SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ ધન્ય ધરા. શિક્ષિત થયેલા લેખક છે. અભ્યાસ એટલે કે મહાવરાએ એમને લખતાં કર્યા છે. મૂળની પ્રતિભા લોકાપેક્ષણ, ગ્રંથવાચન અને લેખનતાલીમથી પાંગરી છે. એ લખતાં લેખક થયા છે. પત્રકારત્વે તેમને અનેક વિષયોથી પરિચિત કરી દીધા છે. એ ઢગલાબંધ માહિતી એકઠી કરે છે. એમાંથી “અમરેલીની આરસી’ કે લેઉવા કણબીઓ “ગઈકાલ અને આજ' જેવાં માહિતીસભર પુસ્તકો સર્જાય છે. તેમના અધ્યયન અને લેખનનો એક વિષય સ્વામિનારાયણ સંપ્રદાય છે. એમણે સંપ્રદાયનો અને તેના સંતોનો મહિમા ગાયો છે તો તેમાં પ્રવેશેલા સડાની સમાલોચના પણ કરી છે. પોતે જે સંપ્રદાયના છે તેની જ ટીકા કરે છે. એમાં તેમની સત્યનિષ્ઠા જ પ્રગટ થાય છે. એ ધર્મસુધારણાની હાકલ કરે છે. એમનો આત્મા સાચા ધર્મની પડખે છે અને તે દંભ, અનાચાર, પક્ષાપક્ષી, કોર્ટના ઝઘડા, ગાદીયુદ્ધો વગેરે અનિષ્ટોની ઝાટકણી કાઢે છે. એમનામાંનો ‘રેશનાલિસ્ટ' પ્રગટ થાય છે. “ઈશ્વર અને માનવ-એક વિશ્લેષણ’માં તો તેઓ બુદ્ધિવાદી-વિજ્ઞાનવાદી તરીકે જ વ્યક્ત થયા છે. એ રૂઢિવાદી નથી, મૌલિક વિચારધારાના માણસ છે. નાસ્તિક ગણાવાય તો ભલે પણ પોતાને જે સત્ય લાગે તે કહેવું જ; એનું નામ “સાચા સોરઠિયા’ ગોરધનદાસ. ધર્મક્ષેત્રે તેમ સમાજક્ષેત્રે પણ ખોટી રૂઢિઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ વગેરેની વિરુદ્ધ આંદોલનો જગવે છે. ગ્રામ વિસ્તારનો પટેલ સમાજ તો બહુ રૂઢિચુસ્ત એને સુધારવા સોરઠિયા કલમ અને ભાષણ ઉપરાંત અનેક સંસ્થાઓને સુધારણાનું વાહન બનાવે છે. કેળવણી દ્વારા કાન્તિનું કાર્ય કર્યું છે. એમનો અવાજ જ એવો બુલંદ છે કે સૌએ સાંભળવો પડે. એ સાચના સિપાહી છે. સુધારણા માટે ‘ઓપરેશન’ કરતાં તેઓ ખચકાય એવા નથી. એમની વાણી એ વીરતાની વાણી છે. એ ક્યારેય કાયરતા ન દાખવે. પ્રગતિશીલતામાં પાછા ન પડે. એમણે પાટીદારોના ઇતિહાસ દ્વારા પાટીદારોની અસ્મિતા જગાડવા પ્રયત્ન કર્યો, અને વ્યાપક સમાજની ઉન્નતિ માટે પણ વિચારધારા અને સક્રિય સમાજસેવા દ્વારા સતત કાર્યશીલ રહ્યા ‘જીવનપાથેય', “જાયું મેં જીવન’, ‘મારી વિચારધારા' જેવાં પુસ્તકો આપ્યાં છે. એમને આ દુનિયાને ઘણું કહેવાનું છે. તે વિવિધ રીતે પ્રગટ કરે છે. સંપ્રદાયને સીધા કરવા મેદાને પડે છે, તો અસામાજિક તત્ત્વોનો ઊધડો લેવા “પ્રજાને ગુંડાગીરીથી બચાવો’ જેવી પુસ્તિકા પણ પ્રગટ કરે છે. એમનું સાહિત્ય હેતુલક્ષી છે, મનોરંજનનો મસાલો નથી, ગંભીર જીવનચિંતનની આક્રોશયુક્ત અભિવ્યક્તિ છે. એ “સત્યમુ’ અને ‘શિવમુને વરેલા કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ કાર્યકર, સાહિત્યકાર અને પત્રકાર છે. ગોરધનદાસે પોતાની જ્ઞાતિના ઇતિહાસ, સંસ્કૃતિ, વર્તમાન પ્રગતિ, વિભૂતિઓ વગેરેને પ્રકાશિત કરવામાં કોઈ મણા રાખી નથી. ગુજરાતી સાહિત્યના માહિતીપ્રધાન અને ચરિત્રાત્મક સાહિત્યમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એમનું સાહિત્ય હિંદુ ધર્મ અને દેશ-દુનિયાના માનવો એમ ઉત્તરોત્તર સૌને સ્પર્શે છે. એ અમરેલીમાંથી આંતરરાષ્ટ્રીય વિશ્વમાનવ સુધી પહોંચી જાય છે. સોરઠિયા પ્રથમ પત્રકાર છે, પછી માહિતીકોશકાર છે ને એ પછી જીવનચિંતક ને ચરિત્રકાર તથા સાહિત્યકાર છે. સાડાચાર ચોપડી ભણેલા આ હૈયાસૂઝે આગળ વધેલા પત્રકારસાહિત્યકાર એ આપણા પન્નાલાલ પટેલ જેવી એક અજાયબી છે. પન્નાલાલ મહાન સર્જક હતા. ગોરધનદાસ સોરઠિયા વિશિષ્ટ કૌવત ધરાવતા પત્રકાર, કોશકાર અને ચરિત્રકાર છે. એમની સંસારયાત્રા એ સંસ્કારયાત્રા અને કલ્યાણયાત્રા છે. એમની વિદ્યાયાત્રા શતાધિક વર્ષીય અને વિશેષ ઊર્ધ્વગામી બને એ જ અભ્યર્થના. રાવબહાદુર શેઠ બહેચરદાસ લશ્કરી - આ શેઠ શ્રી રાવબહાદુર બહેચરદાસ લશ્કરી ૧૮૧૮થી ૧૮૮૯ દરમ્યાન યશસ્વી જીવન જીવી ગયા. તેઓ અર્વાચીન ગુજરાતના સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક જીવનના જ્યોતિર્ધર હતા. અર્વાચીન યુગના પ્રથમ યુગ સુધારાયુગના અગ્રણી રણછોડલાલ ગિરધરદાસ, ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતાજી, કવિ દલપતરામ, કવિ નર્મદ, નવલરામ પંડ્યા, રમણભાઈ નીલકંઠ જેવા સમાજસુધારકો સાથે બહેચરદાસ લશ્કરીનું સ્થાનમાન છે. તેમણે ગુજરાતના સામાજિક ને આર્થિક જીવનમાં પ્રગતિકારક ઉત્થાન કર્યું. સતીપ્રથા ને બાળકીઓને દૂધપીતી કરવાના રિવાજ દૂર કરાવ્યા. વિધવા-વિવાહને ઉત્તેજન આપ્યું, બાળલગ્નોનો વિરોધ કર્યો. લગ્નમરણના ખર્ચા-ચોખડાનો વિરોધ છે. એ શ્રીમદ્ ભાગવગીતાના પણ અભ્યાસી લેખક છે. તેઓ શ્રીકૃષ્ણનું જીવનરહસ્ય સમજાવે છે, મહાભારતની ભૂમિકા આપી ગીતાના તત્ત્વજ્ઞાન, તત્ત્વચિંતન અને જીવનમાર્ગનો બોધ કરે છે. સોરઠિયાએ જીવનને ચારેબાજુથી જોયું છે અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy