SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૩ શાશ્વત સૌરભ ભાગ-૨ બનાવવાની પરંપરા બધે જ છે. કેટલાંય વર્ષોથી છે જ પરંતુ કોઈ આચાર્ય પોતાની હયાતી દરમિયાન પોતાનું આચાર્યપદ વોસરાવી, છોડી દઈને, યોગ્ય મુનિને પોતે જાતે જ આચાર્ય- ચાદર શ્રદ્ધાપૂર્વક ઓઢાડે, તે તો સૌથી પ્રથમ તો આચાર્યશ્રી જયમલજી મહારાજ સાહેબ જેવા યુગપુરુષનું જ કાર્ય છે. પૂજ્યશ્રીએ યુવાચાર્ય શ્રી રામચન્દ્રજી મ.સા.ને આચાર્ય જાહેર કરીને પોતે આચાર્યપદનો ત્યાગ કર્યો. ચતુર્વિધ સંઘ, નાગૌર શહેરમાં વિ.સં. ૧૮૫૧માં જેઠ સુદ બીજના શુભદિને ધર્મસભાની હાજરીમાં યુવાચાર્ય શયચન્દ્રજી મ.સા.ને આચાર્યપદની ચાદર ઓઢાડી તેમની સંઘાચાર્યની પદવી પર પ્રતિષ્ઠા કરી. ફાગણ સુદ દશમે એ યુગપુરુષે નિયત મરણને જાતે જ વરવા માટે (ઇચ્છા મૃત્યુને ભેટવા માટે) સંથારો લેવાની અભિલાષા વ્યક્ત કરી અને સંથારા દરમિયાન ૧૧ એકાંતરા ઉપવાસ કરી, એક છઠ્ઠ કર્યો; છઠ્ઠનું પારણું ન કર્યું અને વિ.સં. ૧૮૫૩, ચૈત્ર સુદ પૂનમને દિવસે એ દિવ્ય પુરુષે ચતુર્વિધ સંઘની હાજરીમાં સંથારાનાં પચ્ચકખાણ કર્યા. ૪૯ સંત તથા ૨૫૦ સતીજીઓ સંથારાની સેવામાં હાજર હતા. એમાંનાં ૧૬ સંતોએ એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા.ના સંથારાની તન-મનથી દિવસ-રાત સ્વાધ્યાય-સેવા કરીને સાથ આપ્યો. દિવસ-રાત એક કરીને આ સંથારાની અવિરત સેવા કરનારા એ સોળેય સંતોએ કાલાન્તરે એક–એક માસનો સંથારો લીધો હતો. જૈન જગતના આ યુગપુરુષને ૩૧ દિવસોના-દીર્ધ સંથારાનો લાભ મળ્યો. જૈન ઇતિહાસમાં વીતેલાં પાંચસો વર્ષમાં આવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેમાં કોઈ સંપ્રદાય કે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત મહાન આત્માને આવો સંથારો ચાલ્યો હોય એ એ મહાપુરુષની ત્રણ પાટ સુધી એક-એક માસનો સંથારો, બધા જ ૧૦ પટ્ટધર આચાર્યએ લીધો હોય. આચાર્યસમ્રાટ પૂજ્યશ્રી જયમલજી મ.સા.નો વિ.સં. ૧૮૫૩ના વૈશાખ સુદ ૧૪ના રોજ, ૩૧ દિવસનો સંથારો પૂર્ણ થયો. (સિદ્ધ થયો). આચાર્યસમ્રાટની નિર્જીવ પાર્થિવ કાયા જ બાકી રહી ગઈ. આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો. એકાવતારી આચાર્યસમ્રાટ સમાધિ ધર્મને વર્યા વગેરે જુદા જુદા શબ્દોથી, રાષ્ટ્રભરમાં એમના દિવંગત થવાના સમાચાર માનવીય સાધનો મારફત પ્રસારિત થતા ગયા. અંતિમદર્શન અને પાર્થિવ શરીરના અગ્નિસંસ્કારમાં સામેલ થવા માટે દેશના નજીક તથા દૂરનાં સ્થળોથી હજારો જૈન તેમજ જૈનેતર શ્રદ્ધાળુ ભક્તો નાગૌર પહોંચ્યા. વિશાળ જનસમૂહની હાજરીમાં એ પાર્થિવ શરીર પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું. બાકી રહી ગયો એ આદર્શ મહાન સંત શ્રેષ્ઠનું અમરત્વ પ્રાપ્ત થશઃ શરીર તેમજ ગૌરવશાળી જયગચ્છીય પરંપરા. એકાવતારી આચાર્ય જય જીવનપ્રકાશ : - એક પ્રવચન સાંભળીને જ વૈરાગ્ય જાગ્યો. ૩ કલાક (૧ પહોર)માં ઊભાં-ઊભાં પ્રતિક્રમણ કંઠસ્થ કર્યું. - ૧૬ વર્ષ સુધી એક ઉપવાસનો વરસી તપ ૧૬ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ, ૨૦ માસખમણ તપ, ૧૦ બે માસખમણ તપ, ૪૦ અઠ્ઠાઈ તપ, ૯૦ દિવસ અભિગ્રહ સાથે તપ, એક વાર ચૌમાસી તપ, એકવાર છ માસી તપ, ૨ વર્ષ અટ્ટમને પારણે, અટ્ટમ, ૩ વર્ષ પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ વગેરે તપ. જ ૫૦ વર્ષ સુધી આસન બિછાવીને (સૂઈને) ઊંઘ લીધી નથી. * ૮ દિવસ સુધી આહાર લીધા વિના, બિકાનેરમાં ૫૦૦ યતિઓને ચર્ચામાં પરાજય આપી, હંમેશને માટે, જૈનસંતો માટે સૌથી પ્રથમ ક્ષેત્ર ખોલ્યું. જ પીપાડ, નાગૌર, જૈલસમેર, બિકાનેર, સાંચૌર, ફલૌદી, સિરોહી, જાલોર વગેરે અનેક ક્ષેત્રોમાં, યતિઓને ચર્ચામાં પરાજય આપી, ક્ષેત્રો ખોલ્યાં. : જોધપુર, બિકાનેર, જયપુર, નાગૌર, જૈસલમેર વગેરેના રાજા-મહારાજાઓ તથા દિલહીના બાદશાહ મોહમ્મદશાહ તેમજ એના શાહજાદાને બોધ પમાડી સુમાર્ગે લાવ્યા. : ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષા આપી–૫૧ શિષ્ય, ૨૦૦ પ્રશિષ્ય ૪૪૯ સાધ્વી સમૂહ. * વિ.સં. ૧૮૦૭માં મોટી સાધુવંદણા રચી એ ઉપરાંત, ૨૫૦થી વધારે કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. પોતાના જીવનકાળ દરમિયાન–૨ વર્ષ પૂર્વ (વિ.સં. ૧૮૫૧-૧૮૫૩) આચાર્યપદ ઉત્તરાધિકારીને આપીને આત્મસમાધિમાં લીન થયા. સંથારાના સોળમા દિવસે-મધ્યરાત્રિએ ઉદયમુનિ તથા કેશવમુનિએ દેવલોકથી આવીને વંદન કર્યા, પૂર્ણ પ્રકાશને જોઈને આચાર્ય શ્રી રામચન્દ્રજી મ.સા. વગેરે સંતોએ પૂછ્યું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy