SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૪ પોતાનું એક સ્વપ્ન હતું. પોતાની સાથે છઠ્ઠા ધોરણમાં એક છોકરી ભણતી. ઓરમાન માતા-અંધાપો-અણગમો– તિરસ્કાર અને છોકરીની જાત....આ દશા સાંભળીને ભવિષ્યમાં બાળાઓ–આવી બાળાઓ' માટે સંસ્થા ઊભી કરવી. યોગાનુયોગ તેમના સંકલ્પબળને સહાયભૂત થાય તેવું પાત્ર પંકજભાઈ ડગલી. જૈન પરિવાર સુરેન્દ્રનગરના મળી ગયા. (તેઓ અંધજન વિદ્યાલય-અમરેલીમાં શિક્ષક છે). બંને આંખે અંધ હતા. લગ્નથી જોડાયાં પણ આજીવન આ અંધબાળાઓના હિત માટે નિઃસંતાન રહેવાનો સંકલ્પ કર્યો. ઝઝૂમી દુ:ખો વેઠી, રખડી–૨વડીને પણ તેમણે પોતાના સ્વપ્નને સિદ્ધ કર્યું. વિશાળ વડલા જેવી ‘શ્રી પ્રક્ષાચક્ષુ મહિલા સેવા–કુંજ’ સંસ્થા તા. ૨૦-૫-૧૯૯૬માં ઊભી થઈ. શરૂઆત કરી ત્યારે ચાર બહેનો હતી. અત્યારે ૧૨૫ બહેનો છે. બહેનોને શિક્ષણ–રહેવા-જમવા-તબીબી સુવિધા નિઃશુલ્કપણે આપવામાં આવે છે. માની મમતાનો ખોળો પાથરીને સૂનારી આ મુક્તાબહેને (બી.એ., બી.એડ્.-બ્રેઇલ લિપિ) શિક્ષણ લીધેલું છે. મુક્તાબહેન અને પંકજભાઈ ગુજરાતનાં જાહેર સંઘો, ક્લબો, મંડળો, ટ્રસ્ટો સાથે ટ્રસ્ટી, મંત્રી-સેક્રેટરી એમ વિવિધ રીતે સંકળાયેલાં છે. મુક્તાબહેનને મળેલા એવોર્ડઝ–પુરસ્કાર– સર્ટિફિકેટો–સન્માનપત્રોની આ યાદી ટૂંકી પડે તેમ છે. એટલી જગ્યાએથી અંધારામાં ઉજાસ પાથરનાર આ મુક્તાબહેન માટે કર્મ એ જ કવિતા' બની રહી છે. અંધ બહેનોમાં આત્મવિશ્વાસનો દીવો પ્રગટાવવા ‘મિસ ગુજરાત’-પ્રજ્ઞાવાન બહેનો માટેની સૌંદર્ય સ્પર્ધા યોજી. બીજી મહિલા–ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી. અંધ કન્યા-માધ્યમિક શાળા કદાચ આખા ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે છે. કુલ ૯૮૨ અંધ-અપંગ-મંદબુદ્ધિ ખોડખાંપણવાળી બહેનો અહીં ભણે છે. નવીનભાઈ અને રસિકભાઈ મણિયાર બંધુઓ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીસ્થાને છે, તો માનનીય સી. યુ. શાહ જેવા શ્રેષ્ઠ દાનવીરો આ સંસ્થાને મળેલા છે. પત્રકાર-સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલ ધનેશ્વર દવે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચૂડા ગામે તા. ૧૯ સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ સુશિક્ષિત-બ્રહ્મ પરિવારમાં Jain Education International ધન્ય ધરા મોહનલાલ દવેનો જન્મ થયો હતો. પિતા ધનેશ્વર દવે અને માતા જમનાબહેન હતાં. ગાંધી મહાત્માજીની ખૂબ જ નિકટ રહેલા. પિતા ધનેશ્વર દવે ૧૯૧૭માં સાબરમતી આશ્રમની શાળાના શિક્ષકના પદ પર રહીને સેવા કરવાનો લાભ મળ્યો હતો અને એ જ સાહિત્ય-કેળવણી અને આઝાદીનો તરવરાટ અને સિંચન મોહનલાલભાઈમાં કર્યું હતું. ૧૯૪૨નો ‘હિંદ છોડો' ચળવળનો શંખ ફૂંકાતાં મોહનભાઈએ ૨૦ વર્ષની ઉંમરે નોકરીને ઠોકર મારીને ઝંપલાવેલું. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને કેળવણીકારોનાં ‘રેખાચિત્રો’નો પ્રથમ ગ્રંથ પૂ. ગાંધીજીની પ્રેરણાથી તેમણે ‘સંસ્કૃતિના રક્ષકો’ લખ્યો અને અર્પણ કર્યો. રાણપુરમાંથી ‘સૌરાષ્ટ્ર' પત્ર શેઠ અમૃતલાલ ચલાવતા. પછીથી ‘ફૂલછાબ’ શરૂ થયું. તેના સહતંત્રી તરીકે જોડાવા ઇજન મળ્યું. આમ આ સાહિત્યકાર કેળવણીકાર અને પત્રકારની ત્રિવિધ સેવાઓ ‘ફૂલછાબ' મારફતે આપી. ૧૯૪૭ પછી ‘જીવન પ્રકાશ'ની લાલિમા ફેલાવી. શિક્ષક-સર્જક-સંવેદનાને વાચા આપતું ‘સ્વતંત્ર-‘શિક્ષક' ચલાવ્યું. આમ મોહનભાઈનું ઊજમાળું પત્રકારત્વ અને લેખનસરવાણી એટલે ‘દિવ્ય વાણી’, ‘અમર સંદેશ’, “ધરતીના ખોળે’, ‘મુક્તિનો મારગ’, ‘સ્પંદનો’, ‘દુભાયેલાં હૈયાં' જેવાં પુસ્તકો પ્રગટ કરીને પ્રેરણાદાયી સાહિત્ય પીરસ્યું. અનેક લબ્ધપ્રતિષ્ઠ પત્રકારો-સાહિત્યકારો અને કવિઓના પ્રેરણાપાત્ર મોહનલાલ દવે હતા. એક સારા ચિત્રકાર પણ હતા. ઈશ્વરભાઈ મોહનલાલ દવે તા. ૬ એપ્રિલના રોજ મહાત્માજીએ દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું લઈ સવિનય કાનૂન ભંગ કરી સત્યાગ્રહનાં મંડાણ કર્યાં. દેશ આખો ખળભળી ઊઠ્યો. એક જાગૃતિ આવી ગઈ. શેઠ અમૃતલાલની આગેવાની નીચે ધોલેરા સત્યાગ્રહની ટુકડીઓનો પ્રવાહ શરૂ થયો. ગુજરાત અને કરાંચીમાંથી પણ એક પછી એક ટુકડીઓ આવતી રહી. એવી એક ટુકડીમાં એક સત્યાગ્રહી સૈનિક હતા સ્ફૂર્તિલા કસાયેલા અને મસ્તી ભરેલી ચાલ સાથે પ્રફુલ્લિત મુખારવિંદ. આ યુવાન એ જ ઈશ્વરલાલ મોહનલાલ દવે. તેમનો જન્મ તા. ૨૦-૯-૧૯૧૩ના રોજ હળવદ ભૂમિમાં થયો. સ્વાતંત્ર્યતાની લડતમાં અનેક વખત જેલની સજા વેઠી. ૨૨-૭-૧૯૭૮ના આફ્રિકામાં કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy