SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ los બગડી ગઈ હતી, પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોદ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઇન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નું ચાતુર્માસ ઇન્દોરમાં કર્યું. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતી કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીને ઇન્દોરથી બડવાહા, સનાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભૂસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણનાં સુપ્રસિદ્ધ ચાતુર્માસ : અહગદનગર, જુન્નેર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયાં. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને ‘ગણિ' પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંઘની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી ઃ હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ધરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ, પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી ‘સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થા’ એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બિકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરાં કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ.સં. ૧૯૮૧ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઓપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પરુ કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયતા અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિરેમલજી તથા પૂનામાં Jain Education Intemational ધન્ય ધરા શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦નું ઘાટકોપરનું ચાતુર્માસ જીવદયાના કાર્યોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી ‘સુંદરલાલજીના’ ૮૧ દિવસોના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યું. જૈન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભૂસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બ્યાવર થઈ વિ.સં. ૧૯૮૪માં મહારાજશ્રી બિકાનેર પધાર્યા. અહીં સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ, જે હજુ સુધી સુચારુ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે. આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચુરુ પધાર્યા. અહીં શ્રી શેખરચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બિકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાનસમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયતારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન-સાધના અને સંયમ–સાધના સમસ્ત સંઘને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલાં કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી. સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ : આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, તે સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજારિત શ્રાવકનું એક ડેપ્યુટેશન બે–ત્રણ વાર મહારાજશ્રીને વિનંતી કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ.સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયાં. અહીં સર્વત્ર જૈનોનો, જૈનપ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદ્ભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં. પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવવા લાગી, છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લાં ચાતુર્માસો તેમણે ક્રમશઃ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy