SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૮૧૦ ચારણશૈલીના વાર્તાકાર બાપલભાઈ ગઢવી - સૌરાષ્ટ્રમાં ચારણશૈલીના લોકપ્રિય વાર્તાકથકોમાં બાપલભાઈનું માન અને સ્થાન મોખરે છે. તેમનો જન્મ ૫ નવેમ્બર, ૧૯૨૧ના રોજ બાબરિયાત ગામે (તા. તળાજા) પિતા દેહાભાઈ તથા માતા કુરબાની કૂખે થયેલો. આકાશવાણી રાજકોટ પરથી રાત્રિના દસ પછી જે લોકવાર્તાઓ પ્રસારિત થતી એમાં આગવી ભાત પાડતી શૈલીમાં આ લોક વાર્તાકારની વાર્તા પણ સાંભળવા મળે. કોઈ લોકવાર્તાકારનો પરિચય પામવો હોય તો તેની વાર્તા હૃદય અને કાન ખુલ્લાં રાખીને જ સાંભળીએ તો જ તેનો પરિચય થઈ શકે. બાળપણથી જ સંઘર્ષ વેઠીને, રખડપટ્ટી, મોજમસ્તી વચ્ચે આગળ વધેલા બાપલભાઈની ભણવાની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. નશાબંધીનિયોજક થયા. બે ચોપડીનો અભ્યાસ, વાર્તાકલાનો વારસો, જન્મજાત સંસ્કાર હતા જ. સૌ પ્રથમ વાર્તા મોસાળના ગામ મેથળીમાં કહી. ૧૬ વર્ષની ઉંમરે માંડેલી વાર્તા. પછી તો લોકસાહિત્યનો અભ્યાસ થયો. મામા કાનાભાઈ અને કાળુભા જમાદારનાં પ્રેરણા-પ્રોત્સાહન મળ્યાં. આમ તો તેઓ બાબરિયાત ગામના ગામધણી હતા. (લાઠીના દસોંદી–ચારણ) ગણોતધારામાં જમીન ખેડૂતો પાસે રહી. તેઓ મેમણવોરા, જે અફીણના ઇજારા રાખતા તેને ત્યાં નોકરી કરતા. ગુજરાન ચલાવતા. એ વખતે ચાવંડનો આયર ડાયરો બાપલભાઈનું માનસમ્માન કરે. એમાં જેઠો ડેર બહારવટિયો તો બાપલભાઈનો મિત્ર થઈ ગયેલો. કવિતા પણ બનાવેલી. લીંબડીના રાજકવિ શંકરદાનજી પાસે લધુસંગ્રહ શીખ્યા, જેમાં લેખન-ગાયનનાં મૂળભૂત તત્ત્વોનો સમાવેશ થતો હતો. પોરબંદરના રાજકવિ શ્રી યશકરણજી પાસેથી વ્રજભાષા અને તેના સાહિત્યનો અભ્યાસ કરેલો, જે કલાના માધ્યમથી બાપલભાઈએ કુરિવાજો-અંધશ્રદ્ધા સામે રીતસરની જેહાદ લીધેલી. નશાબંધીનિયોજક તરીકે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે કામગીરી સંભાળેલી. નિવાસસ્થાન પણ સુરેન્દ્રનગર બનાવ્યું. નશાબંધી સાથે દહેજ અને અસ્પૃશ્યતાનિવારણ સંમેલનો પણ યોજના અને નશાખોરીમાંથી મનોરંજનડાયરાઓ કરીને તે દ્વારા ઘણાંને મુક્ત કર્યા છે. ગિરીશ ગઢવી તેમના પુત્ર છે. તા. ૩-૮-૧૯૯૫ના રોજ આ લોકવાર્તાકારે ઝાલાવાડ વચ્ચેથી વિદાય લીધી. ગાંધી વિચાર અને રામકૃષ્ણ મિશનનો સુમેળ સ્વામી આનંદ સ્વામી આનંદ જેણે મનસા, વાચા, કર્મણા, સમાજમાં રહીને, સમાજને ઉપયોગી એવાં કાર્યો કર્યા અને તે પણ સાધુજીવનની વચ્ચે રહીને. પિતા રામચંદ્ર દવે. લીંબડી તાલુકાનું શિયાણી ગામ. જન્મ ૮ ઓક્ટોબર, ૧૮૮૭ના રોજ. રામચંદ્ર દવેને ત્રણ પુત્રો. મોટા જટાશંકર, જે મુંબઈમાં સરકારમાં ઉચ્ચ અધિકારી હતા. પાછળથી ભારત સરકારના પોલિટેનિક ખાતામાં ઉચ્ચ સ્થાને હતા. વચેટ પુત્ર તે અમદાવાદમાં મેડિકલ કોલેજમાં હાર્ડિસ સર્જન હતા અને સૌથી નાના પુત્ર તે હિંમતલાલ એટલે કે ગાંધીયુગના પ્રભાવી સાહિત્યકાર સ્વામી આનંદ. પોતે કહે છે તેમ જંગલના વાંસની જેમ ઊછર્યા અને જીવ્યા, પોતાનાં લગ્નની કાંઈક તૈયારીઓ ચાલે છે. એવું કાને સાંભળવામાં આવતાં આ ધૂની મસ્તરામ તો ઘર છોડીને નીકળી ગયા. તેજસ્વી, સમૃદ્ધિથી હર્યુભર્યું દિલ. પ્રજ્ઞાવંત એવા સ્વામી આનંદ ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત હતું. જ્યાં જાય ત્યાં ભાષા શીખી લેતા અને માણસોમાં ભળી જતા. ભાષા પર તો ગજબનું સામર્થ્ય. જેના પર ગુજરાતી ભાષા ગૌરવ લઈ શકે તે ગુ. ભાષા તો ખૂબ મોડા શીખેલા. કોલેજનાં પગથિયાં પર પગ મૂક્યો નથી અને પ્રાણવાન પ્રવાહી ગદ્યની સંમોહક શૈલીએ લખાયેલાં ઉમદા પુસ્તકોનો રસથાળ આપ્યો. ૧૩ વર્ષની ઉંમરે ભારતભ્રમણ કરનાર સ્વામી રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં આવ્યા. આ સાધુઓમાં નિર્વ્યસની, શિસ્ત-શિક્ષિત પ્રભાવી લાગ્યા. આલપોડાથી ૫૦ માઇલ દૂર નેપાળની સરહદે વિવેકાનંદ કેન્દ્રના-માયાવતીના અદ્વૈતા આશ્રમમાં વાસ કર્યો. ત્યાં એક પગે ઊભા રહીને આઠ આઠ કલાક ગાયત્રીનું પુરશ્ચરણ કરવા સાથે પ્રેસમાં પણ મદદ કરતા. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના 'કેસરી' પત્રમાં સહાય કરતા રહ્યા. સ્વરાજ ચળવળમાં સક્રિય રહ્યા. Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy