SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અને સીમંધર સ્વામી પાસેથી સમાધાન મળ્યું કે પૂજ્ય શ્રી એકભવાવતારી છે. પ્રથમ કલ્પ દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સામાન્ય રીતે જૈન સાધુઓ વિષે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર ‘આત્મવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગત સમસ્તનાં પ્રાણીઓ અને મનુષ્યોને આત્મીય માનનાર અને સ્વીકારનાર ઉદાર દૃષ્ટિ-સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આ લખાણમાંથી મળશે. જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમાં એક મહાન પ્રદેશ છે, જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભવવિભૂતિ જેવા સરસ્વતીઉપાસકો થઈ ગયા. ઝાબુઆડીલાના ચાંદલા નામના ગામમાં ઓશવાલ વણિક જ્ઞાતિના જીવરાજી નામના ધર્મસંસ્કારીના ઘેર વિ.સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે જન્મ થયો. તેથી તેમનું નામ ‘જવાહર' રાખવામાં આવ્યું. ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડાં જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ, પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા, એટલે એક અણધાર્યો બનાવ બન્યો. વૈરાગ્ય અને અંતરમંથન ઃ બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા–એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. ‘આ શિવરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે એવી જૈના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજ્રપાત જેવી અસર થઈ વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી. Jain Education International ધન્ય ધરા કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા શઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભરી આવતો હતો અને તેથી કોઈ વાર તે ગદગદ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દૃઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો એ બાળક આગળ વધી રહ્યો હતો. ધનરાજજી દ્વારા દુકાવટ : ‘જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી.’એવી ખબર જવાહરના બાપુજી (પિતાના મોટાભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે તક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિંદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે મયની લાગણી ઉત્પન્ન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે થયાશક્ય પ્રયત્ન કર્યો, પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત્ રહેતા અને વાચન, ચિંતન અને સંત– સમાગમના વિરહમાં દિવસો વિતાવતા પણ તેમના મનનું સમાધાન થતું નહીં. સંતસમાગમ અને દીક્ષા : જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એકવાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું, ત્યાં હકમીચંદની પરંપરાના પરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. રારાજજીને છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા, પરંતુ આ વાત હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy