SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ આ શાળાનું ખર્ચ ડૉ. અમરશીભાઈ આપતા. કંઈક મતભેદ થતાં પગાર ન મોકલ્યો. ફૂલચંદભાઈ ત્રણ મહિના સુધી ન ગયા. છેવટે ડૉક્ટર ઘરે આવીને પગાર આપી ગયા. રાષ્ટ્રીય રંગે રંગાયેલા છતાં કેળવણીમાં આપસૂઝથી નવી રસમ ઊભી કરનારા ફૂલચંદભાઈએ શરીરશાસ્ત્રમાં હાડકાં વિશે શીખવવા માંડ્યું. ગામમાં ખબર પડી. વિરોધ વધ્યો. મંદિરમાં ચાલતી શાળાને ધર્મચુસ્તોએ બંધ કરાવી. ફૂલચંદભાઈ શાહ યુદ્ધકવિ હતા. શીઘ્ર કવિ હતા. સૌરાષ્ટ્રમાં તેમની મંડળીઓ ગામેગામ ફરતી ૧૯૨૧ પછી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા. ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ, નાગપુર, બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લીધો. કાઠિયાવાડ રાજકીય પરિષદની ૧૯૨૧માં પહેલી બેઠક રાજકોટમાં મળી. તેમાં સક્રિય ભાગ લીધો. રાજ્યોની નાગરિકઅધિકાર પરની તરાપ કેમ સંખાય! ફૂલચંદભાઈએ ટુકડી સાથે પહોંચીને લોકોની વચ્ચે જઈને જાગૃતિ માટે પ્રયાસો કર્યા. ૧૯૩૦માં વિદેશી કાપડનો બહિષ્કાર થયો. કાપડિયાઓએ કાવાદાવા કર્યા. તેમની દુકાનો સામે ૮૨ જણા ઉપવાસ પર ઊતર્યા અને પછી કાપડિયાઓએ સીલ કરી દીધાં. મોરબી સત્યાગ્રહમાં પણ ટુકડી લઈને પહોંચેલા. મહારાજાએ છેવટે સમાધાન સાથે સ્વદેશી પ્રવૃત્તિની છૂટ આપેલી. ધ્રોળ સત્યાગ્રહમાં પણ ભાગ લીધેલો. ૧૯૩૮માં દ. ગો. દેસાઈના પ્રમુખપદે કાઠિયાવાડ રાજકીય પરિષદ મળી. ઢેબરભાઈ ત્યારે મંત્રી બન્યા. તે પહેલાં ફૂલચંદભાઈ હતા. ૧૯૩૯ રાજકોટ સત્યાગ્રહમાં કોઈને ખ્યાલ પણ ન આવે તે રીતે પહોંચી ગયા અને પકડાયા. સૌને આશ્ચર્ય થયું. શરીર ઘસાતું ગયેલું. ફેફસાંની બિમારી લાગુ પડતાં તા. ૩૦મી ઓગષ્ટ-૧૯૪૦ના રોજ ૪૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્રના આદર્શ યોદ્ધા મણિલાલ કોઠારી શ્રોતાઓને ધારે ત્યારે હસાવી શકે, રડાવી શકે અને પ્રજાજાગૃતિ લાવવી એ જેને માટે રમત વાત હતી એવા સ્વ. મણિલાલ કોઠારી અદ્ભુત વક્તા તરીકે જાણીતા હતા. તેમણે પોતાનું જીવન સૌરાષ્ટ્રની પ્રજાની સેવા માટે જ ખપાવી દીધેલું. Jain Education International ધન્ય ધરા તેઓ ચૂડા પાસેના ભડકવા (ભૃગુપુર) ગામના વતની હતા. વકીલાતનો અભ્યાસ કરેલો. થોડાં વર્ષો સુધી તેમણે લીંબડીમાં વકીલાત પણ કરેલી. કોંગ્રેસ સંસ્થાના સંગઠનમાં સક્રિય. થોડાં વર્ષો ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના મંત્રીપદે પણ રહેલાં. તેમનામાં ફંડ એકત્ર કરવાની, ઝઘડામાં સમાધાન કરાવવાની સારી કૂનેહ હતી. આથી જ મહાત્મા ગાંધીએ તેમને ‘ભિક્ષુક'નું બિરુદ આપેલું. તેમણે દરેક સત્યાગ્રહમાં ભાગ લીધેલો. રજવાડાંઓના પ્રશ્ને મહાત્માની અને કોંગ્રેસની નીતિને અનુસરતા મણિભાઈને તેમની પાછલી જિંદગીમાં બિમારી લાગુ પડી ગયેલી અને મિત્રોએ સારી પેઠે સારવાર કરેલી. આજે તેમના નામ સાથે જોડાયેલી કોઠારી બાલમંદિર, પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ છે. સૌરાષ્ટ્રનો સિંહ : શ્રી અમૃતલાલ દલપતરામ શેઠ લીંબડી તા. ૧૫-૮-૧૮૯૧માં શ્રી અમૃતલાલ શેઠ લીંબડીમાં ન્યાયાધીશ હતા. તે અરસામાં એટલે કે ૧૯૧૫માં ગાંધીજી દ. આફ્રિકાથી ભારત આવ્યા. શેઠ ગાંધીજીથી પ્રભાવિત થયા અને ન્યાયાધીશનું ઉચ્ચપદ છોડી દીધું. દેશી રાજ્યો પ્રજાની ઉપર કેવા જુલમો ગુજારી રહ્યાં હતાં તે તેમણે જોયું હતું. લોકોની યાતનાઓ– શોષિતોની પીડાને વાચા આપતું ‘સૌરાષ્ટ્ર' પત્ર ૧૯૨૧માં રાણપુરથી શરૂ કરી, આ પત્રમાં નીડરપણે પાખંડો–અત્યાચારોને છાપતા. તેના પર પ્રતિબંધ મુકાયો. છતાં આ નિર્ભીક પત્રકાર નમ્યા વિના–ઝૂક્યા વિના પોતાના ધ્યેયને વળગી રહ્યા, જેનાથી પ્રજા થરથર કાંપતી ત્યાં શેઠ પડકારતા. સિંહની બોડમાં હાથ નાખતા તેથી જ ‘સૌરાષ્ટ્રનો સિંહ'નું લોકબિરુદ મળ્યું. ૧૯૨૩માં તેમણે ધંધુકાબોર્ડ તેમજ અમદાવાદ જિલ્લાના લોકલ બોર્ડના પ્રમુખ પદ પર રહીને કામ કર્યું. મુંબઈ ધારાસણામાં પણ ચુંટાયા. ૧૯૨૭માં અખિલ હિંદ રાજસ્થાનના પ્રજાપરિષદની સ્થાપના કરી. પ્રમુખ તરીકે સેવા બજાવી. ૧૯૨૭-૨૮માં બારડોલીની લડતમાં ભાગ લીધો, ૧૯૩૦ના ધોલેરા સત્યાગ્રહના મુખ્ય સરદાર શેઠ હતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy