SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બાળસાહિત્યકાર શ્રી પ્રભુલાલ દોશી નાયબ વઢવાણ શહેરના વતની એવા શ્રી પ્રભુલાલ દોશીનો જન્મ તા. ૨-૫-૧૯૩૬ના રોજ થયો હતો. (૧૯૫૪થી ૧૯૯૪) સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ચીટનીસના હોદ્દા પરથી નિવૃત્ત થયા. વર્ષ ૧૯૬૨માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલા છે. નોકરી અને અભ્યાસ જોતાં ભાગ્યે જ ખ્યાલ આવે કે સુરેન્દ્રનગર જિલ્લાના આ એક ઉત્તમ બાળસાહિત્યકાર છે. ગુજરાતી ભાષાનાં ઘણાં ખરાં સામયિકોમાં–દૈનિકોમાં તેમની બાળવાર્તાઓ પ્રકટ થતી રહી છે, પરંતુ તેમની ખરી ઓળખ તો તેમણે લખેલાં બાળસાહિત્યનાં પુસ્તકોને આધારે જ કરી શકાય. તેમનાં છ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. આ સિવાય ૮ પુસ્તકો બાળકાવ્યોનાં, ૭ બાળવાર્તાઓનાં, ૩૮ બાળવાર્તાઓનાં સળંગ બાળવાર્તા ૧૪, ૨-લઘુ કથાઓ, ૨-રહસ્યકથાઓ, ૮ પ્રૌઢ સાહિત્ય લખેલાં છે. ‘જયહિન્દ’ દૈનિકપત્રમાં શબ્દોની દુનિયામાં ડોકિયું” કોલમ તળે શબ્દ, અર્થ અને શબ્દની વ્યુત્પત્તિ સુધી વાચકને જાણકારી મળી રહે તેવી ડિક્ષનેરી પણ પુસ્તકરૂપે લખી છે. ગીર-ગોખે પડછંદા પાડનાર કવિ રાજેન્દ્ર શુક્લ ગુજરાતી ગઝલકાર કવિ રાજેન્દ્ર શુક્લનો જન્મ તા. ૧૨ ઓક્ટોબર૧૯૪૨ના રોજ જૂનાગઢના બાંટવા ગામે થયો હતો. શ્રી શુક્લનું મૂળ વતન ઝાલાવાડનું વઢવાણ શહેર. કિશોરાવસ્થાથી જ કવિને શબ્દ સાથે મૂળનો નાતો. ૧૯૬૨ના ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સામયિક ‘કુમાર’માં એમનું પ્રથમ કાવ્ય પ્રગટ થયેલું અને પછી તો ‘કવિતા', ‘મિલાપ', ‘પરબ’, ‘કવિલોક', ‘કંકાવટી’, ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત-સમર્પણ', ‘ગુજરાત’, ‘અભિયાન' જેવાં સામયિકોમાં તેમની કવિતાઓ પ્રગટ થતી રહી છે. છેલ્લાં ચારેક દાયકાથી ગઝલક્ષેત્રે ખેડાણ કરનાર કવિની કૃતિ ‘ગઝલ સંહિતા’ને વર્ષ-૨૦૦૭નો સાહિત્ય અકાદમી એવોડ મળે છે. તિમિરમાંથી પ્રગટતાં કિરણને Jain Education International ૪૫ આશાસભર શબ્દવેધથી વધાવ્યાં છે. કવિ રાજેન્દ્ર શુક્લ ગઝલ લખી છે. ગીતો લખ્યાં છે. છંદોબદ્ધ રચનાઓ અને અછંદાદસ રચનાઓ પણ આપી છે. પારદર્શી વ્યક્તિત્વ. કોઈ અનાહતના નાદ જેવા, ગિરિકંદરાઓમાં કરતાલ રણઝણાવતા આ દાઢીધારી કિવ ખરે જ અવધૂત જેવા લાગે છે. ગઝલનો લય પરંપરામાં ઘૂંટાયો છે. લાઘવમાં અર્થપૂર્ણ મર્મ કેવો તો ગોઠવાઈ જાય છે! વર્ષ ૨૦૦૭માં કોમલ ઋષભ'ને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો એવોર્ડ મળેલો છે. અગાઉ ૧૯૮૧માં અંતર ગંધાર’ને એવોર્ડથી નવાજવામાં આવેલો છે. એજ વર્ષમાં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળેલું છે. ૧૯૮૧માં કવિ ન્હાનાલાલ પારિતોષિક મળેલ. ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા ૨૦૦૧માં કલાપી એવોર્ડ એનાયત થયેલો. ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયેલો. તેમનાં પત્ની નયનાબહેન પણ સિદ્ધહસ્ત કવયિત્રી છે. પ્રખર ભાષાશાસ્ત્રી શ્રી ટી. એન. દવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વતની શ્રી ત્રંબકલાલ ન. દવેનો જન્મ ઈ.સ. ૧૮૯૭માં થયો હતો. ભાષાક્ષેત્રે અનુસ્નાતકની ઉપાધિ મેળવ્યા પછી ગુજરાત કોલેજમાં ૮ વર્ષ લેક્ચરર હતા. ત્યારબાદ લંડન જઈ જાણીતા ભાષાવિદ્ આર. એફ. ટર્નરના માર્ગદર્શન હેઠળ ૧૯૩૧માં પીએચ.ડી. (લંડન) થયા. ૧૯૪૭થી ૧૯૫૬ સુધી લંડન ખાતે સ્કૂલ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં ગુજરાતીના લેક્ચરર રહ્યા. સ્વદેશ આવ્યા પછી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. ભારતીય વિદ્યામંદિર દ્વારકામાં પાંચ વર્ષ નિયામક રહ્યા. ગુજરાતી ભાષાશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ટી. એન. દવેએ બહુમૂલ્ય પુસ્તકો લખ્યાં છે. આવા ભાષાશાસ્ત્રી ઝાલાવાડના હતા. તેમનું અવસાન વર્ષ-૧૯૮૮માં થયું. સંસ્કૃતભાષા–માતૃભાષા બનાવનાર સતીશભાઈ ગજ્જર ગુજરાતમાં સોમનાથ, સંસ્કૃત ભાષાની અલગ યુનિવર્સિટી થઈ. દક્ષિણ ભારતમાં તો આજના દિવસે પણ સંસ્કૃત ભાષા વ્યાવહારિક જીવનની ભાષા તરીકે બોલાય છે. આપણાં વેદ–પુરાણો–મહાભારત, રામાયણ, ગીતા જેવા ગ્રંથો-ઉપનિષદો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy