SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ધન્ય ધરા લોકોની જીભે તો “આત્મારામજી' નામ જ ચડેલું રહ્યું. પાંચ વર્ષ પછી ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. વિ.સં. ૧૯૪૭થી ૧૯૫૩ સુધીના સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી બધી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દૃષ્ટિના હતા. સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા, એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો, એટલું જ નહીં જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મનાં લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેર ઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા; હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા. એમના ઉપદેશથી કેટલાંય લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહીં. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહાર સમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે માંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠીઓએ કહ્યું કે, “નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ,” પરંતુ એમણે કહ્યું કે, “નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક. અમારે મન બધા સરખા છે; વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું, એટલે અમે તો વિહાર કરી દઈશું.” એમણે વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડ્યું, પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માંગી. શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા, એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા લાગતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ કોઈ નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી, તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે પરંતુ હું દેહ સાથે નહીં, પણ ઇન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.” આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, “ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં ‘નમો લોએ સવ્વસાહૂણં' બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવું જોઈએ.” આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુક્ત દલીલ સાથે આ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. ઈ.સ. ૧૯૮૩માં અમેરિકાના શિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy