SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પરાધીન ભારતના ગ્લેડસન દીવાન હરિદાસ નડિયાદના સુવિખ્યાત અજુભાઈ પટેલના દેસાઈ-વગા કુટુંબનાં મૂળિયાં એક જ હતા. એના પૂર્વજો મહીદાસ અને નારાયણદાસે મુઘલ શહેનશાહો પાસેથી ખેડા જિલ્લાના નડિયાદ સહિત કેટલાંક પરગણાંઓના જમીનદારી અધિકારો પ્રાપ્ત કરી લીધા હતા. આ તેજસ્વી પાટીદાર દેસાઈ કુટુંબનો ઇતિહાસ સાચા અર્થમાં ધરતીપુત્રોનો અને ગુજરાતના એ સમયના સ્વચ્છ જાહેર જીવનનો ઇતિહાસ પણ બન્યો છે. બ્રિટિશ શાસન દરમિયાન ત્રાસદાયક પરંપરાગત સામંતશાહી સૌરાષ્ટ્રનું રાજકીય, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ લોકજીવનનું આધુનિકરણ કરવામાં દેસાઈ કુટુંબના બહાદુરલડવૈયાઓ અને પ્રગતિશીલ વહીવટકર્તાઓ તરીકે હિરદાસ વિહારીદાસ દેસાઈનું નામ (૧૮૪૦-૯૫) મોખરાનું સ્થાન ધરાવે છે. દેસાઈએ ભાવનગરમાં મુખ્ય ન્યાયાધીશ, વઢવાણ, ઈડર, વાંકાનેર અને જૂનાગઢ રાજ્યના દીવાન તરીકે શિક્ષણ અને સમાજસુધારાના ક્ષેત્રમાં એવું તો મહત્ત્વનું પ્રદાન કર્યું કે સમગ્ર દેશ તેમજ ઇંગ્લૅન્ડમાં સુધારાવાદી ‘ગ્લેડસ્ટન' તરીકે નામના હાંસલ કરી. જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદના ગાઢ સંબંધમાં આવ્યા હતા. સ્વામીજી હરિદાસને પિતાતુલ્ય અને પરમહંસને આધ્યાત્મિક ગુરુ ગણતા હતા. દીવાન હરિદાસ પરાધીન ભારતના ‘ગ્લેડસ્ટન’ છે, તેવું લંડનના પત્રકારોને વિવેકાનંદે પ્રમાણપત્ર આપ્યું હતું. પાટીદાર સમાજે વિવેકાનંદ જેવા મહાપુરુષોના સંપર્કમાં આવેલા આવા મહાન અગ્રણીઓ ગુજરાતના ચરણે ધર્યા હતા. અમેરિકાથી હરિદાસના ૧૬મી જૂન ૧૯૯૫માં અવસાન અંગે અમેરિકાથી સ્વામી વિવેકાનંદે સંદેશો પાઠવતાં કહ્યું, “હરિદાસ સમગ્ર હિંદના સાચા મિત્ર હતા. હિંદુસ્તાને એક મહાન પુરુષ ગુમાવ્યો છે. તમે સૌ તેમને માર્ગે ચાલજો.'' ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ’માસિકમાં કવીશ્વર દલપતરામે કાવ્યાંજલિમાં ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. હૃદયદારક પાટીદાર એકતાના પુરસ્કર્તા ગોકળદાસ કાનજીભાઈ કાલાવડિયા સને ૧૮૮૦માં બાબાપુર (અમરેલી) ખાતે કડવા પાટીદાર ગોકલદાસનો જન્મ થયેલો. તેજસ્વી બુદ્ધિપ્રતિભાના કારણે પી.ટી.સી.નો અભ્યાસ કરી શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયા. Jain Education International ७७१ ખેડૂતપુત્ર હોવાથી ખેતી પ્રત્યેનો પ્રેમ અને સંશોધનમાં ઊંડો રસ હતો. મગફળીનું વાવેતર પહોળા પાટલેના પ્રયોગો વિકસાવીને ખેતી અંગે નવું દૃષ્ટિબિંદુ ખેડૂતોને સમજાવતા. પત્રિકાઓ છપાવી ખેતપેદાશ વધુ લઈ શકાય તેવા પ્રયોગોના પ્રચાર માટે જેતપુરથી ‘જગતાત' માસિક પોતાના તંત્રીપદે પ્રગટ કર્યું હતું. ગોકળદાસ ભારપૂર્વક કહેતા હતા કે, ખેડૂત અને ખેતી દેશના અર્થતંત્રની ધોરી નસ છે. કાઠિયાવાડ પાટીદાર પરિષદ, સોરઠ પટેલસમાજ બંધુ અન્ય જ્ઞાતિ-સુધારણા આંદોલનોમાં તેમનો ફાળો બેનમૂન હતો. કડવા અને લેઉવા પાટીદારોની એકતા માટે શ્રી કાલાવિડયાએ ભગીરથ પ્રયાસો કર્યા હતા. ઈશ્વર પેટલીકર ઈશ્વરભાઈ નરસિંહભાઈ પટેલના જ શિષ્ય સમાન ઈશ્વરભાઈ પેટલીકરે સમકાલીન જીવનના સામાજિક ધાર્મિક અને રાજકીય પ્રશ્નો અને પ્રવાહોનું સુંદર વિશ્લેષણ કરી સમાજને પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. ચરોતર પ્રદેશના પેટલી ગામની આ વિભૂતિએ ૭૭ વર્ષની અવસ્થામાં કૉલેજમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોવા છતાં સમાજ જીવનના એક-એક પાસાની છણાવટમાં એમના એટલા બધા ઊંડા અભ્યાસ, અનુભવ અને અવલોકનની પ્રતીતિ થાય છે કે એમને શત શત નમન અને પ્રણામ કર્યા વિના રહી શકાતું નથી. એમણે લેઉઆ પટેલ સમાજ વિષે સુંદર નિબંધ લખ્યો છે. એમના ‘ગ્રામચિત્રો’માં ગ્રામજીવનનું સુંદર આલેખન કર્યું છે. તેમણે કંઈક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમની વાર્તા ‘લોહીની સગાઈ'માં મમત્વ અને માતૃત્વ કોને કહેવાય એનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. લોકસાહિત્યના મર્મજ્ઞ મીઠાભાઈ પરસાણા કવિશ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક રૂખડિયા જેવા ગામડિયાને લઈને રા. શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પાસે આવ્યા ને બોલ્યા : “મેઘાણીભાઈ! તમે નકામા નિકાહા નાખો છો કે હું આ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ખેડાણ કરું છું, પણ પાછળ એને સાચવનારું કોણ? પણ તમારી વિચારધારાને સાચવે એવો એક જણ મને જડી ગયો છે.” શ્રી મેઘાણી આંગતુકને અનિમેષ નજરે નિહાળી રહ્યા. જાડા શરીર અને પાણકોરાના ચપોચપ દોઢ પાટાનો ચોરણો, નાડીમાં ખોબો એક ફૂમતાં લટકે. કસોવાળું કેડિયું. માથે ફેંટા ઘાટની પાઘડી, ખભે ફાળિયું ને પગમાં દેશી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy