SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ લીંબાભાઈની મૂછે લીંબુ લટકે અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકામાં બરવાળા– બાવીશી ગામમાં લીંબાભાઈ નાકરાણી રહે. પટેલ કોમના લોકો હાથમાં લાકડી, પરોણો, પાવડો, કોદાળી કે દાતરડું રાખે કે વાપરી જાણે પણ બંદૂકને અને તેમને બાર ગાઉનું છેટું. હાથમાં લાકડી હોય તો પણ કોઈને મારતાં અચકાય એવી કોમના લીંબાભાઈ નાકરાણીની મૂછે લીંબુ લટકતાં હતાં અને એ બંદૂક રાખતા હતા. આપદ્ ધર્મ બજાવતાં ક્યારેક હિંમત અને સાહસ ન હોય ત્યાંથી આવી પહોંચે છે. પટેલ કોમ પરિશ્રમી અને લોંઠી છે, પણ પરતંત્રતામાં તેમની હિંમત અને સાહસનો ખજાનો ખૂટી ગયો હતો એટલે નમાલી લાગતી હતી તેનો લાભ ભૂપત બહારવટિયાએ ખૂબ લીધો અને વિશેષપણે પટેલ કોમને ખૂબ રંજાડી અને ત્રાસ આપ્યો. પણ પટેલ લીંબાભાઈ નાકરાણીએ ભારે મર્દાનગી બતાવી, તેથી ભૂપતની આંખમાં એ કણાની જેમ ખૂંચતા હતા. અને એને એમ લાગતું હતું કે લીંબો મારા સામે બહારવટું ખેડે છે, એટલે ભૂપત સાત સાત વાર લીંબાભાઈને મારવા ગયો પણ સાતે ય વાર ભૂપતનાં નિશાન નકામાં નીવડ્યાં અને લીંબાભાઈ આબાદ બચી ગયા. જેને રામ રાખે તેને કોણ ચાખે? પણ તેમના કુટુંબના છ સભ્યોએ જાન ગુમાવવા પડ્યા. કડવી માની મીઠી કથા ભૂપત પણ જેનાથી બીતો હોય એવા લીંબાભાઈના જ ગામમાં કડવી ભગત નામે ઓળખાતા ડોશી રહે. ભારે કાંઠાળા, સાડા છ ફૂટ ઊંચાં અને એનાથી ઊંચેરી સાત ફૂટની લાકડી રાખે. માથે પનિયું વીંટે અને આખી રાત ઉઘાડી સીમમાં પાણી વાળે, સતાધારની પદયાત્રા કરે, પણ કોઈના બાપની બીક રાખે નહીં. હૈયું ફફડે નહીં. હરામખોરો તો એમનાથી છેટા ભાગે. એવા મરદના ફાડિયા જેવાં, મા ભવાની જેવાં જાજરમાન વ્યક્તિત્વમાં જેનો જોટો જડે નહીં એવાં કડવી ડોશી અમરેલી જિલ્લામાં થઈ ગયાં. ઝાંસીની રાણી જેવી મર્દાનગી બતાવી હોય એવી વીરાંગનાઓનો ઇતિહાસ હજી લખવો બાકી છે એમ કડવીમાનું ચરિત્ર જોતાં લાગે છે! Jain Education International ם tata૩ ગુજરાતના વેદાંતી પાટીદારો પાટીદારોમાં તત્ત્વચિંતનનો વિચારપ્રવાહ છેક ઉપનિષદકાળથી વહ્યો આવે છે. જનકવિદેહી, જાનશ્રુતિ, જૈવલિ, પ્રતર્દન, દૈવોદાસી, પ્રવાહણ, ગાંર્યાયન વગેરે રાજર્ષિઓના વંશજો આ પાટીદારોમાં આધ્યાત્મિક વિદ્યા આનુવંશિકપરંપરામાં ઊતરી આવી છે. ગુજરાતના વેદાંત તત્ત્વ વિચારમાં, ખાસ કરીને પાટીદારોનો ફાળો બહુ મહત્ત્વનો છે. આ તત્ત્વચિંતનનો વિચારપ્રવાહ પાટીદાર કુટુંબોમાં પેઢી દર પેઢીથી ચાલ્યો આવે છે અને વંશપરંપરાગત વેદાંત સિદ્ધાંતનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરનારા પાટીદાર તત્ત્વચિંતકોએ મહત્ત્વનું પ્રદાન પૂરું પાડ્યું છે. તેમજ પાટીદારોએ આ પોતાનો વિદ્યાવારસો ટકાવ્યો પણ છે જેમાં ભાદરણના કર્મનિષ્ઠ પાટીદાર છોટાભાઈનું નામ સૌથી મોખરે રહ્યું છે. તેઓ વેદાંત તત્ત્વબોધના પ્રબળ જ્ઞાનપ્રવાહમાં શ્રોતાઓને ખેંચી જઈને જ્ઞાનપ્રવાહમાં રસતરબોળ કરી દેતા હતા. છોટુભાઈના રૂંવે રૂંવે અખાની જેમ વેદાંતજ્ઞાન વ્યાપી ગયાની નોંધ ગુજરાતના તજજ્ઞ યશોધર મહેતાએ કરી છે. વડોદરાના શ્રેયસાધક અધિકારી વર્ગના સંસ્થાપકથી નૃસિંહપ્રસાદના કૃપાપાત્ર અને બે અગ્રગણ્ય પાટીદાર શિષ્યો પૈકી એક અમદાવાદના નગીનદાસ પુરુષોત્તમ સંઘવી-અસાધારણ બુદ્ધિપ્રતિભા, વાણીવૈભવ અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. સંસ્કૃત ભાષા પર એમનો અસ્ખલિત કાબૂ હતો. એમની ગદ્યશૈલી અત્યંત ઓજસ્વી અને કુશાગ્ર હતી. ભારતભરના પ્રકાંડ પંડિતો સાથે સનાતન ધર્મની સંસ્કૃતમાં ચર્ચા કરી, તેની એ સમયના હિંદુધર્મના બે મહાન વિદ્વાનો આનંદશંકર ધ્રુવ અને નર્મદાશંકર મહેતાએ સંઘવીના ગધવૈભવની પ્રશંસા કરી હતી. બીજા શિષ્ય સોજીત્રાના પાટીદાર ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલનું પણ વેદાંતજ્ઞાન ઘણું ઊંડું હતું. માત્ર પુસ્તકિયા શાસ્ત્રનું જ્ઞાન નહીં પણ અનુભવમંડિત હતું. તેમને સાંભળતા જ હૃદયમાં આનંદની સરવાણી વહાવે અને માનવહૃદયને શાંતિનો અનુભવ કરાવે તેવી મધુર, કોમળ વાણી અસરકારક હતી. તેઓ મિલમાલિક હતા. દેણામાં ડૂબી જવા છતાં તેમના મોં પર લેશમાત્ર ઉદ્વેગ કે અપ્રસન્નતા નહોતાં. સાચા વેદાન્તી અજબ ખુમારીવાળું તેમનું જીવન પ્રેરણાસ્પદ હતું. યશોધર મહેતાને ઈશ્વરભાઈમાં મહર્ષિ વસિષ્ઠ ને કાશ્યપનાં દર્શન થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy