત્નો દુર્લભ ગણાય છે. કુ. સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલ હિરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. સંઘર્ષ વચ્ચે સાધના: આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત તો એક બાજુએ રહી, આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા માટે –સૌજન્ય અમર પંડિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy