SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૮ ધન્ય ધરા ગુસ્સવની કરોડરજજુ : પાટીદારો –ગોરધનદાસ સોરઠિયા દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં પથરાયેલા પ્રતિભાવંત પટેલોએ કૃષિ, વ્યવસાય, શિક્ષણ અને રાજકારણને ક્ષેત્રે ઘણી અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. હુનર હિકમત અને હિંમત તેના લોહીમાં ભર્યા છે. લેઉવા, કડવા, આંણા, મતિયા, તમામ પટેલોના વિશ્વ પથરાયેલા આ સમુદાયે વિવિધક્ષેત્રોમાં વ્યવહારકશળતા અને કાબેલિયતતાની નક્કર પ્રતીતિ કરાવી છે. લેઉઆ પટેલ કોમે કેવી કેવી વિભૂતિઓ પેદા કરી છે–તેની યાદી બહુ લાંબી છે છતાં થોડા અંશો જોઈએ-ફતેપુર (અમરેલી)ના ભોજા ભગત, ધોરાજીના તેજા ભગત, નાની કુકાવાવના સંતશ્રી કૃષ્ણચરણદાસજી, વાંકીયાના ગોપીનાથદાસજી, નારાયણદાસજી, મોટી કુંકાવાવના કૃષ્ણવલ્લભાચાર્યજી, તરવડાના ધર્મજીવનદાસજી, તોરીના ધર્મવલ્લભદાસજી અને ખડકાળાના વાસુદેવાનંદજીના ઉપદેશથી ઘણા પટેલોએ સંન્યાસી ધર્મ સ્વીકાર્યો હતો. અત્રે પાટીદાર સમાજનું ખમીરવંતુ ચિત્ર રજુ કરે છે અમરેલીના જાણીતા વયોવૃદ્ધ નિડર પત્રકાર શ્રી ગોરધનદાસ સોરઠિયા. અમરેલીના આ નામાંકિત પત્રકાર ગોરધનભાઈ આ વસંતપંચમીએ ૭૭માં વર્ષમાં પ્રવેશ્યા છે. સોરઠિયા આપબળે આગળ વધેલા પત્રકાર છે. તેમનું જીવન પુરુષાર્થની ગાથા છે. કોનામાં કાર્યસાધક ક્ષમતા છે. તેની ગોરધનભાઈને જાણ છે. કામ પાર પાડવાની વિરલ એવી કોઠાસૂઝ છે. ગ્રામ્ય વિસ્તારમાં આવા પત્રકારો બહુ ઓછા પાક્યા છે. સોરઠિયાએ “ગ્રામીણ પત્રકારત્વ” જે અપેક્ષાઓ ઉચ્ચારી હતી એને “વેધક પ્રકાશ ફેંકનારી કહી પૂર્વ કુલપતિ ડૉ. ચંદ્રકાંત મહેતાએ એના ગ્રંથમાં બિરદાવી હતી. ગોરધનભાઈએ માત્ર કરમધ્યે કલમ જ ધારણ કરી નહોતી પમ કલમને કટારની મ્યાન ચલાવી અરાજક તત્ત્વોની છુરાબાજીને માન કરવાની ફરજ પાડી હતી. “ગુંડાગીરીથી પ્રજાને બચાવો ” પુસ્તક લખી સમાજને નિર્ભય બનાવવા ખભે રિવોલ્વર પણ લટકાવી નિડરતા દાખવી આદર્શ પત્રકાર તરીકેની છાપ ઉપસાવી હતી અને રાજ્ય સરકારને “ગુંડાવિરોધી” ધારો લાવવા ફરજ પાડી હતી. સાક્ષર રઘુવીર ચૌધરી લખે છે કે, “પોતાના ભાગે આવેલું સત્ય કહે એ આદર્શ તો કોણ જાણે કઈ સદીમાં સિદ્ધ થશે પણ જાગૃત માણસો જે જાણે છે તે કહેવાની હિંમત કરે તો સમાજમાં કેટલા બધા સોરઠિયા ઊભા થાય!!! ” ચાર ચોપડી ભણેલા સોરઠિયા જિલ્લાનો માહિતીપ્રદ સંદર્ભગ્રન્થ લખે અને શતાધિક પુસ્તકોનું પ્રકાશન કરે તે ઘટનાને બિરદાવતા ડૉ. રમણલાલ જોષી લખે છે : “આ ગ્રન્થ માત્ર પ્રાદેશિકવાદને પોષનારું નથી, પરંતુ ગુજરાતના બૃહદ્ સાંસ્કૃતિક ઇતિહાસનું એ મૂલ્યવાન પ્રકરણ છે.” દોલત ભટ્ટ કહે છે : “આજનું પત્રકારત્વ અનેક જોખમો અને લાલચોથી, નીતિ અને નિષ્ઠાનો લોપ થઈ રહ્યો છે ત્યારે અસલિયતતાના ઓજસ પાથરતા થોડાક દીવડા આ ક્ષેત્રે જગી રહ્યા છે તેમાં ગોરધનભાઈને ગણવા જ પડે.” ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational na For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy