SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ COLO વર્ણવનાર શૂન્ય એટલા જ મહાન શાયર હતા. ઉમ્મર ખૈયામની રૂબાઈઆતોને ગુજરાતીમાં સુભોગ્ય રીતે ઉતારનાર શૂન્ય પહેલા અને છેલ્લા શાયર હતા. શૂન્યના અંગત અને કૌટુંબિક જીવનમાં વેદના જ વધારે છે. તેમણે જ લખ્યું છે “વ્યથા રોઈ નથી ભરવું પ્રદર્શન દીન માનસનું, અભિનય નૃત્યનો દેશું અમે તલવારની ધારે.” અને ખરેખર તલવારની ધારે જ સરસ રીતે નૃત્ય કરી શકતા. તેઓ જણાવતા કે સંઘર્ષ દરમિયાન મનોબળ મેળવવાનું પ્રમુખ સાધન બંદગી છે. બંદગી રહેટ-ચક્ર જેવી છે તમે શૂન્ય કરી મોકલો તો તે પૂર્ણ ભરીને આપે છે. આવો ફિલસૂફ ડગતો નથી, મરતો નથી. જીવનના અંતિમ ઉત્તરાર્ધમાં તેમણે મૌન રચનાનું મૌન સાધ્યું હતું. તેમના જ શબ્દોમાં તેમણે જણાવ્યું છેઃ “મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો, આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.” આ શૂન્યનો વૈભવ જેમના હાથમાં આવશે તેમને જીવનની રસભરીવાતો અને બોધપ્રદ રચનાઓ માણવાનો સુયોગ પ્રાપ્ત થશે જ એ નિઃશંક છે. લખાણમાં, અંતમાં આપણે પૂર્ણ–વિરામ જે ટપકું મૂકીએ છીએ તેનું વિરાટ-રૂપ શૂન્ય બને છે. શૂન્ય એટલે પૂર્ણ એ દૃષ્ટિએ શૂન્યનો પાર્થિવદેહ આપણી સમક્ષ ન હોવા છતાં તેમનો અક્ષરદેહ આપણી સાથે જ છે. મારા નમ્ર-નિવેદનને એમની સ્મૃતિના અભિષેકરૂપે રજૂ કરી ધન્યતા અનુભવું છું. “દર્દની એક સલ્તનત કાયમ કરી ચાલ્યા જશું........” પોતાના અસ્તિત્વનો ઉત્સવ ઊજવી જનાર જનાબ અલીખાન ઉસ્માનખાન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરી જો આજે આપણી વચ્ચે હોત તો તેઓ ૮૦ વર્ષના હોત. જો કે આવા મુઠ્ઠી ઊંચેરા ગઝલકાર સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં તેમનો અક્ષરદેહ સદાયે અમરત્વને વરેલો રહે છે. શૂન્ય સાચે જ કહ્યું હતું : “શું શૂન્ય એ ન ભૂલ, ઓ અસ્તિત્વના ખુદા! તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.” પઠાણી વ્યક્તિત્વ, બુલંદ રજૂઆત, સત્ત્વશીલ સર્જનોઆ ત્રિવેણી સંગમ ભાગ્યે જ કોઈ શાયરમાં જોવા મળે. શુન્યને કલંદરી મિજાજના કવિ, શાયર તરીકે ઓળખી શકીએ એવું આધ્યાત્મિક ઊંડાણ તેમની કવિતાઓમાં, ગઝલોમાં હતું. આજે, શૂન્યને આ જગતના વિરાટ શૂન્ય સાથે વિલીન થયાને વર્ષો વીતી ગયાં હોવા છતાં હજુ પણ તેમની બહુમુખી પ્રતિભા અને વિવિધરંગી વ્યક્તિત્વ ગઝલપ્રેમીઓના દિલમાંથી વીસ વીસરાય તેમ નથી. તેમના જીવનનાં અનેક પાસાં હતાં અને તે દરેક પાસામાં શૂન્યની આગવી પ્રતિભાનાં દર્શન થતાં હતાં. હિંદુ ધર્મની ફિલસૂફી અને વેદાંતનાં ગૂઢ રહસ્ય તેમણે પોતાની ગઝલમાં જે સરળ અને સચોટ રીતે રજૂ કર્યા છે તે રીતે ભાગ્યે જ બીજા કોઈએ કર્યો હશે. સ્વમાનની ખુમારી, અણનમ ટેક અને ભલભલા ચમરબંધીને પણ સાફ સાફ સંભળાવી દેવા જેટલી નિર્ભયતાના શૂન્યના ગુણો તેમના પત્રકારના વ્યવસાયમાં દીપી–ઊઠ્યા હતા. બધા જ ધર્મનો જાણે કે પૂર્ણ રીતે અભ્યાસ કર્યો હોય એવું બધાંને મનમાં થતું હતું. પુષ્કળ વાચન હતું. તેમની પાસે સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર દૃષ્ટિકોણ હતા, તેથી કોઈ પણ પ્રશ્નને તેઓ તટસ્થ દૃષ્ટિએ મૂલવી શકતા હતા. તેમનું ભાષા પરનું પ્રભુત્વ ગજબનું હતું. તેમની કલમ ધારદાર, સચોટ સોંસરવી નીકળી જાય તેવી હતી. તેઓ પોતાનાં લખાણો, કલમને જિગરમાં બોળી, ખૂનેજિગરથી લખતા આથી જ “મુંબઈ સમાચાર'માં તેમના અગ્રલેખો ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. શૂન્ય પાલનપુરી એટલે શૂન્ય પાલનપુરી. શૂન્યની પ્રતિભા એટલી બધી સમૃદ્ધ છે કે ગુજરાતના ગાલિબ, ગુજરાતના મીર જેવાં વિશેષણોથી નવાજવા કરતાં તેમને માત્ર શૂન્ય પાલનપુરી જ કહેવા ઉચિત છે. શૂન્યનું દ્વિતીય વિકલ્પ નામ પણ શૂન્યપાલનપુરી જ હોઈ શકે અને એવું છે પણ ખરું. શૂન્ય નામેકર્મે વિરાટ મહિમા રાખે છે. માત્ર શૂન્યનો શાબ્દિક વ્યાપ જ જેમ સકળ બ્રહ્માંડ સુધી વિસ્તરે છે તેમ તેમની સર્જનશક્તિ પણ તેટલી જ ઉત્કૃષ્ટ છે. શૂન્યનું સમસ્ત સર્જન એટલે અત્યંત ભવ્ય, સશક્ત પરિપૂર્ણ અને યાદગાર ચિરંજીવી પ્રદાન. | ગુજરાતી ગઝલ-ક્ષેત્રના થોડાક પ્રતિષ્ઠિત ગઝલકારોમાં શૂન્ય પાલનપુરી એક અનિવાર્ય અને નોંધપાત્ર વિભૂતિ છે. લગભગ ચાર દાયકાઓની સર્જનકૃતિમાં એમણે ખૂબ જ પ્રાણવાન શાયરી આપણને અર્પણ કરી છે. “શૂન્યનું સર્જન', શૂન્યનું વિસર્જન', “શૂન્યનાં અવશેષ', “શૂન્યનું સ્મારક' અને શૂન્યની સ્મૃતિ'-કોઈપણ જાતના ખચકાટ વિના એકધારી નીકળી આવતી પ્રાણવાન કવિતાસરવાણી એ હકીકત પુરવાર કરે છે કે તેઓ સદા–બહાર સતત પ્રવૃત્ત સર્જકપ્રતિભા છે, એમના આ સામર્થ્ય પર ગુજરાતી ગઝલને નાઝ છે, ગૌરવ છે. ગઝલને ગુજરાતણ બનાવવામાં શૂન્ય પાલનપુરીનો ફાળો અત્યંત પ્રશંસનીય રહ્યો છે. ગઝલને પરભાષાના વળગાડથી ઉગારીને તેમણે શુદ્ધ તથા પ્રેરણાત્મક પરિવર્તનથી ગઝલનું ગુજરાતીપણું શોભાવ્યું છે. માતૃભાષાથી સુસંગત એવાં પ્રતીકો, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy