SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોતાનો ખાસ ‘ચાહક વર્ગ’ પણે ઊભો કરી શક્યા છે. ‘સભા સંચાલન’ અને ‘ગોપાલભાઈ' એકમેકનાં પૂરક બની રહ્યાં છે. હરસિદ્ધિ એપાર્ટમેન્ટ, કે. કે. નગર રોડ, વારાહી ફાર્મ પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ખાતે તેમનું નિવાસસ્થાન છે. લોકગાયક શ્રી કરશન પઢિયાર ૧૯૪૪નું વર્ષ માંડ પંદરેક વરસની ઉંમર.....નવરાત્રિ ઉત્સવ દરમ્યાન ઘેઘૂર કંઠે મધુરી હલકથી કરશનભાઈ લીંબડીના ચોકમાં ગાતા હતા. વારસાગત વ્યવસાય શક્તિનું પ્રાચીન વાદ્ય એવા ડાકવાદન સાથે દેવ-દેવીઓનાં પ્રશસ્તિ ગાન–દોહા (આરણ્યું) ગીત (ઝીલણિયા) દેવદેવીઓની વાર્તાઓ વગેરે આહ્વાન કરી માતાજીના ભૂવાઓના શરીરમાં પવનરૂપે પ્રગટાવી તેમને ધુણાવવાનો, બાકીના સમયમાં ગધેડા ઉપર રેતીનાં છાલકાં ભરીને લઈ જવાનો ધંધો કરી નાખતા અને માતાજીનો માંડવો તથા રંધાતુ કે વરસો જ જેવા જ્ઞાતિના પરંપરાગત ઉત્સવો ઊજવવાનો અને યજમાન વૃત્તિ કરવાનો. લીંબડી ૮૪ ગામનું સ્ટેટ, ત્યારે કુમાર ફતેસિંહજી ઉર્ફે કાકાબાપુ સાહિત્ય-કલાના રસિક જીવ. દર વરસે કવિઓ, કલાકારો, ગાયકો-વાર્તાકારોનો ડાયરો કાકાબાપુના દરબારમાં થાય. શંકરાનંદજી ત્યારે લીંબડીના રાજ-કવિ હતા, જેમાં સ્થાનિક કલાકારો જો હોય તો તેવા રત્નને આ કવિરાજો પારખી લેતા. તે વખતના કલા–દિગ્ગજો કાગ, મેરુભા, પિંગળશીભાઈ (લીલા) આ કાર્યક્રમમાં આવતા. પિતા જેરામભાઈના મિત્ર નારણભાઈ ભાથી રાજદરબારમાં કામ કરતા. કવિ કાગે ‘કાગવાણી'નો પહેલો ભાગ પ્રગટ કરેલો. એમાંથી મીઠી હલકથી ગીતો ગાઈ સભાને ડોલાવતા. કરશનભાઈએ તે ‘કાગવાણી' માટે પિતાને કહ્યું અને નારણભાઈએ તે પુસ્તક કરશનભાઈને આપ્યું. એમાંથી જાહલની ચિઠ્ઠી' કંઠસ્થ કરી. નારણભાઈએ ત્યારે જ વાત મૂકેલી કે “એક રાવળનો છોકરો.....અહા....શું એની હલક છે!' જવાબમાં “ઈ છોકરાને પાંચ વાગ્યે બંગલે લઈ જજો.” પિતા અને પુત્રની જોડી. આપણા આ આજના આકાશવાણીના A–ગ્રેડના કલાકારને રજૂ કરે છે. અર્ધચંદ્રાકારે ગોઠવાયેલા ડાયરામાં કવિ શંકરાનંદજી હાજર છે. કહે કંઈક Jain Education International સંભળાવ.” કરશનભાઈએ જાહલની ચિઠ્ઠી ગાઈ. માઇકની જરૂર આજે પણ નથી પડતી, એવો નક્કર કંઠ. આ કવન સાંભળીને કવિ કાગ શંકરદાનજીને ઉદ્દેશીને બોલ્યા : “ચિટ્ટી ફાટી ગઈ.” (અર્થાત્ બંગલે ગાવાની રજા મળી ગઈ) ક્યાં રહે છે? શું કરે છે? બધી વાતચીત થઈ ગઈ, પરંતુ આ પછી દરરોજ બપોર પછી સાહિત્યની શિક્ષા લેવાને માટે કરશનભાઈનાં દ્વાર ખુલી ગયા! કહો કે હ્રદયનાં હાટ ખૂલી ગયાં. ૮૧૫ કરશનભાઈ પઢિયાર ૧૯૫૬થી આકાશવાણીના માન્ય કલાકાર છે. ટીવી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયક તરીકે પસંદગી પામ્યા છે. ગુજરાત અને ગુજરાત બહાર ડાયરાઓ ડોલાવ્યા છે. માહિતી ખાતા તરફથી અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમને શ્રી મોરારિબાપુના હસ્તે ‘કવિકાગ એવોર્ડ’ મળેલો છે, તો ૨૦૦૧માં લોકકલા અંગેનો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરનો ગૌરવ પુરસ્કાર' (રૂા. ૨૫,૦૦૦/ શિલ્ડ અને સન્માનપત્ર) મળેલો છે. માતા માવલબહેન અને પિતા જેરામભાઈ પઢિયાર. લીંબડી તેમનું મૂળ ગામ. તા. ૩ ડિસેમ્બર, ૧૯૨૯માં જન્મેલા કરશનભાઈ આજે ચાંસીમાં વરસે પણ ગાઈ શકે છે. નક્કર કંઠના, લોકસાહિત્યનાં ગીતોના જાણતલ એવા કરશનભાઈ હાલ નાથા વોરાની શેરી, રબારીના નેહ, વઢવાણમાં રહે છે. બંને પુત્રો હરેશભાઈ (દાજીરાજ હાઇ.માં શિક્ષક છે) અને કલાકારનો માયાળુ સ્વભાવ જેમના હૈયામાં વસે છે એવા બીજાપુત્ર શૈલેષભાઈ સાથે રહે છે. પત્ની શારદાબહેન કરશનભાઈના કલાજીવનનો ‘સીતા– આદર્શ' જાળવીને સદાનાં જીવનસંગિની રહ્યાં છે. લીંબડી રાજકવિશ્રી શંકરદાનજી “ખુશામત ખોટી કરી, કવિઓ નભિયા ટેંક, (પણ) અચકાયો નહીં એક, સત્ય કહેતા શંકરા.” કવિ શંકરદાનજીનો જન્મ દેથા શાખાના ચારણકુળમાં સંવત ૧૯૪૮ના અષાઢ સુદ બીજ, શનિવારે લીંબડીના વસતડી ગામે જેઠીભાઈ ખોડાભાઈ દેથાને આંગણે થયો હતો. માતાનું નામ દલુબા તે પાટણા (ભાલ) પ્રતાપભાઈ મહેડુનાં પુત્રી તે હતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy