SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બાવર, બગડી, બિકાનેર અને ભાનાસરમાં કર્યા. અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરદીનું દર્દ ચાલું થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ.સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને 5 જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું, છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ “શ્રી જવાહર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસ્કાર - ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવિદ અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દઢ. હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિ.સં. ૧૯૯૩, રાજકોટ, (૨) સરદાર વલ્લભભાઈ પટેલ વિ.સં. ૧૯૯૩, રાજકોટ (૩) શ્રી બાળગંગાધર તિલક વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૪) શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ.સં. ૧૯૯૩, પોરબંદર (૫) શ્રી મદનમોહન માલવિયાજી વિ.સં. ૧૯૮૪, બિકાનેર (૬) સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૭) સેનાપતિ બાપટ વિ.સં. ૧૯૦૧, પારનેરા (૮) સંત વિનોબા ભાવે (માહિતી મળતી નથી). (૯) શ્રી રામનરેશ ત્રિપાઠી વિ.સં. ૧૯૮૭, બિકાનેર (૧૦) કાકા કાલેલકર (માહિતી મળતી નથી). (૧૧) શ્રી ઠક્કરબાપા (માહિતી મળતી નથી). (૧૨) સૌરાષ્ટ્ર રાજસ્થાનના રાજવીઓ વિવિધ સ્થળોએ (૧૩) સર મનુભાઈ મહેતા વિ.સં. ૧૯૮૪, ભીમાસર (૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાવો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંનાં લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણ પ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતા મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે, પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વિશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું. તેમાં ગૃહસ્વામી શ્રી વીરપાળ શેઠ અને ગૃહલક્ષમી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ. આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ના વૈશાખ સુદ ૧૨ને દિવસે ભોરારા ગામમાં થયો હતો. બાલ્યકાળવેપારનો પ્રારંભ: એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર! તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન હોવાથી કુટુંબીઓએ બન્ને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થે મુંબઈ Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy