SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ ८७४ સાધતા રહી દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ વધારતા જવાનું અને સમાજનું હિત સાધતા જવાનું રહ્યું છે. તાજેતરમાં એમના સુખ્યાત ઉદ્યોગ સંકુલ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ. બોકારો સ્ટીલ કોમ્પલેક્સ તરફથી કાસ્ટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટે નોંધપાત્ર ઓર્ડરો મળતાં તેને માટે ભારતમાં સૌ પ્રથમવાર ૧૬ ટનના ઇન્ગો મોલ્ડસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે આયાત અવેજીકરણની દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ નિહાળીને બોકારો સ્ટીલ લિ.ના ચેરમેન શ્રી એમ. સોઢી ભારે પ્રભાવિત થયા હતા. એ જ રીતે નિકાસ ક્ષેત્રે અદ્વિતીય કામગીરી માટે માન્યતા હાંસલ કરનાર એમની આ કંપનીની વિશિષ્ટ કામગીરી ટેક્સટાઇલ્સ મશીનરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ’ દ્વારા પુરસ્કૃત થયા છે. આમ વ્યાપક સિદ્ધિના નિર્માતા તરીકેનું વિરલ સમ્માન સંપાદિત કરનાર શ્રી જેઠાભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ તરીકે સારી એવી પ્રસિદ્ધિ પામ્યા છે. સાચે જ તેઓ ગુજરાતનું ગૌરવ છે. શ્રી રમણભાઈ ભાઈલાલભાઈ અમીન પશ્ચિમ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેઓનું આગળ પડતું સ્થાન છે તેમાં શ્રી રમણભાઈ બી. અમીનને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ૧૯૧૩ના મે માસની ૧૯મી તારીખે વડોદરા મુકામે તેમનો જન્મ થયો. બચપણથી જ શ્રી રમણભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવ્યાં. તેમના પિતા સ્વ. રાજમિત્ર ભાઈલાલભાઈ ડી. અમીન કે જેઓ ૧૯૦૭માં સ્થપાયેલ એલેમ્બિક કેમિકલ વર્ક્સના મુખ્ય આયોજક હતા. શ્રી રમણભાઈએ શિક્ષણ પૂરું કરીને મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જર્મની તરફ પ્રયાણ કર્યું અને ત્યાં ચારેક વર્ષ ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૪માં દેશમાં પાછા આવી ધંધા પ્રત્યેની તેમની આગવી સૂઝ, સમજ અને આવડતના બળે વડોદરાના સુપ્રસિદ્ધ એલેમ્બિક કેમિકલ વર્ક્સમાં જવાબદારીભર્યુ સ્થાન સ્વીકાર્યું. નવાં મશીનોની શોધ, કેમિકલ ગ્લાસ ફેક્ટરીમાં નવું આયોજન અને નવી દૃષ્ટિને પરિણામે અવનવા પ્રયોગો કરતા રહ્યા અને તેમનું વાસ્તવિક મંડાણ અનેકોને પ્રેરણાદાયી બન્યું. ધંધાના વધુ વિકાસ અર્થે ૧૯૩૭માં યુરોપ અને અમેરિકા જઈ ત્યાંનાં કારખાનાંમાં થતાં Jain Education International ધન્ય ધરા ઉત્પાદન, વેચાણ વગેરે બાબતોનો પણ અભ્યાસ કર્યો. ઓટોમેટિક પ્લાન્ટ સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આ કંપનીએ અમેરિકાથી ખરીદી લાવીને ઘણો જ વિકાસ કર્યો. માનવજીવન માટે અનિવાર્ય એવું ‘પેનિસિલિન' સંપૂર્ણ ભારતીય ઢબે બનાવવાનું માન એલેમ્બિકને ફાળે જાય છે. બરોડા અને ગુજરાતમાં ઉદ્યોગોનાં મૂળ ઊંડાં નાખવામાં તેમની વિચક્ષણ બુદ્ધિશક્તિએ કામ કર્યું છે. ૧૯૪૫માં વડોદરામાં પણ તેમણે એલેમ્બિક ગ્લાસની સ્થાપના કરી હતી. શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સવૈયા સૌરાષ્ટ્રમાં ઉમરાળા પાસે બજુડ ગામના તા. ૨૫-૬૩૨ના રોજ સિકંદરાબાદ (દક્ષિણ) જન્મ થયો. સેવા અને સમર્પણના ઉચ્ચ ગુણોથી ઓપતું અનેરું વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભાસંપન્ન શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા, જન્મભૂમિ સિકંદરાબાદમાં B. Com. સુધીનું શિક્ષણ લઈ C.A. નો કોર્સ હાથ ધર્યો. શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેમના પિતાશ્રી દ્વારકાદાસભાઈ સરવૈયાની નાદુરસ્ત તબિયતના કારણે રંગ તથા કેમિકલના ધંધામાં જોડાયા અને બોમ્બે કલર એજન્સીમાં ધંધો ધપાવ્યો. અભ્યાસકાળથી જ આપનામાં નેતૃત્વ અને સેવાના ગુણો હોવાથી જ્યાં તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી હતા તે જ સંસ્થાના આગળ જતા પ્રથમ વિદ્યાર્થી હતા તેઓ સંસ્થાના માનદ્ મંત્રી બન્યા અને ખૂબ જ સફળતાપૂર્વક વહીવટ કર્યો. સેવામંડળમાં ગેસ્ટહાઉસ, સાર્વજનિક હોલ વ. સ્થાપવામાં સિંહફાળો રહ્યો. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સફળ નેતૃત્વથી અને સુંદર વહીવટકર્તા તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ, વેપારી આલમના પ્રશ્નોને વાચા આપવા સિકંદરાબાદમાં ડાઇઝ અને કેમિકલ મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી. સેલ્સટેક્સના પ્રશ્ને આંધ્ર સરકાર સાથે સંઘર્ષ કરી સફળ નેતૃત્વ કરી બહુમાન પ્રાપ્ત કર્યું. અનેક ક્ષેત્રે યોગદાન હોવાથી લાયન્સ ક્લબ સિકંદરાબાદમાં ચાર્ટર્ડ સભાસદ તરીકે નિયુક્ત થયા. મુંબઈ ખાતે પણ જ્ઞાન, અનુભવ અને કુશળ નેતૃત્વનો લાભ તેમની જ્ઞાતિ શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈને મળ્યો. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિમાં તન-મન અને ધનથી તેમનું યોગદાન રહ્યું. જ્ઞાતિના ટ્રસ્ટી, વાઇસ ચેરમેન, ચેરમેન તથા પ્રમુખ તરીકે રહી આપના વિશાળ અનુભવ, સફળ સંચાલન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy