SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પરદેશોમાં તેમણે પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓ વર્ષોથી અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડ. રિસર્ચ એસોસિએશનના એડવાઇઝર રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલે તેમના પ્રદાનની કદર કરી હતી. વ્યવસાયનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની સાથે આગવી દીર્ઘદૃષ્ટિથી દેશપરદેશમાં વેપારવાણિજ્ય ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ અનેક ઔદ્યોગિક એકમો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સાગર ગ્રુપ અને સુઝલોન ગ્રુપમાં મહત્ત્વનું પ્રદાન છે. તેમને ફાઇબર મેન ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળેલ છે. પંચોતેર વર્ષે ધંધાની બધી જવાબદારી તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહને સોંપી સામાજિક, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી તેઓ પરોપકાર અને માનવસેવાનાં કાર્યો કરે છે. શ્રી ગૌતમભાઈના ઉદ્યોગપતિઓ અને વ્યાપારી સંગઠનો સાથેના સુમેળભર્યા અંગત સંબંધોને કારણે પછી ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ ટીપનીસજીએ એમને માનદ્ ભારતીય વાયુસેનાની જરૂરિયાતો માટેના સેમિનારના આયોજન માટેની સેવા સોંપી. શ્રી ગૌતમભાઈ સાથે શ્રી હસમુખભાઈ અઢિયા જીઆઈઆઈસીના પ્રમુખ અને સીડબીના પ્રમુખના સહકાર અને સહયોગથી સેમિનારમાં સફળતાપૂર્વક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અને વાયુસેનાના ઉચ્ચ ઓફિસરોએ હાજરી આપી, જેનો અદ્ભુત પ્રતિભાવ સાંપડ્યો અને તેઓને ભારતીય વાયુસેના દ્વારા પારિતોષિક પણ આપવામાં આવ્યું. પોતાનાં જ બાળકો દ્વારા ત્યજાયેલાં અગર અસહાય વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે હમદર્દી અને નિસ્વાર્થ પરાયણતાને કારણે શ્રી ગૌતમભાઈને એક વૃદ્ધાશ્રમ પાંચ બેડની હૉસ્પિટલ સાથે, એક ટ્રેઇનીંગ સેન્ટર જ્યાં અભણ યુવાન-યુવતીઓને સ્વરોજગાર માટે ટ્રેઈનીંગ અપાય તથા કેન્સર, થેલીસિમીયા, એઈડ્સ જેવા ગંભીર રોગો માટે એક રીસર્ચ સેન્ટર અને એક ઓફિસ બિલ્ડિંગ તદ્દન અદ્યતન અને સંપૂર્ણ કોમ્પ્લેક્સ એરકન્ડિશન બનાવાની એક પ્રપોઝલ શ્રી ગૌતમભાઈએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ અમદાવાદ. જેમની પાસે આશરે આશ્રમ રોડ અમદાવાદ ૫૨ ૪૫૦૦ મીટર જમીન તેમને આપી છે. અને ગૌતમભાઈના સહયોગી અને જાણીતા સુઝલોન એનર્જી લિ. ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટરે આ સંપૂર્ણ કોપ્લેક્સ ઊભો કરવા રૂપિયા સાત કરોડ આપવાની પણ શ્રી ગૌતમભાઈને ઓફર કરી છે. આ Jain Education International ૮૯ બાત હાલમાં રેડક્રોસ ગુજરાતના પ્રમુખ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબ સાથે વિચારણા થઈ રહી છે. અને જો આ પ્રોજેટ મંજૂર થાય તો એક અધ્યતન કોમ્પ્લેક્સ ઊભો કરવાની શ્રી ગૌતમભાઈની ઇચ્છા પૂરી થાય એવી ઈશ્વરને પ્રાર્થના. શ્રી ગૌતમભાઈને દિલ્હી ખાતે ‘રાજીવ ગાંધી શિરોમણિ એવોર્ડ' અને ઇન્દિરા ગાંધી સદ્ભાવના એવોર્ડ’ સ્વીકારવા આમંત્રણ મળ્યું હતું, પણ વિનિતભાવે તેમણે દિલ્હી જવાનું ટાળ્યું હતું. એંશી વર્ષે ઈશ્વરમાં અપાર આસ્થા સાથે માનવસેવાની તેમની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે અને તેમણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ યોગ્ય રીતે પૂરો કર્યા પછી જ તેમને સાચો સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે. શ્રી ગૌતમભાઈ પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાનગુણોનો પ્રકાશ પ્રસરાવે છે. શ્રી ગૌતમભાઈનાં તપ, તેજ અને સંકલ્પ-સંસિદ્ધિઓનો સમાજને વધુને વધુ લાભ મળે તે માટે જગતનિયંતા તેમને દીર્ઘાયુષ બક્ષે તેવી પ્રાર્થના છે. શ્રી ગૌતમભાઈનાં ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબહેન મુંબઈ યુનિવર્સિટીના (M.A.) આજે શ્રી ગૌતમભાઈની સાથે દરેક કાર્યમાં સહકાર આપી રહ્યાં છે. તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહ આજે સાગરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર બનીને દુનિયાભરની ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. પચાસ ઉપરાંત પ્રોડ્યુસરોનું માર્કેટિંગ તથા એક્સપોર્ટઇમ્પોર્ટનું મોટું કામ કરે છે. સાગરગ્રુપને આજે અમેરિકન સરકારે ફોરચ્યુન ૫૦૦ કંપની ગુજરાતના લિસ્ટમાં કરેલ છે જે તેમની સિદ્ધિ બતાવે છે. શ્રીમતી જાનકી તેમનાં પુત્રવધૂ પણ આજે ઓફિસ મેનેજમેન્ટ અને ‘“ફિરદૌસ' બંગલામાં મહેમાનોનું સ્વાગત અને સરભરા કરી રહ્યા છે. તેમની પ્રપૌત્રી પૂજાબહેન આજે અમેરિકામાં ફાઇનાન્સ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યાં છે અને પ્રપૌત્ર વારિપેણસાગર ફાઇનલ ઇયરમાં ભણી રહ્યા છે. ૮૧ વર્ષના શ્રી ગૌતમભાઈ આજે પણ એક યુવાનને શોભે તેવી પ્રતિભા સાથે ખૂબ જ અંતરથી સમાજસેવા કરી રહ્યા છે. ધન્યવાદ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy