SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને સ્મશાન વચ્ચે જઈને આંખ અને હૃદયથી બધું અવલોકવું– પછી વાતશિલ્પ કરવું. “મડદાં બાળનારો' વાતો વાંચવા જેવી છે. સુમંતભાઈ સાહિત્યકાર સાથે ઋજુ હૃદયના સભાન માણસ છે. તેમની મૈત્રી જેને પણ મળે છે તે સાહિત્યની દિશામાં ‘ફળ’ છે. ઉંમરનો બાદ કોઈને ન દેખાય તેવું સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ છે. આકાશવાણી અને ટી.વી.માં તેમની મુલાકાત પ્રગટ થઈ ગયેલી છે. નવી શૈલીની નવલિકા’ રાજકોટ આકાશવાણી પ્રસારિત કરે છે, તેમાં તેમની ઘણી વાર્તાઓ રજૂ થયેલી છે. એક વાચક તરીકે જો કોઈ જુએ તો લાલજી વર્મા નામનો જન્મટીપ ભોગવતો એક કેદી ખાસ સુમંતભાઈની નોવેલ વાંચે છે. ફૂલછાબ'માં હાલ બે કોલમ સંભાળે છે. નવલકથા સર્જક : બકુલ દવે ત્રણેક દાયકા પહેલાં “જનસત્તા–વાર્તા સ્પર્ધામાં જેમની ટૂંકીવાર્તા કહુંની પેલે પારથી’ ને રૂા. ૧૧૦૦૦નું ઇનામ મળ્યું, તે વખતના “ચાંદની', “નિરીક્ષક'માં જેમની કૃતિ પ્રકટ થતી એવા બકુલ દવેએ નવલકથા સર્જનક્ષેત્રે ઠીક ઠીક કાઠું કાઢયું છે. બકુલ દવેએ સાતેક નવલકથાઓ, બે વાર્તાસંગ્રહો પ્રકાશિત કર્યા છે. જેમની વાર્તાઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠત અખબારોમાં (સળંગ ધારાવાહિક) પ્રગટ થયેલી છે. જન્મભૂમિ, કચ્છમિત્ર, ફૂલછાબ, સમભાવ, ગુજરાત ડેટ, વગેરે અખબારોમાં પ્રગટ થયેલી છે. “સમી સાંજની મહેક' નવલકથા અને “આગમના' નવલકથાને વિવેચકોએ વખાણી છે. “લિવિંગ લિજેન્ડ' અમિતાભ બચ્ચનની–મૂળ બંગાળીમાં શ્રી સૌમ્ય ચટ્ટોપાધ્યાય લિખિત જીવનકથાનો અનુવાદ ગુજરાતીમાં આપ્યો. તેમજ આકાશવાણી અને દૂરદર્શનમાં પણ તેમની મુલાકાત પ્રસારિત થયેલી છે. ગુજરાતી નવલકથા સાહિત્યના નવોદિત લેખકોમાં બકુલ દવેનું પ્રથમ પંક્તિમાં સ્થાન છે. પુરસ્કારો, માન-સન્માનની પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર લખે જતા બકુલ દવેને વિશેષતઃ વાચકોએ વખાણ્યા છે. વૃદ્ધોની સમસ્યાને લઈને જે લખી શકે છે તેટલી જ ઉત્કટતાથી યુવાનીની વસંતને મહોરાવી શકે છે. આ વાત પણ, જે પત્રો તેમને મળે છે તે બહુધા યુવા-જગતના હોય છે. સ્વભાવે સરળ.....સૌમ્ય અને સંવેદનાસભર હૈયામાં હેત રાખીને બેઠેલા બકુલભાઈએ કાયમી વતન સુરેન્દ્રનગર બનાવ્યું ૮૩૧ છે. બ્રહ્મ સોસાયટી, શેરી-૧, સુરેન્દ્રનગર ખાતે રહે છે. જાણીતા સાહિત્યકાર સ્વ. દુર્ગેશ શુકલના તેઓ સંગા ભાણેજ થાય. નવલકથાકાર : પ્રમોદ ત્રિવેદી સુરેન્દ્રનગરના સીમાડે ખેરાળી ગામ. તે મૂળવતન. મેટ્રિક, પી.ટી.સી. થયેલા. નખ-શિખ શિક્ષક એવા પ્રમોદરાય નંબકલાલ ત્રિવેદીનો જન્મ ૨૭ ઓગષ્ટ–૧૯૩૮. શિક્ષક તરીકે ભલે નિવૃત્ત થયા હશે પણ નવલકથા ક્ષેત્રે તેમની કલમ જીવંત છે–પ્રવૃત્ત છે. નવલકથા ક્ષેત્રે લગભગ ચૌદ નવલકથાઓ લખી તે સામાજિક નવલકથાઓ છે. જીવનના તાણાવાણા વચ્ચે ગૂંથાતી સંવેદનાસભર કથાઓ છે. “ભીની યાદનાં સૂકાં રણ” અને “માયા દર્પણ” જેવી ડૉક્ટરના જીવન પર ભારતીય સંસ્કૃતિની પાવન ગંગોત્રીને રજૂ કરતી કથા છે, તો ચિત્રકાર, રાજકારણ, રહસ્યાત્મક વિષય વસ્તુની સામે ‘તપોતીર્થ' જેવી આધ્યાત્મિકસંન્યસ્ત જીવનની કથા પણ છે. પોતાના શિક્ષકના વ્યવસાયના અનેક અનુભવોને લઈને કર્મભૂમિ' નવલકથા શિક્ષકમાં રહેલા શિક્ષકની કથા છે. પાશ્ચાત્ય વાતાવરણ અને પાત્ર સૃષ્ટિવાળી નવલકથાઓ પણ છે. નાની વયથી જ સાહિત્યકારોની કૃતિઓનું વાચન૧૯૯૧માં ખ્યાતનામ લેખક દિલીપભાઈના પરિચયમાં આવ્યા. દિલીપભાઈએ સાહિત્યના રાજમાર્ગ પર આંગળી પકડીને મૂક્યા. ગુરુ દ્રોણ અને એકલવ્ય જેવી ઘટના ઘટી અને ચૌદ નવલકથાઓ લખાઈ. પ્રકાશકોને લેખકે શોધવા પડે તે પરિસ્થિતિમાં પ્રમોદભાઈને સામેથી લખવાનું કહેણ આવે તે સફળ લેખકની સિદ્ધિ નહીં તો બીજું શું? ઢગલાબંધ સાહિત્ય પ્રગટ થાય છે ત્યારે પ્રેરણા મળે એવું સાહિત્ય કેટલું? એક અંધ દંપતીનું જીવન સ્પર્શી ગયું અને એ આંસુમાંથી જે કથા આલેખાઈ તે આ નવલકથા “અંજલિ ભરી આંસુ અમે પીધા' પ્રમોદભાઈની આંખે મોતિયો આવેલો. તે પરિસ્થિતિમાં આ કથા લખતાં લખતાં ખુદનાં આંસુ જે કાગળ પર પડેલાં તે પણ બતાવ્યાં અને એ પુસ્તકને એટલી તો પ્રસિદ્ધિ મળી કે રૂ. ૨૫,૦૦૦ વી.એચ. પાટીલ પુરસ્કારની નવાજેશ સાથે પ્રજ્ઞાચક્ષુ (નવનિર્મિત) મહિલા સેવાકુંજમાં લેખક Jain Education Intemational lain. Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy