SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૮૫૩ સત્યાગ્રહમાં તેમજ ૧૯૩૯માં લીંબડી, ધંધુકા, રાણપુર અને બરવાળા સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ ભજવેલો છે. આજે ૯૩ વર્ષની જૈફ વયે પણ સુચારુ સંચાલન કરે છે. સરદાર પટેલ, પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીના નિકટતમ પરિચયમાં રહેલાં. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ સંસ્થાની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે. ડાંગી લોકોને પણ તેમના પ્રત્યે આદર રહેલો છે. ડાંગને સ્વર્ગ જેવું બનાવનાર તેઓ પ્રેરણામૂર્તિ હોઈ આ વિસ્તારને વહાલો કરનાર પૂર્ણિમાબહેનનું નામ ચિરસ્મરણીય રહેશે. તેમણે “જય બદ્રીનાથકી’ અને ‘જીવનશિલ્પીઓ’ બે પુસ્તકો પણ લખેલાં છે. સૌરાષ્ટ્રની અમરજ્યોત મોતીભાઈ દરજી (મોતીલાલ પુરુષોત્તમદાસ પરમાર, જન્મ ૧૮૮૮વઢવાણ). મહાત્માજી હજુ ભારતમાં આવ્યા નહોતા. ૧૯૧૦ની સાલ હતી. છાપાંનો કે રાજકીય જાગૃતિનો એટલો પ્રચાર પણ નહોતો તે સમયમાં વઢવાણમાં જ રહીને જાગૃતિની એક અમરજ્યોત પ્રજ્વલિત રાખી તે છે મોતીભાઈ દરજી. માત્ર ત્રણ ગુજરાતીનું ભણતર. માતા-પિતાની શ્રવણ જેવી ભક્તિ. પત્ની પણ જો સાસુ-સસરાની સેવામાં ઊણપ દાખવે તો ઉશ્કેરાઈ જનાર કે ક્યારેક માર પણ મારી બેસે એવા મોતીભાઈ સાધુ-સંતોની સેવા-સત્સંગ અને ભજનોના શોખીન હતા. નીડર અને આત્મશ્રદ્ધાના અડગ મોતીભાઈ ધર્મધ્યાન-પાઠપૂજામાં પણ નિમગ્ન રહેતા. સર્પ ચઢીને ચાલ્યો જાય તો પણ ધ્યાનમાં મસ્ત રહે તે મોતીભાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોતીભાઈએ અગ્રભાગ લીધો હતો. મોતીભાઈ સ્વદેશી વસ્તુના જ હિમાયતી હતા. મોતીભાઈના અવસાનના સમાચાર ગાંધીજીને મળતાં મોતીભાઈના પિતાને પત્ર લખ્યો. જેમાં ગાંધીજીએ લખ્યું : આપને એક સાચા પુત્રની ખોટ પડી છે અને મારે એક કામ કરનાર સાચા સાથીની ખોટ પડી છે.” વઢવાણમાં “મોતી ચોક” તે તેમના નામ સાથે જોડાયેલો છે. તે જમાનામાં લાઇબ્રેરી ઊભી કરેલી. હાલનું “રાષ્ટ્રીય પુસ્તકાલય' તે મોતીભાઈની દેણ છે. તપસ્વી ફૂલચંદભાઈ શાહ મહાત્મા ગાંધીએ જેમને તપસ્વી ફૂલચંદભાઈ કહ્યા છે તે ફૂલચંદભાઈ શાહ. તેમનો જન્મ ૪ માર્ચ-૧૯૮૫ના રોજ થયેલો. પિતા કસ્તુરચંદભાઈ શાહને જબરો વેપાર હતો. સમૃદ્ધિ વચ્ચે ઊછરેલા ફૂલચંદભાઈને ખબર પણ ન હતી કે ગામમાં નદી કે તળાવ ક્યાં આવ્યાં છે? આઠ વરસ સુધી તો બહાર જ નહીં નીકળેલા. માતાપિતાનાં ધાર્મિક સંસ્કાર તેમનામાં ઊતરેલાં. ગરીબોને સહાય કરવાનું પહેલેથી જ ગમતું. પાંચ અંગ્રેજી પૂરી કરી રાજકોટ આલ્લેડ હાઇસ્કૂલમાં ભણવા આવ્યા. ૧૯૧૧માં મેટ્રિક થયા ત્યારે સગપણ પણ થઈ ગયેલું. ભાવનગર શામળદાસ કોલેજમાં જોડાયેલા. વેપાર મંદ થતાં કુટુંબની આર્થિક પરિસ્થિતિ કથળેલી. પિતાનું પણ અવસાન થતાં સગાંવહાલાં જે હાથમાં આવ્યું તે લઈને બેસી ગયા. આ દરમ્યાન શારદાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. ફૂલચંદભાઈ તેમના સાળા પોપટભાઈ સંત સાથે પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. દરમ્યાન માતા અને બહેન પારકાં દળણાં-પાણી કરવા મંડી ગયેલાં, છતાં આ વાતની ફૂલચંદભાઈને ખબર પણ પડવા ન દીધી. ધર્મોનું વિશદ્ વાચન અને જૈન ધર્મની ક્ષતિઓ નજરે પડી. દરમ્યાન તિલક મહારાજનાં પરાક્રમો સાંભળ્યાંરાષ્ટ્રીય સંપર્કમાં આવ્યા. છેવટે બી.એ.નું છેલ્લું વર્ષ વિલ્સન કોલેજમાં પૂરું કર્યું. ૧૯૧૬માં વઢવાણ હાઇસ્કૂલમાં જોડાયા. ગાંધીજીના પ્રમુખપદે ઊજવાતી શ્રીમદ્ રાજચંદ્રની જયંતી વખતે તેમને હાજર રહેવું હતું. હેડમાસ્તરે દીવાનની રજા લેવા કહ્યું. દીવાન ગેરહાજર હતા. છેવટે ચિઠ્ઠી મૂકીને ગયા. પછી તડાફડી બોલી. છેવટે રાજીનામુ ધરી દીધું. ગાંધીજીના કોચરબ આશ્રમ જે સાબરમતીના કાંઠે ફેરવવામાં આવ્યો ત્યાં ગયા. ત્યાંના બાંધકામમાં દેખરેખ રાખતા. તબિયત લથડતાં ગાંધીજીએ વઢવાણ જવાનું કહ્યું અને તેઓએ વઢવાણને જ કર્મભૂમિ બનાવી. અહીં બાલશાળા શરૂ કરી. અહીં બાળકોને નવરાવેધોવરાવે-નાસ્તો પણ આપે. લોકો તેને “નાગડા” નિશાળ કહેતાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy