SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૫૦ નાનાં-નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલા અનેક ઇલાકાઓ. બાવડાના બળે ઉપાડી જનાર રાજા સામે “સતી' થવાનું પસંદ કર્યું. તે આ ભોગાવાની રેતી ને આ નપાણિયા મુલકમાં “સેવા’ શબ્દ સાથેનાં બે પગલાં.....અરુણાબહેન દેસાઈએ ભર્યા. શરૂઆતમાં ૪૦ બહેનોના, અનાથ કન્યાઓના ગુરુ, રક્ષક કે માતા-પિતાના ઠેકાણે રહી ત્યકતા અને નિરાધાર સ્ત્રીઓને પણ આશ્રય આપીને એક મહાન કાર્યની શરૂઆત કરી. શરૂઆતમાં તેમને હુન્નર ઉદ્યોગની તાલીમ આપી. સ્વાશ્રયી બનાવવાનું શરૂ કર્યું. સ્ત્રી પર સિતમ ગુજારનાર સામે તેને સમજાવીને, તો બહાદુરી બતાવીને તે સ્ત્રીને અહીં આશ્રયસ્થાન અપાવે. કોઈ ત્રાસીને-ભાગીને આવી હોય તો તેને ઉઠાવી જવાના પ્રસંગો બને-હુમલાઓ થાય. આ સઘળી પરિસ્થિતિ વચ્ચે ન ડગ્યાં, ન ઝૂક્યાં પણ અટલ રહ્યાં. ૧૯૪૮ હરિ-ઇચ્છા બહેન વૈદ્ય આવ્યાં. તેમણે આ પ્રવૃત્તિમાં સાથ નિભાવ્યો. આજે પાંચ પાંચ દાયકા થયા. “વિકાસ વિદ્યાલય'ની છત્રછાયામાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અધ્યાપન તાલીમ કેન્દ્ર, બી.એ. કોલેજ...ફાઇન આર્ટ કોલેજ, સીવણ વર્ગ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળા.....કેટકેટલાં કાર્ય પ્રવૃત્તિઓથી ધબકે છે. અરુણાબહેનને કેટકેટલી નવાજેશ થયેલી છે. ૧૯૮૦માં ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા બોર્ડ તરફથી બાળકલ્યાણનો એવોર્ડ અપાયો છે. ૧૯૯૧માં યંગમેન્સ ક્લબ રાજકોટ સમાજસેવારૂપે રૂ. ૨૫,૦૦૦નો ચંપાબહેન ગોંધિયા એવોર્ડ. ૧૯૯૨માં માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો મહિલા બાળકલ્યાણનો રૂ. ૨ લાખનો એવોર્ડ અને અનેક સંસ્થાઓ તરફથી જાહેરમાં સમ્માન થયું છે. ૧૯૬૧થી “વિદ્યાલય” સામયિક પ્રગટ થાય છે. “ફૂલછાબ' દૈનિકમાં તો “સંસારના સીમાડેથી’ મહિલાઓ અંગેની લેખમાળા ચલાવેલી. પ્રશ્નો સાથે સમાધાન શોધીને એક માતાના સ્થાને ઊભા રહીને કચડાયેલી સ્ત્રીઓનાં હામી રહ્યાં. એવાં અરુણાબહેનનું અવસાન ફેબ્રુઆરી૨૦૦૭માં થયું. વેડછીનો વડલો : જુગતરામભાઈ દવે સુરેન્દ્રનગર જિલ્લાના હાલના લખતર ગામે તા. ૧ સપ્ટેમ્બર-૧૮૯૨માં માતા નાનુબાની કૂખે અને પિતા ચીમનલાલ દવેના આંગણે જુગતરામભાઈ દવેનો જન્મ થયો પિતા મુંબઈમાં નોકરી કરતા હોવાથી પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ મુંબઈમાં થયું. મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળતાં રોગીઓની સેવા કરનાર પિતાનું અવસાન થયું. આ સંસ્કારનો વારસો જુગતરામભાઈને મળ્યો. નવ વરસની ઉંમરે મોસાળ-વઢવાણ આવીને રહ્યા. દાજીરાજજી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૦૪માં મેટ્રિક અર્થે મુંબઈ ગયા. બે પ્રયત્નો કર્યા પણ પાસ ન થતાં છેવટે ભાઈ સાથે ઘાસતેલની કંપનીમાં જોડાઈ ગયા. ૧૯૧૫માં વડોદરા આવ્યા. મુંબઈમાં સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંપર્કથી ગાંધીજી તરફ વળ્યા. તા. ૨૭-૯-૧૯૧૫ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરેલી તેમાં જોડાયા. રાનીપરજ સેવા સભા દ્વારા આદિવાસીઓના સર્વાગી વિકાસનું કામ ઉપાડ્યું. જંગલમંડળીઓ સ્થાપી. બાલવાડીઓ, આંગણવાડીઓ, પ્રાથમિકશાળાઓ શરૂ કરી. શિક્ષકોને તાલીમ આપવા વિદ્યાલયોનો આરંભ કર્યો. દક્ષિણ ગુજરાતના છેડેથી છેક ધૂળિયા સુધીના વિસ્તાર સુધી પ્રવૃત્તિઓ સાથે જીવન તંતોતંત સુખ-દુઃખના હામી બની રહ્યા. હરિપુરા કોંગ્રેસઅધિવેશનમાં વ્યવસ્થાની જવાબદારી સંભાળી. ૧૯૪૨ ‘હિંદ છોડો' ચળવળમાં ગાંધીજી સાથે યરવડા જેલમાં. ગાંધીજી સાથે ૧૪ ઉપવાસ કર્યા. સ્વરાજ બાદ જમીનસુધારણાના કાયદાઓમાં આદિવાસીઓના ન્યાયપડખે ઝઝૂમ્યા. સર્વોદય યોજનાઓ, આશ્રમશાળાઓ શરૂ કરાવી. જંગલી સહકારી મંડળીઓ મજબૂત કરવા પ્રયત્નો કર્યા. ભૂદાન પ્રવૃત્તિમાં જોડાયા. કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ચંબલઘાટી તેમજ બાંગ્લાદેશ નિર્વાસિતોનું પુનઃવસવાટની જવાબદારી ઉઠાવી. | ગીતાના ઊંડા અભ્યાસી. “ગીતા ગીતમંજરી' રચ્યું. ઈશઉપનિષદ મંત્રોને ગુજરાતીમાં ઉતાર્યા. દક્ષિણ ગુજરાતમાં ૩૦ સંસ્થાઓ કાર્યરત છે. “આત્મરચના અથવા આશ્રમી કેળવણી' પુસ્તક તેમના જીવનનો નિચોડ છે. ૧૯૭૮માં જમનાલાલ બજાજ એવોર્ડ અર્પણ થયો. ૧૪ માર્ચ-૧૯૮૫માં આ વેડછીના વડલાનું નિધન થયું. લોકસેવક સ્વ. શિવાનંદજી વઢવાણ રતનની ખાણ, એમાં અતિશયોક્તિ નથી. શહીદીને વરનાર આજીવન બ્રહ્મચારી શિવાનંદજીનું નામ જુદું તરી આવે છે. હતો. Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy