SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૦ ધન્ય ધરા રીતે જળવાઈ રહે તે માટે તેમના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં ‘લા.હ. ભારતીય પ્રાચ્ય સંસ્કૃતિ વિદ્યામંદિર' સ્થપાયું. તેમનાં માર્ગદર્શન નીચે ત્યાં તમામ પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો સાંપ્રદાયિક ભેદભાવ વગર સંગ્રહ થયો હતો. આમ પોતે જૈન સાધુ હોવા છતાં તેઓ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક હતા. તેઓ ભારતીય લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના ઉચ્ચ કોટિના વિદ્વાન અને નિષ્ણાત હતા. તેમનું વ્યાખ્યાન વિદ્યાસભર રહેતું. તેઓ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક પરીક્ષક હતા અને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સદા તત્પર રહેતા. તેઓ સ્વભાવે શાંત, માયાળુ અને પવિત્ર હતા. તેમણે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા', “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ' વગેરે ગ્રંથો લખ્યા છે. પરંપરાગત સાધુજીવન ત્યાગીને આદર્શ સાધુજીવન જીવી ગયેલા મુનિ જિનવિજયજી ઈ.સ. ૧૯૬૧માં ભારત સરકારે જેમને પદ્મશ્રી' દ્વારા સમ્માનિત કર્યા હતા અને ૧૯૬૪માં રાજસ્થાન સાહિત્ય અકાદમીએ “મનીષી પદવીથી વિભૂષિત કર્યા હતા તે મુનિ જિનવિજયજી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના વિરલ પંડિત હતા. ઉદપુર-મેવાડ જિલ્લાના હેલી ગામે માતા રાજકુમારીની કૂખે તા. ૨૭-૧-૧૮૮૮ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ વૃદ્ધિસિંહ હતું. પરમાર જાતિના તેઓ રજપૂત હતા. તેમનું મૂળ નામ કિશનસિંહ હતું. બાળપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવ્યા પછી મુનિ દેવહંસના સંસર્ગથી જૈન ધર્મના સંસ્કાર પામ્યા. શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવ્રજ્યા લઈને મુનિ જિનવિજયજી નામ ધારણ કર્યું, જો કે પછીથી તેમણે પરંપરાગત સાધુજીવન છોડીને આદર્શ સાધુજીવન સ્વીકાર્યું હતું. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે તેના પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે સેવાઓ આપીને તેઓ આચાર્ય જિનવિજયજી તરીકે ઓળખાયા હતા. ૧૯૨૮માં જર્મની ગયા. ૧૯૨૯માં ત્યાંથી પાછા ફરીને સ્વાતંત્ર્યની લડતમાં સામેલ થયા. છ માસનો કારાવાસ વેઠ્યો. ૧૯૩૨માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના નિમંત્રણથી તેઓ શાંતિનિકેતનમાં ગયા. ત્યાં તેમણે જૈન જ્ઞાનપીઠની સ્થાપના કરી. ૧૯૩૦ સુધી અધ્યાપન કર્યું. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનમાં પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ અને સિંધી જૈન ગ્રંથમાળાના મુખ્ય સંપાદક હતા. ૧૯૪૪માં “વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. તેમનાં મહત્ત્વનાં પુસ્તકોઃ જૈન તત્ત્વસાર’, ‘વિજ્ઞપ્તિત્રિવેણી', “રાજશેખરસૂરિનો પ્રબંધકોશ', “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૧, ૨', વગેરે ગણી શકાય. નયચંદ્રસૂરિકૃત “હમીર મહાકાવ્ય', હેમરતનકૃત ‘ગોરાબાદલ ચરિત્ર', “જૈન ઇતિહાસની ઝલક', સોમેશ્વરકૃત ‘કર્ણામૃત પ્રભા' જેવા અનેક ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું. જૈન સાહિત્ય સંશોધક સૈમાસિકના તેઓ તંત્રી હતા. તેમણે અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ અને જોધપુરમાં એમ ચાર જગ્યાએ પુરાતત્ત્વ કેન્દ્રો પ્રાચ્યવિદ્યાના રક્ષણ માટે સ્થાપ્યાં હતાં. અધ્યાપક અને સંશોધક તરીકે પુરુષાર્થપૂર્ણ તેમજ અભ્યાસનિષ્ઠ જીવન જીવનાર મુનિ જિનવિજયજીનું અવસાન તા. ૩-૬૧૯૭૬ના રોજ થયું હતું. (જૂન-૨૦૦૫-જૈન સમાચાર'માંથી સાભાર). R nitin 1; કે જેમણે સ્વાતંત્ર્યની લડતમાં સામેલ થઈ છ માસનો કારાવાસ વેઠ્યો. જેમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ, જોધપુર એમ ચાર જગ્યાએ પુરાતત્ત્વ-કેન્દ્રો સ્થાપ્યાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy