________________
શાશ્વત સૌરભ ભાગ-૨
નાથાભાઈ પટેલ (કાકુજી) સત્યાગ્રહમાં સક્રિય હતા. રાસના સત્યાગ્રહમાં આશાભાઈ અને સંખ્યાબંધ પટેલોએ ઘણું સહન કર્યું હતું. બોરસદ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબા તથા અન્ય બહેનોએ લાઠીમાર ખાધો હતો. આ સત્યાગ્રહોમાં બામણગામ-ગંભીરાના છગનભાઈ મૂળજીભાઈ પટેલ, શિવાભાઈ રણછોડભાઈ પટેલ, પીજના ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ તે તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (બંને કેળવણીકાર, ભાદરણના શિવાભાઈ આશાભાઈ પટેલ બાકરોલના ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ, ભાવના દેસાઈભાઈ નાથાભાઈ પટેલ ને તેમનાં પત્ની ગંગાબહેન, સરદાર પુત્રી મણિબહેન વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ૧૯૪૨ની કરેગે યા મરેંગે'ની લડતમાં ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ, ધર્મજના રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ, ચાણસ્માના મણિલાલ પુરુષોત્તમદાસ, અડાસના સત્યાગ્રહમાં શહીદ થયા હતા. ૪૨ની લડતમાં આણંદના રાવજીભાઈ પટેલ, નિડયાદના મોહનભાઈ ચંપકભાઈ ને કાળીદાસ, પીજના ઈશ્વરભાઈ ને વિઠ્ઠલભાઈ, નડિયાદના વિષ્ણુભાઈ દેસાઈ, સોજિત્રાના સુંદશ્યાલ પટેલ, ભાદરણના પશાભાઈ અમીન વગેરેએ અંગ્રેજ સરકારને હંફાવી
Jain Education International
9173
Our u
૬૫
હતી. દુનિયાભરના પટેલોમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રદાન અદ્વિતીય છે. આધુનિક ભારતના શિલ્પી તરીકે તે અમર છે. અમદાવાદ જિલ્લા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવનાર અગ્રણી પટેલોમાં દેત્રોજના મગનભાઈ રણછોડભાઈ પટેલ અને ત્રિકમભાઈ પટેલ, વિરમગામના ગોવિંદભાઈ પટેલ અગ્રણી હતા. તે વખતે વિરમગામમાં સત્યાગ્રહ છાવણી હતી. તેમાં પ્રા. ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) પોલીસદમનનો ભોગ બન્યા હતા. કડીના પુરુર્ષોત્તમદાસ પટેલ (દાસકાકા) સક્રિય હતા. સાબરકાંઠામાં ચૂનીભાઈ પટેલનો પરિવાર ભાગ લેતો. વડોદરા વિસ્તારમાં મનુભાઈ પટેલ અગ્રણી કાર્યકર હતા.
સ્વાતંત્ર્યસંગ્રામના શહીદવીરોની નામાવલિમાં દસમાંથી નવ પટેલો છે. દાંડીકૂચના સૈનિકોમાં પણ શિવાભાઈ મો. પટેલ, રાવજીભાઈ નાથાભાઈ પટેલ, અંબાલાલ શંકરલાલ, શંકરલાલ ભીખાભાઈ જેવા ખેડા જિલ્લાના કાર્યકરો હતા. દાંડીકૂચની અરુણ ટુકડીના આગેવાન મહાતજના શામળભાઈ બહેચરભાઈ પટેલ હતા. પટેલોએ મુખીપણાં છોડી દીધાં હતાં. નાકરની લડતમાં જમીનો હોડમાં મૂકી હતી. તન-મન-ધનથી દેશના સ્વરાજ્યની લડતમાં ભાગ લીધો હતો.
For Private & Personal Use Only
લક્ષ્મીનારાયણનું મંદિર, ઈડર જિ. સાબરકાંઠા
www.jainelibrary.org