SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ totoo દીર્ઘ દૃષ્ટિનું નેતૃત્વ ભીમજી રૂડાભાઈ પટેલ ગોંડલ રાજ્યના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે કડવા પાટીદાર જ્ઞાતિમાં ભડવીર ભીમબાપાનો જન્મ થયો હતો. તેમણે મોટીમારડમાં પ્રથમ જૂથ વિવિધ સહકારી મંડળી અને ગ્રામપંચાયત સ્થાપીને સૌરાષ્ટ્રભરમાં મોટી મારડને પ્રગતિશીલ ખેતી માટે ખ્યાતિ અપાવી હતી. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ સાથે ભીમબાપાને સારા સંબંધો હોવાથી રાજ્યના ખેડૂત અગ્રણી તરીકે તેમના જમણા હાથ જેવા બન્યા હતા. ગોંડલ રાજ્યમાં ખેડૂતોના આઠ લાખ રાજ્યની તિજોરીમાં જમા હતા તે ભીમબાપાના પ્રયાસથી ઉચ્ચ શિક્ષણ કન્યાઓને સ્કોલરશિપ અપાવી હતી. રાજાશાહી નાબૂદ થતાં ખેડે તેની જમીન'નો માલિક ખેડૂત બન્યો. ઘરખેડનો કાયદો પસાર કરવામાં ભીમબાપાએ ધારાસભ્ય તરીકે મહત્ત્વનું પ્રદાન પૂરું પાડ્યું હતું. તેઓ ખેડૂતોના હામી હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોના નેતા હતા. સુપેડી ગામે પાટીદારોનું વિશાળ સંમેલન બોલાવી કન્યાવિક્રય, પ્રેતભોજન, લાજ–ઘુમટાની જૂનવાણી રીત રસમો સામે ઝઝૂમ્યા હતા. બાળલગ્નો બાર વર્ષે એક જ વાર ઉમિયા માતાજીની આજ્ઞા થાય તેની સામે ભીમબાપાએ બળવો કરતાં માતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો તેમના પર રૂઢિવાદીઓએ આક્ષેપ કર્યો હતો, પરંતુ ભીમબાપાએ મક્કમપણે અંધશ્રદ્ધાનો સામનો કરીને સફળતા હાંસલ કરી હતી. પેટા શાખા (૧) કડવા કણબી–સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને કચ્છ ૐ કુલ વસ્તી : ૫૦ લાખ. (૨) લેઉવા કણબી-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છઃ કુલ વસ્તી : એક કરોડ. લેઉવા કણબીઓમાં ત્રણ તફા છે, જેમાં હાલારી લેઉવા, ગોલવાડિયા કણબી અને ગુજરાતી કણબીઓનો સમાવેશ થાય છે. મૂળ ઉપરોક્ત તફા અને કડવા કણબીઓ એક જ કુળના હોવા છતાં જુદા જુદા વિસ્તારોમાં વસ્યા તેના કારણે વ્યવહાર વર્તનથી જુદા પડ્યા અને મતભેદો ઊભા થયા હશે તેવું તારણ છે. Jain Education International ધન્ય ધરા ફૂલવાડીનું દુર્લભ પુષ્પ ખેડૂતોના ગુરુવર્ય-શંભુલાલ ટીડાભાઈ બોરડ આખુંય હિંદુસ્તાન આચાર્યોની, માતા-પિતાની વંદના કરતું આવ્યું છે. ખેડૂત જગતનો તાત કહેવાય છે અને આવા કચડાયેલા ખેડૂતસમાજમાં તેના એક ગુરુવર્ય જન્મ્યા તોરી ગામને ટીંબે. ગામ ભલે નાનું પણ તે ધરતીમાં પેદા થયેલા નરરત્ન શંભુલાલ બોરડે સૌરાષ્ટ્રના સમસ્ત પટેલસમાજને ઉજાળી દીધો. તોરીના રામજી મંદિરનો ચોરો જોઈને લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ખિન્ન હૃદયે ‘ચોરાનો પોકાર’ નામનો લેખ રાણપુરના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરી તોરીની કીર્તિ વધારી દીધી. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે વલ્લભભાઈએ સરદારી લીધી તેમ સૌરાષ્ટ્રમાં શંભુલાલે શિક્ષણ ક્ષેત્રે અને સમાજઉદ્ધારક તરીકે સરદારી ભોગવી હતી. પટેલ જેવી પછાત જ્ઞાતિ રાજાશાહીની ભીંસમાં રિબાઈ રહી હતી. દબાતી અને કચડાતી હતી તેવા કપરા સમયે, લોકોને જાગ્રત કરવા અને સમાજસુધારાના ફળ ચખાડવાં માટે ભેખ લેવો જરૂરી હતો. શંભુલાલે રૂા. ૧૦૦/-ની નોકરી છોડી ચિતલ ખાતે ‘હાલારી લેઉવા હિતેચ્છુ' માસિકના તંત્રી બની જીવનનિર્વાહ માટે રૂા. ૩૦/-માં સેવાઓ આપી હતી. સમાજસેવા માટે ફકીરી સ્વીકારી સમાજઉત્થાન માટે જીવન સમર્પિત કરી, અતૂટ શ્રદ્ધા અને નીતિમતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે લેઉવાપટેલ સમાજના ઇતિહાસમાં તેમના નામ અને કામને સદાયે અમર રાખશે. કોહિનૂર હીરો જે ખાણમાંથી નીકળ્યો અથવા તાજમહાલ જેના પાયાના પથ્થર પર ઊભો છે એને કોણ સંભારે છે? માણસોને મન બાહ્યદૃષ્ટિનું જ મહત્ત્વ હોય છે. જ્યારે શંભુભાઈ કોઈપણ જ્ઞાતિએ ન લખ્યો હોય એવાં અભૂતપૂર્વ ગ્રંથ પ્રભુની ફૂલવાડી' નામે આજથી ૮૫ વર્ષ પહેલાં લખ્યો હતો. તેથી તેનો ક્ષર દેહ ભલેને વિદાય થયો હોય પણ હજી આપણી પાસે સમાજની દીવાદાંડીરૂપ અક્ષરદેહ (ગ્રંથ) અને અક્ષરકીર્તિ તો આપણી વચ્ચે બચ્યા છે તેના થકી પ્રેરણાનાં પીયૂષ પાન કરીને તેમને વંદન કરીએ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy