SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિમંત્રણ મળ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા થયા હતા, પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ને હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યા. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહીં પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિષે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો. શિકાગો પરિષદ નિમિત્તે “શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર કર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે. આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મનો બોધ આપ્યો તેના પરિણામે પંજાબનાં જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાંક લોકો એમ ઇચ્છતાં હતાં કે સમકાલીન, સમવયસ્ક જેવા દેખાવે પણ એકબીજાને મળવા આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઇચ્છા હોવા છતાં એકબીજાને મળી શક્યા નહીં. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં પણ આવ્યા હતા અને એમનાં ત્યાગવૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સુરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું ને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે, “આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહીં મળે” ત્યારે એમણે કહ્યું, “મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે, તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો.” આમ, તેઓ બીજાની શક્તિની કદર કરનારા, ઉદાર દિલના હતા. એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ-સર્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે પોતે પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું. આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુત્પન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા. ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહીં. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખાન ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી. તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે, “મુખીની છાશ એ જૈન દર્શન છે અને ગામનાં લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા હોય એ અન્ય દર્શનો છે.” એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છે : જૈન તત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિર્ણયપ્રાસાદ, સમ્યક્તશલ્યોદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશબાવની, જૈન મતવૃક્ષ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઈસાઈ મત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણયઃ ભા. ૧લો અને રજો. આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સઝાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તાદર્શ' નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈન ધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. “અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઇત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy