SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ clos વિશ્વાસ સંપાદન કરીને વ્યાપારી સંસ્થાઓમાં મોખરે રહ્યા છે. ભારતનાં ચૌદ રાજ્યોમાં સાઠ હજાર સભ્યો ધરાવતી ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રિટેલર્સ-દિલ્હીના તેઓ ચાર વર્ષથી સેક્રેટરી જનરલ હતા તથા હાલ ૪ વર્ષથી અધ્યક્ષ છે. નાસિક રિટેલ ક્લોથ મરચન્ટસ એસોસિએશનના ઈ.સ. ૧૯૭૭થી પ્રમુખ છે. વ્યાવસાયિક મહાસંઘના કન્વીનર છે. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના વર્કિંગ પ્રેસિડેન્ટ સતત ૨ વર્ષ રહી ચૂક્યા છે. હાલમાં ઇન્ડિયન મર્ચન્ટ્ર ચેમ્બરના ટેક્સેશન કમિટીના એક્ઝિક્યૂટિવ મેમ્બર છે. ડાયરેક્ટ ટેક્સેસન કમિટી તથા રેલ્વે યુઝર્સ કન્સ્ટેટિવ કમિટીના મેમ્બર છે. આ યુવાન વ્યાપારી અગ્રેસર સામાજિક સેવાક્ષેત્ર ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં પણ ઊંડો રસ ધરાવી રહ્યા છે તથા બેડમિન્ટન અને ક્રિકેટમાં પૂના યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. શિક્ષણમાં ઊંડો રસ ધરાવતા હોઈ, એક દીકરી એમ.ડી. હોઈ ડૉક્ટરી વ્યવસાયમાં છે. બીજાં દીકરી M.B.A. કરી જિલેટ ફ્યુરાસેલમાં અનુભવ લઈ હાલ પૂનામાં રેસ્ટોરન્ટ તથા ગેલેરી ચલાવી રહી છે. દીકરો વિક્રમ હાલમાં જ લંડનથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી લઈ ભારત પાછો ફરેલ છે. વિવિધ વ્યાવસાયિક, સામાજિક તથા શૈક્ષણિક કાર્ય કરવા પાછળ ઉદ્દેશ એક જ છે કે અત્તરની શીશી ખોલો તો સુગંધ પ્રસરે. આપણું વ્યક્તિત્વ સુગંધિત કરવા પ્રયત્ન કરવો. શ્રી ધીરજલાલ કે. મહેતા (પુના) સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. પૂનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનભર સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈનો જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પરિવારમાં ઈ.સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા Jain Education International ધન્ય ધરા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લો કોલેજ દ્વારા ઈ.સ. ૧૯૪૧માં એલ.એલ.બી.ની ડિગ્રી સંપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈએ અદાલતને આંગણે પહોંચવાને બદલે પૂનાની મશીનરીબજારનો માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનોખા ઉત્સાહભર્યાં ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વેસ્ટર્ન એન્જિનિયર્સ'ના નામથી મશીનરી-વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસંસ્થાઓ ડનલોપ, બાટલીબોય અને સિમેન્સ વગેરેની એજન્સીઓ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યા હૈયાએ ઈ.સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઈ.સ. ૧૯૫૩માં તો સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસંસ્થા ‘ગુડવિન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (ઇન્ડિયા)' ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ કારખાનામાં પલ્ચરાઇઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધનો બને છે. કૃષિક્ષેત્રનાં યંત્રો-પમ્પસેટ, ડીપવેલ અને બોરિંગ પમ્પના પણ ડીલર સ્થા. ડિસ્ટ્રિબ્યુટર છે. વ્યાપાર-ઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ ટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુકીર્તિ પ્રાપ્ત કરી છે. પૂનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પૂના ગુજરાતી બંધુસમાજના પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવાસમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દિપાવ્યું છે. લાયન્સ ક્લબના પ્રમુખપદે પણ સેવા અર્પી છે. પૂના ક્લબ લાઇબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૮૨માં યોજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણજયંતીમહોત્સવની પૂના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું. આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy