SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૮ હિન્દી શિક્ષણનું કામ કર્યું કોર્નેલ યુનિ. અમેરિકામાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૬૮ થી ૧૯૭૨ Dept. of Modern Languages and Linguistics Hi Teaching Fellow' તરીકે કામ કર્યું. તો ૧૯૭૩થી ૧૯૯૪ સુધી કોર્નેલ યુનિ.ની લાઈબ્રેરીમાં કેટલોગર તરીકે કામ કર્યું. સાથોસાથ ૧૯૭૭-૮૦ એજ યુનિવર્સિટીમાં south Asia Program, Research Associate તરીકે પણ સેવાઓ આપી. રાધેકાન્તભાઈ તેજસ્વી અધ્યાપક, ઉત્તમ વક્તા, અનુવાદક, કવિ અને લેખક છે. ડેન્માર્ક અને ઇથાકામાં શાળાકૉલેજો અને ચર્ચામાં તેમણે હિન્દુ ધર્મ' ઉપર વાર્તાલાપો આપ્યા છે. લેખન-પ્રકાશન : અધ્યયન-અધ્યાપન નિમિત્તે તૈયાર કરેલા તેમના લેખો પ્રકાશિત થયા છે તો કેટલાક લેખો તેમણે જુદી જુદી કોન્ફરન્સમાં વાંચ્યા છે. ભાવનગરમાં હતા ત્યારે હિન્દી પાઠ્યપુસ્તકોનું સહલેખન-સહસંપાદન કરેલું. (૧૯૫૫– ૬૦) હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક શ્રી વિષ્ણુ પ્રભાકરની નવલકથા, “કોઈ તેનો ગુજરાતી અનુવાદ “કોઈ તો’ ૨૦૦૬માં પ્રગટ કર્યો છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ “જીવનનાં ગાણાં’ ઓક્ટો-૨૦૦૭માં પ્રસિદ્ધ થયો છે. હાલમાં તેઓ હિન્દી-ઉર્દૂ કવિતાઓનો સંગ્રહ તૈયાર કરી રહ્યા છે. ભવિષ્યમાં પણ લેખનપ્રવૃત્તિને જ વિશેષરૂપે ચાલુ રાખવાની તેમની ઇચ્છા છે. સાહિત્ય, સંગીત અને Intercultural studies તેમના રસના વિષયો રહ્યા છે. સ્વતંત્ર વિચારક રાધેકાન્તભાઈએ પોતાની માન્યતાઓ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી છે. “ધર્મ અને ઈશ્વરને અનુસરતો નથી. મૂડીવાદ અને સામ્યવાદમાં શ્રદ્ધા નથી. જો કે ગાંધીવિચાર અને માર્કસવાદના વિચારોથી પૂર્ણ પ્રભાવિત, પણ કોઈને ૧૦૦ ટકા અનુસરતો નથી. સ્વતંત્ર ચિંતન અને સ્વતંત્ર કર્મ. ધર્મગુરુઓ અને કથાકારોમાં શ્રદ્ધા નથી. ગુજરાતમાં વાંચનલેખન વધવા જોઈએ અને તે માટે લખનારાઓની ભાષા બોલચાલની નજીક હોવી જોઈએ. જોડણી અને વ્યાકરણના ચુસ્ત નિયમો ન ચાલે.” રાધુભાઈ એટલે હરતો ફરતો સંદર્ભગ્રંથ. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, જર્મન સાહિત્ય હોય-અધ્યાત્મ ગ્રંથોની વાત ધન્ય ધરા હોય કે ભાષા વિજ્ઞાનની અટપટી વાતો હોય કે સૂત્રો હોય– તેમની પાસેથી બધા જ સંદર્ભો તરત મળી જાય, સાથોસાથ સમજુતી પણ આપે. કુસુમબહેન કહે છે તેમ ‘રાધુભાઈ માત્ર કવિતા લખતા નથી, પરંતુ કવિતા જીવનારા છે.” સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિ રાધભાઈ પાસે જીવન જીવવાની આગવી જડીબુટ્ટી છે. તેઓ શાંત ચિત્તે કલાકો સુધી પ્રકૃતિને નિહાળતા રહે છે. સંગીત સાંભળે છે અને વાંચ્યા કરે છે. શ્રીમતી કસુમબહેનની વાત વિના રાધુભાઈનો પરિચય અધૂરો ગણાય. બાલ મનોવૈજ્ઞાનિક અને કલાકાર શ્રીમતી કુસુમબહેન રાધેકાન્તભાઈ દવે કર્મઠ પિતા માનભાઈ ભટ્ટ અને વત્સલ હીરાબહેનનાં પુત્રી કુસુમબહેનને શિક્ષણ, સમાજસેવા અને નાનાં બાળકોથી માંડીને યુવક-યુવતીઓના ઘડતર માટેની પ્રવૃત્તિ વારસામાં મળી. એમ કહી શકાય કે શિશુવિહારની પ્રવૃત્તિઓની સાથે જ તેમનું ઘડતર થયું છે. એ વારસાને તેમણે પૂરી નિષ્ઠાથી સંવર્ધિત કર્યો છે. ભાવનગરમાં હતાં ત્યારે ત્યાંની પરિસ્થિતિ અને માંગ અનુસાર કામ કરતાં હતાં. રાધેકાન્તભાઈ દવે સાથે લગ્ન પછી ઇથાકા (અમેરિકા) જઈને વસ્યાં ત્યારે ત્યાંના વાતાવરણ અને જરૂરિયાત પ્રમાણે કામ કરવાનું બીડું ઝડપી લીધું. શ્રીમતી કુસુમબહેને પત્રમાં જણાવ્યું છે કે “પૂ. ભાઈની જીવનશૈલી અને વારસાએ જીવન જીવવાની એક તાકાત આપી છે. પૂ. બહેનનું વાત્સલ્ય અને હૈયાસૂઝે જીવનની સીડી ડર્યા વિના ચડવાનું શીખવ્યું છે.” નવું નવું શીખવાની અને નવાં કાર્યો કરવાની ધગશ ધરાવતાં કુસુમબહેન સતત કાર્યરત રહ્યાં છે. ૬ જુલાઈ, ૧૯૪૦માં જન્મ. મૂળ વતન ભાવનગર. ભાવનગરમાં જ ભણ્યાં, ગણ્યાં, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કર્યું. ૧૯૬૮માં લગ્ન પછી અમેરિકા જઈને સ્થાયી થયાં. અભ્યાસ : ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨માં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાંથી બી.એ.ની ડીગ્રી મેળવી. દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગરમાંથી મોન્ટેસરી ટીચર્સ ટ્રેઈનીંગનો કોર્સ કર્યો ઉપરાંત સ્કાઉટ ગાઈડ, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy